________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૨
ગાથા
૯૯
આડતિયા થઈને જાહેર કરે છે. આડતિયા છે ભગવાનના માલના. કારણકે પૂરું તો પ્રભુએ જોયું છે પ્રત્યક્ષ, મુનિઓએ પૂરું પ્રત્યક્ષ જોયું નથી પણ પૂરા પ્રત્યક્ષનો એને પ્રતીત ને વિશ્વાસ છે. આહાહા!
–
એ વિશ્વાસ, અનુભૂતિ સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં-સ્થિર વસ્તુમાં રહેલા પાછા ચારિત્રે, એ ભૂમિકાથી આ વાત કરી રહ્યા છે. આહાહા ! ‘ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા ' પ્રર્વતતા નામ ? ક્રમે પ્રવર્તે ઈ તો પર્યાય ભલે પણ અમે પ્રવર્તતા એટલે એકહા૨ે રહેલા, પ્રવર્તતા એટલે, અનંત ગુણો છે અક્રમે પ્રવર્તતા. પ્રવર્તતા નામ અનેક અક્રમે પરિણમે છે ઈ નહીં, એ અત્યારે નથી વાત. ઈ તો પર્યાયમાં ગ્યું પરિણમન. અને આ ગુણો છે તે અક્રમરૂપે પ્રવર્તતા, પ્રવર્તતા (એટલે રહેલા ) આહાહાહા! અરે કોને ? નિજઘરમાં શું છે એની ખબરું ન મળે બાકી બધી વાતું બહારની. આહાહા ! આવો પ્રભુ !
કેવો છે જીવ પદાર્થ ? કે ક્રમે, અક્રમે પ્રવર્તતા... આહાહા ‘ અનેક ભાવો ’ છે ? બેય અનેક ભાવ છે. ક્રમે પ્રવર્તતી પર્યાયો અનેક ભાવરૂપ છે, અને ગુણો અક્રમે રહેલા તિછા એક સાથે વ્યાપેલા, આમ જ્ઞાન ને દર્શન ને આનંદ ને એમ નહીં. આમ જ્ઞાન છે ત્યાં દર્શન છે ત્યાં ચારિત્ર છે. એમ અનેકપણે પ્રવર્તતા- રહેલા. આહાહાહા ‘ અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી ' જોયું ? પર્યાય ને ગુણ બેય જેનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તવું એવો પણ અનેક ભાવરૂપ એનો એક સ્વભાવ હોવાથી, અને અક્રમે પ્રવર્તવુ-રહેવું એ પણ એનો એક સ્વભાવ હોવાથી. આહાહાહા!
આ તો સમયસા૨ છે ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી, ઊંચામાં ઊંચી ચીજ, આહા.. સત્ન પ્રસિદ્ધ કરનારી એ ચીજ છે આ.
વાણિયાને તો એનો એક ધંધો ઈ નું ઈ બોલ્યા કરે આખો દિ ' એક જાતનો ધંધો તો આનું આ ને આનું આ, એમાં કાંઈ નવું તર્ક કે કાંઈ છે? આ લોઢાનો વેપાર કે આ લોઢું આવું હોય આનું આવું છે આનું આ છે. એય હિંમતભાઈ ! જેને જે ધંધો હોય અમારે માસ્ત૨ કહેતા, નહીં ? હીરાચંદ માસ્તર (કહે ) અમે માસ્તર બધા પંતુ કહેવાઈએ કે કેમ ? કે અમારે આખો દિ’ શીખવવાનું એ જ હોય કાંઈ આડુ અવળું તર્ક કે કાંઈ વિશેષ હોય નહીં. અમારે હિરાચંદ માસ્તર રતિલાલના બાપ, અમારે એની એ ભાષા આનું આમ ત્રણ ને બે પાંચ- સાત ને પાંચ બાર ને ફલાણું એનું એ શીખવવાનું એમાં કાંઈ કોઈ નવો તર્ક કે કોઈ નવી વાત નહીં. પંતુ જેવા છીએ અમે તો એઈ એમ આ વાણીયાય સમજ્યા વિનાના બધાય પંતુ જેવા છે એનું એ આખો દિ’ એના એ શબ્દો– એની એ વાતો નવું શું ચીજ છે ?
(શ્રોતાઃ વાણિયા તો ડાહી જાત છે.) ડાહી જાત છે બધી સમજવા જેવી ! કીધું 'તું ને આવ્યો ’તો છોકરો એક વીસ-પચીસ લાખનો આસામી. દુકાન નવી કરવી હશે તો સૌને મનમાં એમ ને કે મહા૨ાજના દર્શન કરીએ. મેં તો એટલું પૂછ્યું એને કે એલા આ જે પચાસ, સાંઈઠ, સીત્તે૨ વ૨સ કહેવાય છે, એ શરીરના કે આત્માના ? ( શ્રોતાઃ એ તો મહા૨ાજને ખબર હોય ને ?) કિરણભાઈ ? એક જુવાન માણસ આવ્યો 'તો જામનગરમાં દુકાન ક૨વી હતી. વીસપચીસ લાખનો હતો. સૌને પ્રેમ તો આંહી ઘણો ને... ઊંડે ઊંડે તો મારાજ'ના પગલા થાય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com