________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ છે? અને એનો છેડો છેલ્લો ક્યો? એટલી સંખ્યાએ એની પર્યાય અને એક એક પર્યાયમાં, અનંત દ્રવ્યો અને અનંત એના ગુણો, જેના ગુણનો અંત નહીં, પર્યાયનો અંત નહીં એટલી સંખ્યાએ, કાળે અનંત એમ નહીં, કાળે ભલે એકસમય હો પણ એક સમયનું તેનું ગુણ ને પર્યાય, એકસમયની પર્યાયમાં જણાય જાય (તો) એક સમયની પર્યાયના ભાગ કેટલા? એના ભાગ. કટકાં કરતાં, કરતાં કરતાં, કરતાં છેલ્લો અવિભાગ, જેનો બીજો વિભાગ ન થઈ શકે. ઓહોહો! એવા એક સમયની પર્યાયમાં અનંતા અવિભાગપ્રતિચ્છેદ એના-અવિભાગ પ્રતિચ્છેદમાં છેલ્લો ક્યો? અંત નથી.
હવે, આંહી તો એમ કહેવું છે કે જેટલા ગુણો છે એટલા જ્યાં દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય છે, ત્યારે વાત ત્રણની લીધી છે આંહી ભાઈ ! પણ અનંતા ગુણોની પર્યાય ત્યાં વ્યક્ત થઈને સ્થિર થાય છે ત્યાં, શુદ્ધિમાં કેટલીક શુદ્ધિ થાય ને કેટલીક શુદ્ધિ ન થાય એમ નહીં.
પણ અહીંયાં દર્શન જ્ઞાન ચારિત્રની મુખ્યતા ગણીને, તેમાં જીવ જે આખો (પૂર્ણ) અનંત ગુણનો પિંડ છે તે સ્થિર થાય છે આમ. આમ, રાગમાં સ્થિર થાય છે, એ પછી કહેશે. આહાહા ! અંદર પોતાના અનંતા જે ગુણો છે, એનું એકરૂપ દ્રવ્ય છે. અનંત ધર્મ જે ગુણો એનો ધરનાર એક તત્ત્વ, એ તત્ત્વ જ્યારે પોતાની નિર્મળપર્યાયમાં સ્થિત થાય છે ત્યારે તેના જેટલા ગુણો છે, તેટલા ગુણોનું વ્યક્તતામાં અંશો બધા ગુણોના પ્રગટ થાય છે. છતાં આંહી ત્રણ કહ્યા છે ઈ મુખ્યપણે મોક્ષમાર્ગની પર્યાયની અપેક્ષાએ. સમજાણું કાંઈ?
ગંભીર છે ભાઈ ! આહાહાહા (શ્રોતા- અગાધ ગંભીર અગાધ-ગંભીર દરિયો છે! બીજાં ઘણાં વિચારો આવ્યા છે પાર પમાય એવું નથી આહાહા ! “અને જે જીવ કર્મપુદ્ગલના પ્રદેશોમાં સ્થિત થયેલ છે. હવે આંહી કર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપર્યો છે. વાત ઈ છે કે પુગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા, તેમાં સ્થિત છે. એ સ્થિતમાં, અનંતા ગુણો વિકારપણે નથી. નિર્મળપણે (છે) એમાં અનંતા ગુણો નિર્મળપણે હતાં. સમજાણું કાંઈ ?
પહેલામાં જે દર્શન જ્ઞાન (ચારિત્ર) સ્થિતમાં ત્રણ મુખ્ય લીધાં, પણ તેમાં જેટલી સંખ્યામાં ગુણ છે, જેનો છેડો નહીં એ બધા ગુણોની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે. આહાહા ! તેને અહીંયા સ્વસમય આત્મા કહે છે.
આ તો ઓગણીસ (મી) વાર વંચાય છે આ, કે ઈ નું ઈ આવે કાંઇ? હેં! આહાહા !
હવે આમાં બીજું કહેવું છે. કે “જે જીવ પુદ્ગલ કર્મોના પ્રદેશોમાં” એ પુદ્ગલકર્મ તો જડઅજીવ છે. પણ તેના અનુભાગમાં સ્થિતિ એક સમયની છે ત્યાં વર્તમાન, આમ ભલે કાયમ રહેવાનું એમ નહીં, પણ તેના અનુભાગમાં જે એકાગ્ર થાય છે. એમાં જેટલા ગુણો છે ઈ બધા ગુણો, કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. કેટલાક ગુણોની પર્યાય તો નિર્મળ સદાય રહે છે. સમજાણું કાંઈ? એ એક વાત. બીજું કર્મપણે પરિણમેલા જે પરમાણુ છે, એમાંય કર્મ-પરમાણુમાં જેટલા ગુણો છે, એ બધા ગુણો કર્મપણે પરિણમે છે એમ નથી. આહા ! ક્યાં નવરાશ જગતના પાપ આડ, એકલું પાપ પોટલા બાંધી, હાલ્યા જવાના ચાર ગતિમાં રખડવા. આહાહા! હજી પહેલી શું ચીજ છે, ઈ સમજવાને પણ વખત લ્ય નહીં. આહાહાહા ! આહાહા !
આવો જે અપાર સ્વભાવ ને પર્યાય, એનો પત્તો અંદર લાગે, જે જ્ઞાન ને શ્રદ્ધા એનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com