________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થવાની, તે થતી તે થતી એકપછી એક, એક પછી એક ગમે તે એક પછી એક એમ નહીં, એક પછી એક ગમે તે એક પછી એક એમ નહીં, જે થવાની છે તે એક પછી એક, તે રીતે ક્રમવર્તી છે ઈ.. આહા! લંબાઈમાં આમ એક ધારા જીવમાં.. પર્યાય લંબાઈ એટલે આયત-એક પછી એક જે પર્યાય થવાની છે તે. ક્રમબદ્ધ એક પછી એક, ક્રમવર્તી કહો, ક્રમબદ્ધ કહો પણ.. ક્રમબદ્ધમાં વધારે સંબંધ એક પછી એકની, જે થવાની એમ અહી ક્રમવર્તીમાં ક્રમે વર્તે છે એટલું. પણ એમાંય ન્યાય તો આવી જાય છે એમાં ઈ.. ક્રમે વર્તે છે. પર્યાય એક સમયે એક વર્તે એ જ વર્તશે, બીજે સમયે વર્તશે, તે જ વર્તશે, એમ ક્રમે ઈ વર્તશે. એવો જેનો ક્રમવર્તી, પર્યાયનો ધર્મ છે. અને તે ક્રમવર્તી પર્યાયમાં તેને પરની કોઈ અપેક્ષા નથી, કે પર હોય તો આ ક્રમવર્તી પર્યાય થાય... એનો પોતાનો જ ક્રમવર્તી અને અક્રમવર્તી ધર્મસ્વભાવ છે. સમજાણું કાંઈ ? આવું ઝીણું! હવે સમજવા ક્યાં નવરા થાય !
એક તો આખો દિ' સંસારના પાપ આડે નવરાશ ન મળે. આહા! સાંભળવા મળે તો પાછું કહે કે જીવતત્ત્વ, રાગ દ્વેષ જીવતત્ત્વ એકકોર કહે કે રાગદ્વેષ પુદ્ગલ તત્ત્વ કઈ અપેક્ષાથી કહે છે (યથાર્થ) જ્ઞાન ન કરે ને એકાંત માની લ્ય કે રાગદ્વેષ જડના જ છે, જડ જ છે એમેય ખોટું અને એ રાગદ્વેષ વસ્તુનો સ્વભાવ છે તેથી એ તે સ્વભાવમાં છે એય ખોટું. આહાહા!
ક્રમરૂપ અને અક્રમરૂપ ” જુઓ આવ્યું, ગુણો છે ઈ તીરછાઅક્રમે છે આમ તીરછા અને પર્યાય આમ ક્રમવર્તી છે આમ.. એક પછી એક પર્યાય કાળક્રમે આયત અને આ અક્રમે છે. જેટલા ગુણો છે તેટલા એ અક્રમે એક સાથે અને એક સાથે પણ ઉપરા ઉપર રહેલા એમ નહીં. બધા એકરૂપે રહેલા છે આમ. તીરછા.. તીરછા નામ વિસ્તાર તીરછો આત્માનો વિસ્તાર તીરછો, પર્યાય આયત આમ લાંબી એક પછી એક અને આ વસ્તુના ગુણો છે એ અક્રમે છે. એક સાથે અનંત આમ તીરછા, છતાંય એ તીરછા એક પછી એક, એક પછી એક એમ ઉપર પાથરેલા એમ નહીં. પાથરેલા સમજાય છે? એમ વિસ્તાર નહીં. એ એક જ ગુણ જ્યાં છે ત્યાં બધા ગુણો વ્યાપેલા હારે છે. છતાં એક ગુણ બીજા ગુણરૂપે થયો નથી. સર્વે ગુણ અસહાય. જેટલા ગુણો અનંત છે ઈ બધા અસહાય છે અને બીજા ગુણની સહાય નથી કેમકે ઈ સત્ છે, અસહાય છે, તીરછા રહેલા છે માટે અક્રમે છે અને એક સાથે વ્યાપેલા છે. એટલે અનંત ગુણોમાં અનંત સંખ્યામાં તીરકામાં આ પહેલો ને આ બીજો ને આ ત્રીજો એમ નથી. આહાહાહા ! જેમ અનંત ગુણોની સંખ્યામાં આ પહેલો, બીજો ને આ છેલ્લો, એમ ગુણમાં નથી. એમ તીરછામાં ગુણમાં પણ પહેલો ગુણ આ ને બીજો આ ને ત્રીજો આ એમ આમ તીરછા, એમ પણ નથી. સમજાણું?
ફરીને, વસ્તુ છે એમાં અનંત ગુણ છે. એ અનંત ગુણ એને કાળ ભેદ નથી એક હારે છે એક વાત. અને અનંત ગુણ છે, એનો છેલ્લો ગુણ અનંતમો ક્યો? એ નથી. એટલા અનંત સંખ્યાએ છે, અને તે અનંત સંખ્યાએ છે તે. એક બે ત્રણ આમ જેમ રહે એમ નથી રહેલા. એક સમયમાં તીરછા વ્યાપક એક સાથે રહેલા છે. પંડિતજી! આહાહા !
આ તો હજી નીવો' એની વ્યાખ્યા કરે છે. પહેલો શબ્દ પડ્યો છે ને? “નીવો' આ તો વાણી વિતરાગની બાપુ! સર્વજ્ઞ, આહાહા! ત્રણલોકના નાથની વાણી એ સંતો જગતમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com