________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૦૧ પર્યાયને સ્પર્શતું નથી. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. આહાહા! બેનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવા (કહ્યું છે) અને આંહી તો એક જીવ પોતે છે આખો એ પોતે ગુણપર્યાયો ને અંગીકાર કરેલા છે. પ્રવીણભાઈ ! આવું ઝીણું છે. એક વાર સમયસાર સાંભળ્યું એટલે આપણે સાંભળ્યું છે બસ. અરે બાપુ! એ સમયસાર શું ચીજ છે. આહાહા ! ત્રણલોકના નાથ સર્વજ્ઞપરમાત્મા એનું પ્રવચનસાર છે આ, આ ‘સમયસાર” છે. આત્મસાર, ઓલું પ્રવચનસાર એની વાણીનો સાર. આહાહા!
આવા અગાધ ગુણ ને અગાધ ક્રમ પર્યાયો અનંતી એને જેણે અંગીકાર કર્યો છે, એટલે કે ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ. ગુણપર્યાયવાળું દ્રવ્ય છે, એમ “તત્વાર્થસૂત્ર'માં આવે છે. આહા !
“પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે સાથે રહેનારા અનંત ગુણોને અક્રમવર્તી પણ કહે છે. સહવર્તી એટલે દ્રવ્યની સાથે રહેલા એમ નહીં. દ્રવ્યની સાથે રહેલા માટે સહવર્તી એમ નહીં. ગુણો ગુણો પોતે એકસાથે રહેલા માટે સહવર્તી, સહવર્તી દ્રવ્યની સાથે (રહેલા) જો સહવર્તી કહીએ તો પર્યાય પણ દ્રવ્યમાં સાથે વર્તે જ છે, એટલે આંહી તો ગુણો એકસાથે વર્તે છે, તીરછા અનંત ગુણો ભલે સંખ્યાનો પાર ન મળે, છતાં એક સમયમાં સાથે વર્તે છે. ગુણ, ગુણમાં સાથે વર્તે તે સહવર્તી છે. ગુણ, દ્રવ્યમાં સાથે વર્તે માટે સહવર્તી છે એમ નહીં. આહાહા “પંચાધ્યાયી ” માં છે ઈ. “પંચાધ્યાયી'માં ખુલાસો કર્યો છે. આહાહા! આ વાતનો.
“સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે. આ વિશેષણથી... જીવના વિશેષણ છે ને! આ... વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો.' સાંખ્યમતી કહે છે પુરુષ તો નિર્ગુણ છે. એ તો એના પ્રકૃતિના જે ગુણો છે રજો, તમો ગુણ એ એમાં નથી. પણ એના જે સ્વભાવરૂપ ગુણ છે એ એમાં ત્રિકાળ પડ્યા છે. ઈ તો એને ખબર નથી. આવે છે ને? રજ, તમો ને સત્ત્વ ઇ તો પ્રકૃતિના ગુણો, ઈ પ્રકૃતિના ગુણો સ્વભાવમાં નથી. આત્મામાં નથી પણ આત્મામાં જે ત્રિકાળ અનંતા વર્તતા (ગુણો) એક સમયમાં એ છે અને અનંતી પર્યાયો છે ક્રમે. એ ગુણ ને પર્યાયો જેણે અંગીકાર કર્યા છે એવું તે-જીવદ્રવ્ય છે. આહાહા!
આમાં કેટલું યાદ રાખવું? દુકાનના ધંધામાં તો ઈ ને (ઈ) દાખલા ને ઈ ને ઈ પલાખા. નવું કાંઈ શીખવાનું કાંઈ ન મળે ! મજુર બેઠો હોય તો ઈ એય બોલ્યા કરે ઈ ને ઈ. આનું આટલું ને આનું આટલું ને આનું આટલું એનો શેઠ બેઠો હોય તો ઈ એ જ કર્યા કરે, બોલ્યા કરે. આહાહા !
આ ચીજ તો બીજી છે બાપુ. આહાહા ! દેહમાં ભિન્ન જીવ પદાર્થ કઈ રીતે છે ને કઈ રીતે એમાં ગુણો ને પર્યાયો પ્રવર્તી રહ્યા છે? પર્યાયો ક્રમે પ્રવર્તી રહી છે, ગુણો એકસાથે-અક્રમે પ્રવર્તી રહ્યા છે. માટે તે દ્રવ્ય ને ગુણ ને પર્યાયોને અંગીકાર કરનારું કહેવામાં આવે છે. આહાહા ! ભાષા તો સાદી છે, પણ હવે ભાવ તો ભઈ જે હોય તે હોય ને!! (શ્રોતા: બહુત ગંભીર હૈ) ગંભીર હૈ. આહાહા ! (શ્રોતા નિમિત્ત તો પર્યાયનો ક્રમ તોડી નાખે છે એમ દેખાય છે.) બિલકુલ જૂઠી વાત છે. એ જ અજ્ઞાનીના, મોટા વાંધા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com