________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૨
૧૦૩
ને પાપ ને મિથ્યાત્વભાવ હારે રાખ્યા, એને એક ક્ષણમાં ભેદશાને નિર્દયપણે કાપી નાખ્યાં ધડાક દઈને. અહા ! આવી વસ્તુ છે.
‘વળી તે કેવો છે? પોતાના અને ૫૨દ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી ' જીવદ્રવ્યમાં એટલું સામર્થ્ય-તાકાત છે, કે પોતાના અને ૫૨દ્રવ્યોના આકાર એટલે વિશેષપ્રકારો ‘એને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે’
આહાહાહા!
‘બધાને જાણવા છતાં એકરૂપે રહેલો છે અનેકને જાણવા છતાં અનેકપણે થયો નથી, અનેક શેયોને જાણવા છતાં અનેક શેયરૂપે થયો નથી ’ ‘ અનેક શેયોને જાણવા છતાં, એ જ્ઞાનરૂપ રહીને અનેક શેયોને જાણ્યા છે જેણે ' આહાહા ! ઓહોહો ! કુંદકુંદાચાર્યે સમયસાર બનાવ્યું હશે. આહાહાહા ! એ હું શરૂ કરું છું. આહાહા ! મારા જ્ઞાનમાં, ક્ષયોપશમમાં જે ભાવ છે, એ રીતે હું જણાવવા શરૂ કરું છું. વાણીનો વિકલ્પ ને વાણી તો એને કા૨ણે આવશે. આહાહા !
આ તો ભઈ નિવૃત્તિનું કામ છે, નિવૃત્તિ લઈને પછી આ વસ્તુ તદ્ન નિવૃત્તસ્વરૂપ છે અંદર... એને જાણવા માટે ભાઈ બહુ વખત જોઈએ નહિંતર એના જનમ મ૨ણ નહિં મટે બાપા ! એ ચોરાશીના અવતાર ભાઈ ! આ દેહ છૂટયો ને ક્યાં જશે ? ભાઈ ! આહા ! આ દેહ છૂટશે પણ આત્માનો કાંઈ નાશ થશે ? આત્મા તો રહેવાનો છે. આહાહા ! તો આ બધું છૂટી જશે તો ૨હેશે એકલો ક્યાં ? આ બધા મારાં, મારાં મારાં કરીને મમતામાં મિથ્યાત્વમાં ગાળ્યો વખત, એ મિથ્યા ભ્રમમાં રહેશે ભવિષ્યમાં. આહાહા ! હૈં ! અને એના ભ્રમના ફળ ૨ખડવાના અવતાર આહાહા ! કોઈ જાણેલાં સગાં વહાલાં જ્યાં નથી, કોઈ બાયડી છોકરાં એનાં નથી, કોઈ ફઈ, ફૂવા, માસી, માસા ક્યાંય નથી. આહાહા ! એકલડો જઈને, એકલો મથશે ઊંઘે રસ્તે. આહાહા!
,
એટલે એકવાર બાપુ તું સમજ, તું કોણ છો, કેવડો છો અને એ આત્મા એવો, એને સ્વસમય ક્યારે કહી શકાય અને એને પ૨સમય કેમ કહેવાય છે, તે વાત સમજ કહે છે. આહા ! આહાહા ! ‘પોતાના અને ૫૨દ્રવ્યોના આકારો ' ગુણ ને પર્યાયો બધાને ‘પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને-બધા રૂપને સ્વ દ્રવ્ય ગુણ પર્યાય, ૫૨ના દ્રવ્ય-ગુણ પર્યાય બધાને જાણવારૂપે પ્રકાશનારું પણ ‘એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે ' એટલા, અનંત શેયોને જાણતાં જ્ઞાનની પર્યાય અનેકરૂપે-૫૨રૂપે થતી નથી. ‘ પોતાના જ્ઞાનની પર્યાયરૂપે એકપણે રહે છે. ’ આહાહા ! સમજાણું કાંઈ ? અનેકને જાણવા કાળે પણ જીવની પર્યાય એકરૂપે પોતાના જ્ઞાનરૂપે રહે છે. ૫૨શેયરૂપે અનેકને જાણતાં ૫૨શેયરૂપે તે જ્ઞાન થતું નથી. આહાહા ! અગ્નિને જાણતું જ્ઞાન, અગ્નિરૂપે થતું નથી. ‘ જ્ઞાન તો જ્ઞાનરૂપે રહીને અગ્નિને જાણે છે' આહા... હા ! એમ જ્ઞાન પોતારૂપે રહીને અનંત શેયોને જાણે છે એ અનંત શેયને જાણતાં અનેકપણાના ખંડ–ખંડ થઈ ગ્યા છે જ્ઞાનમાં, એમ નથી. આહાહા !
સમયસાર ધર્મકથા છે બાપુ ! આ તો ભાગવત-કથા ! હૈં ? આહાહા !
‘ એકપણું પ્રાપ્ત કર્યું છે ’ શું કીધું ? ‘ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે ’આકા૨ પ્રતિભાસે કહેવું ઈ પણ નિમિત્તની વાત છે. એ તો પોતાનું પર્યાયમાં એટલું સામર્થ્ય છે કે સ્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com