________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દર્શનજ્ઞાનસ્વરૂપ છે. પરિણમન નાખ્યું જરી એમાં. આમ તો ત્રિકાળી બતાવવું છે. ત્રિકાળી દર્શનજ્ઞાનસ્વરૂપ છે, એનું પરિણમન દર્શનજ્ઞાનમય છે. આહાહા ! અહીંયાં તો ત્રિકાળી ચૈતન્ય દ્રવ્યની દૃષ્ટિ કરાવીને, ચૈતન્યને અંતર્ દર્શનજ્ઞાનમાં સ્થિત થયેલો એ આત્મા છે એમ જણાવવું છે. આહાહાહા !
૯૬
,
ત્રીજો બોલ, વળી તે કેવો છે પ્રભુ જીવ દ્રવ્ય ? ‘ અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું ’ આહાહા ! અનંત ગુણોરૂપી ધર્મ આહા.. અનંત ગુણોરૂપી ધર્મ, એમાં જે રહેલું એક ધર્મીપણું દ્રવ્ય એક. આહાહા ! અનંત ગુણોમાં કેમકે અનંત ધર્મ એવો એક એનો ગુણ છે. અનંત ધર્મ એવો એક એનો ગુણ છે. એથી અનંત ધર્મોમાં રહેલું. આહાહા ! એક ધર્મીપણું–એક દ્રવ્યપણું. એક દ્રવ્યમાં અનંતા ગુણો રહ્યાં છે, એથી એકરૂપ તે દ્રવ્ય અનંત ધર્મોમાં એકરૂપી ધર્મી તે દ્રવ્ય. છે ને ? ‘ અનંત ધર્મોમાં રહેલું ' ધર્મ શબ્દે ગુણ ને પર્યાય અથવા ત્રિકાળી ગુણ એક ધર્મીપણું જેને લીધે જે દ્રવ્યપણું પ્રગટ છે. કા૨ણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. કોઈ જુદી ચીજ નથી. જ્ઞાન, દર્શન જે ગુણ અપાર છે, અનંત છે અને તે ગુણો, એક ગુણ જ્યાં વ્યાપક છે ત્યાં અનંત ગુણો વ્યાપક છે. એમ કહ્યું ને ? એ અનંત ધર્મોમાં રહેલું એક ધર્મીપણું. એ વસ્તુ જે છે આત્મા, એના ગુણો અનંત, પણ તે અનંત ધર્મોનું રૂપ એક ધર્મી તે દ્રવ્ય છે. આહાહા ! એટલે ? એ ધર્મો તે અનંત એનો કોઈ અંત નહીં. અને એ ધર્મોમાં દરેક ધર્મ વ્યાપક છે. એટલે ? કે અનંત ગુણ છે આત્મામાં, તો જ્ઞાન છે ઉ૫૨ છે ને દર્શન હેઠે, ચારિત્ર હેઠે શાંતિ હેઠે વીર્ય હેઠે એમ એમાં ક્ષેત્રભેદ નથી. સમજાણું કાંઈ... ? જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે આમ વ્યાપક છે. એકેક ગુણો અનંત ધર્મોમાં વ્યાપક છે. એકેક ગુણો અનંત ધર્મોમાં ૨હેલ છે.
જેમ આ ૨જકણો છે. ઉ૫૨નું ૨જકણ તે નીચલા રજકણની હારે નથી, નીચલું ઉ૫૨ની હારે નથી એમ આત્મામાં નથી. આત્મામાં અનંત ગુણો એમાં એક ગુણ ઉ૫૨ છે ને પછી છે ને પછી છે ને એમ અનંત ગુણનો આમ પિંડ છે એમ નથી. એક-એક ગુણ સર્વ ગુણમાં વ્યાપક છે. આહાહા ! જેમ કેરીમાં રંગથી દેખો તો સારી ( આખી ) કેરી વ્યાપક છે. ગંધથી દેખો તો આખી કેરી ( ગંધમય ) વ્યાપક છે. કેરી રસથી દેખો તો આખી કેરી ( રસથી ) વ્યાપક છે ને સ્પર્શથી દેખો તો આખી કેરી સ્પર્શમય વ્યાપક છે. એમ નથી કે કેરીનો રસ છે એ ઉપર રહે છે ને ગંધ છે તે હેઠે છે, સ્પર્શ હેઠે છે એમ ભાગ નથી. આહાહા ! સમજાણું કાંઈ ?
ગહન વિષય છે ! એ અનંત જેટલા ધર્મો એક તો એની અનંતતાની ગંભીરતા એક અને એ અનંત છે ત્યાં એક છે ત્યાં જ અનંત છે. ત્યાં એક છે (તે ) બીજારૂપે થયો નથી. એક ગુણ છે (તે ) બીજા ગુણરૂપે થતો નથી. પણ જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ સાથે વ્યાપ્યા છે. આવી વાત છે, તેથી તેને અનંત ધર્મોમાં રહેલું એક ધર્મી ( પણું ), દ્રવ્ય અનંત ધર્મોમાં વ્યાપનારું એમ. આહાહા ! જેમ ધર્મ એક અનંતમાં વ્યાપક છે એમ ધર્મી દ્રવ્ય અનંત ગુણમાં વ્યાપક છે. આહાહા ! ‘અનંત ધર્મોમાં રહેલું એક ધર્મીપણું, આહાહા ! તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. વસ્તુ તે પ્રગટ છે. આહાહા ! કારણકે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. એ ખુલાસો કર્યો. કૌંસમાં ઓલું જરી ચૈતન્યનું પરિણમન નાખ્યું છે ને ? ખરેખર તો નિત્ય દર્શનશાનસ્વરૂપ સિદ્ધ કરવું છે આંહી, આંઠી પરિણમન સિદ્ધ નથી કરવું. પરિણમનનું ય અહીં સિદ્ધ નથી કરવું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com