________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સદાય પરિણમનસ્વરૂપ, સ્વભાવમાં રહેલો ઈ ધ્રુવ. આહાહા ! એ પરિણમનસ્વરૂપ ઉત્પાદ–વ્યય અને સ્વભાવમાં રહેલો એ ધ્રુવ. આહાહા ! એ ઉત્પાદુ વ્યય ને ધ્રુવ સ્વરૂપમાં રહેલો છે, એટલે કે પરિણમનમાં રહ્યો છે, એ ઉત્પાદ વ્યય અને ધ્રુવમાં રહ્યો છે ઈ કાયમનું નિત્ય સ્વરૂપ. આહાહા ! (શ્રોતાઃ કાયમ રહેવું અને બદલવું એ તો પરસ્પર વિરોધ છે.) ટકતું ને બદલતું બે સ્વરૂપ છે. નિત્ય પરિણામી, ધ્રુવઉત્પાધ્યય. આહાહા ! ' અરે! એણે પોતાની ચીજને અને તે સર્વજ્ઞ પરમેશ્વરે, કેવળી પરમેશ્વરે કહી છે એ વાત એણે સાંભળવા દરકાર કરી નથી. આહા! અને આવું સ્વરૂપ, દિગંબર સંત સિવાય ક્યાંય છે નહીં. બધે ઊંધું જ માર્યું છે લોકોએ એકકેએકે. આહાહા ! પણ પરીક્ષા નથી ત્યાં ગોળ ને ખોળ સરખું. હેં? આહાહા ! જેની એક એક કડી ને એક-એક લીટી, પાર પામે નહીં એટલી વસ્તુ છે એમાં. આહાહા!
ઓલો કહે કે સમયસાર અમે વાંચી ગ્યા, વાંચ્યા બાપા. (શ્રોતાઃ શબ્દો વાંચ્યા, ભાવ સમજ્યા વિના) શબ્દો વાંચ્યા એમાં શું ધ્યે ભાઈ? અંદર ભાવ શું છે એ ખ્યાલમાં ન આવે, એ વાંચ્યા ઈ વાંચ્યું શું? ગડિયો ગોખી ગ્યો. ગડિયો સમજતે ને ક્યા કહેતે હૈ? એને કાંઈક કહે છે એ ગડિયાની ભાષા બીજી કરે છે. (શ્રોતા: પાડા.) પાડા-પાડો. ચંદુભાઈ તો અત્યારે નથી આવ્યા રાત્રે નહોતાને અત્યારેય નથી બેયમાં નહોતા, આવી વાત જિંદગીમાં પહેલી કહેવાણી છે. ભાવ અને છેડા વિનાના ભાવ, છેડા વિનાની પર્યાય/કાળ એક હારે ભલે હો છેડા વિનાના અવિભાગપ્રતિચ્છેદ છતાં તે જ્ઞાનની પર્યાય એનો અંત લઈ લ્ય છે, અંત લઈ લ્ય છે માટે ત્યાં અંત થઈ ગયો છે એમ નથી. જ્ઞાનની પર્યાય એનો અંત લઈ લ્ય છે. “જાણે છે” કીધું ને!
અનંતા દ્રવ્યોનું ધ્રુવપણું અને અનંતા દ્રવ્યોનું ઉત્પાદ્વ્યયપણું, આંહી આત્માની વાત કરે છે, પણ આત્માની પર્યાયમાં, અનંતા દ્રવ્યોના ગુણપર્યાયો, પરિણમનમાં જણાઈ જાય છે. એ જ્ઞાનના પરિણમનમાં જણાઈ જાય છે. આહાહા !! એના પોતાના અસ્તિત્વમાં જ અનંતા દ્રવ્યગુણપર્યાયો, એ જ્ઞાનની પર્યાયે પરિણમન થતાં તેમાં જણાઈ જાય છે. આહાહા ! “સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદું વ્યય ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ', શું કિધું જોયું? પરિણમન છે ઉત્પાદ વ્યયનું ઉપજે વ્યય- ઉપજે વ્યય, એકસમયમાં, ધ્રુવ પણ એક સમયમાં. એ ત્રણની એકતારૂપ અનુભૂતિ એટલે ત્રણનું એકપણે થવું, ત્રણનું એકપણે થવું જેનું લક્ષણ છે એમ અનુસરીને થવું. ઉત્પાવ્યય ને ધ્રુવને અનુસરીને થવું. આહાહા! સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદુ વ્યય ધ્રુવની એકતારૂપ, ત્રણની એકતા એક સમયમાં, સમયમાં ભેદ નથી. જે સમયે ધ્રુવ છે, તે સમયે ઉત્પાદું વ્યય છે. જે સમયે ઉત્પાદુ વ્યય પરિણમે છે, તે સમયે ધ્રુવ અપરિણમન સ્વરૂપ પડયું જ છે. આહાહા !
ઉત્પાદું વ્યય ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી જીવ સહિત છે'. આ જીવપદાર્થ કેવો છે? ત્યાંથી શરૂ કર્યું ને પછી શરૂ કરીને આંહી લઈ લીધું સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ વ્યય ધ્રુવની એકતા એકસમયની અનુભૂતિ એરૂપે થવું જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.
ઉત્પાદુ વ્યય ને ધ્રુવ ત્રણેય સત છે. ઈ સત્તા છે, ત્રણેય સત્તા તે ત્રણ સત્તાથી તે જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com