________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ માંગલિક સાંભળશું તો દુકાન-દુકાન સરખી ચાલશે. એવી એવી માન્યતાઓ બાકી તો થવાનું હોય તે થાય ત્યાં ક્યાં અમારે લઈને શું થાય છે? ( શ્રોતાઃ ગાંડા માણસ સાજા થઈ જાય છે)
આંહી કહે છે. આહાહાહા ! જીવ પદાર્થ એવો છે, કે જેની પર્યાયો ક્રમવર્તી પ્રવર્તે છે એની, આહાહાહાહા ! અને જેના ગુણો અક્રમે એક સાથે તીરછા વિસ્તાર આમ, પર્યાય આમ, ગુણ આમ. એ પણ એક પછી એક ગુણ એમ નહીં. એક ગુણ આખો છે ત્યાં અનંત ગુણો વ્યાપેલાં છે બધાં. આહાહા ! એ ‘વિભુ ’ નામનો ગુણ છે ને એમાં ૪૭ શક્તિ વિભુ. જ્યાં જ્ઞાન વ્યાપક છે ત્યાં બધું વ્યાપક છે. આ... આ... એમ અનંતગુણ છે તે જ્ઞાન આંહી, દર્શન આંહી, આનંદ આંહી, આમ થોકડો પડયો છે એક પછી એક એમ નથી. વ્યાપેલો થોકડો છે, જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ રહેલાં છે. ક્ષેત્રથી તો ૨હેલાં છે ભાવથી પણ વ્યાપીને રહેલાં છે. આહા ! રૂપિયા તો ગણવા ધૂળમાં ન્યા ક્યાં ? આ પાનું પણ એક પછી એક લ્યો ને આમ ! એમ આમાં નથી.
એમ આ ગુણો જે છે. એક તો એક શબ્દ વાપર્યો કે ‘ ક્રમ અને અક્રમ અનેક ભાવો ’ એમ કીધું ને ? અનેક શબ્દે અનંત, બેથી માંડીને અનંતને અનેક કહેવાય છે. એટલે વસ્તુ જે છે પ્રભુ આત્મા, એની પર્યાયો અનેક લાંબી આમ ક્રમે પ્રવર્તે. તે પણ એક પછી એક, એક પછી એક, આડી આવળી નહીં અને વચ્ચમા પાંચમે સમયે થવાની હોય બીજે સમયે થાય, બીજે સમયે થવાની પાંચમે ( થાય ) એમેય નહીં. આહાહા ! એવી ક્રમે પ્રવર્તતી પર્યાય અનંત છે. અનેક શબ્દ વાપરીને અનેક કહ્યું છે. એમ અક્રમે પ્રવર્તતા ગુણો પણ અનંત છે. આહાહા !
જરી ઊંડો વિચાર કરે તો એને પત્તો લાગે કે, ઓહોહોહો ! (હું કેવો છું!)
બીજા દ્રવ્યો તો એની પાસે રહ્યાં, જુદાં ! આ એક પોતે છે, જે અનંત, અનંત, અનંત ગુણોથી ભરેલો, અને એક ગુણ છે ત્યાં બીજો ગુણ વ્યાપી ૨હેલો અને અનંત છે ત્યાં સંખ્યાનો ક્યાંય છેડો નથી, ક્ષેત્રથી તો આત્મા આ શરીર પ્રમાણ એટલામાં આવી ગયો આત્મા. પણ એની શક્તિઓ જે ગુણો છે. એ તો એટલા અનંત છે કે જેને એક પછી એક તો કાળ લાગુ પડતો નથી, પણ જેને આ છેલ્લામાં છેલ્લો આ ગુણ છે એવું ત્યાં લાગુ પડતું નથી. આહાહા ! એમ ‘ અનેક ’ પ્રવર્તતા કહ્યું. અનંત ગુણો એક સાથે પ્રવર્તે છે. વિસ્તારરૂપે તીછારૂપે આમ. આહાહાહા!
આ તો હવે ઓગણીસમી વાર વંચાય છે એ બધું પછી અઢા૨વા૨ તો વંચાઈ ગયું છે આ સમયસાર, આ તો ઓગણીસમી વાર શરૂ થયું છે.
(શ્રોતાઃ દરેક વખતે જુદી જુદી રીતે આવે ? ) આવે બીજુ જુદી રીતે કાંઈ એક ધારી વાત છે? આહાહા ! ( ત્રણ વર્ષે પુરૂં થશે ) હા, એ તો કયારે પુરૂં થાય ? એ તો. આહાહા !
6
,
ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા ' એટલે હૈયાતિ ધરાવતા એમ, સમજાણું ? ‘ અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી ’ અનેક એટલે અનંત, હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે ’ પદાર્થ... એવી ચીજ છે કે અનંતા ગુણો અક્રમે અને અનંતી પર્યાયો ક્રમે એ અંગીકાર કર્યા છે. એવો ઈ જીવ પદાર્થ છે. આહાહા ! ‘ ગુણ ને પર્યાયો જેણે અંગીકાર કર્યા છે એવો છે ' આહા ! અને ૪૯મી ગાથામાં ‘ અવ્યક્ત ’માં એમ કહે કે જીવદ્રવ્ય છે તેમાં પર્યાય આવતી નથી. દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com