________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ આંહી તો વસ્તુ આવી છે બસ એટલું. ઈ પછી સ્થિત કેમ થાય છે પછી પરિણમનની દશા, એ પછી કહેશે. જે આ કૌંસમાં છે ને? “કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે' ઈ ત્યાં મેળ નથી ખાતો. શું કહ્યું સમજાણું?
આ નિત્ય લેવું છે ને આંહી? વસ્તુ જીવ પદાર્થ, ત્રિકાળ જીવપદાર્થ કેવો છે? એ લઈ અને પછી એ સ્થિત થાય છે દર્શનજ્ઞાનચારિત્રમાં એ પરિણમન છે. સમજાણું કાંઈ? પાઠ એ છે ને, જુઓ ને? “ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ, નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે.”
અને આમાં અનંત ધર્મોમાં રહેલું, ઓહોહો! જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. કેમકે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે, આ વિશેષણથી વસ્તુને ધર્મો રહિત-ગુણ રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. આ જીવ-પદાર્થ, “જીવો' એ શબ્દ છે ને? એની વ્યાખ્યા કરે છે આ. “નીવો' પછી નીવો વરિતસUTUTI ડિવો એ પછી પર્યાયની વ્યાખ્યા ચાલશે. સમજાણું કાંઈ ?
( શ્રોતાઃ આપ ઝીણી વાત કરો છો ને પાછું કહો સમજાણું કાંઈ ?).
આ બધા જુવાનિયા સાંભળે છે જુઓને બધા, આ તો આત્માની વાત છે. આહાહા! એક કોર “તત્ત્વાર્થસૂત્ર” માં એમ કહે કે ઉદયભાવ તે જીવ છે. છે ને? તત્ત્વાર્થસૂત્ર પહેલો અધ્યાય. પુણ્ય પાપ, રાગ દ્વેષ એ જીવતત્ત્વ, જીવ છે કેમ કે જીવની પર્યાય છે ને જીવ છે? એક બાજુ એમ કહે કે ક્ષયોપશમભાવ આદિ (ચાર) ભાવ પણ જીવમાં નથી. એ દ્રવ્યની અપેક્ષાએ વાત છે. એકબાજુ એમ કહે, કે જીવમાં જે પર્યાયો રાગ, દ્વેષ, પુણ્ય, પાપ થાય છે એ બધાં પુદ્ગલ છે, પુદ્ગલ છે, એ કેમ કે એનામાંથી નીકળી જાય છે ને એની ચીજ નથી માટે. અને એને જીવતત્ત્વ કહ્યું કેમ કે એની પર્યાયમાં એના અસ્તિત્વમાં છે. કર્મના અસ્તિત્વમાં રાગદ્વેષ, પુણ્યપાપ નથી. સમજાણું કાંઈ ? આહાહા ! આવી વાત છે.
એક કોર કહે કે જીવમાં ક્ષાયિકભાવ નથી નિયમસાર. એ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ, ક્ષાયિકભાવ વસ્તુમાં ક્યાં છે? વસ્તુ તો પરમપારિણામિકભાવ એકરૂપ છે. ક્ષાયિકભાવ તો પર્યાય છે. ક્ષાયિકભાવ જીવ દ્રવ્યમાં નથી. અને એકકોર કહે કે પર્યાયમાં રાગ દ્વેષ એ જીવતત્ત્વ છે. કઈ અપેક્ષાએ. (અપેક્ષા) જાણવી જોઈએ ને? પર્યાય એની છે એનામાં થાય છે પણ વસ્તુનો સ્વભાવ નથી, એથી એને કાઢી નાખીને પુગલના પરિણામ કહ્યાં.
અહીંયાં હવે જે છે એ તો એનાં અનંત એનાં ગુણોની વાત છે. પર્યાયની નથી. અરે! આવું બધું સમજવું.
અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે... આહાહા! વસ્તુ તે અનેક ગુણો જે છે, પર્યાયની અહીં વાત નહીં અત્યારે. તેમ પુણ્ય-પાપના વિકલ્પો એનામાં છે જ નહીં. વસ્તુના ગુણોમાંય નથી ને વસ્તુમાંય નથી. આહાહા ! આવો જે જીવ પદાર્થ અનંત ગુણોનું એકરૂપ તે દ્રવ્ય છે. એમ કહીને ધર્મોથી રહિત માનનારનો નિષેધ કર્યો. - હવે વળી કેવો છે? હવે સિદ્ધ કરે છે એની પર્યાય સહિત. “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયોને અંગીકાર કર્યા છે... આહાહા! ક્રમરૂપ એ પર્યાય છે. ક્રમે ક્રમે થતી પર્યાય, ક્રમે થતીમાં એક પછી એક થતી, એક પછી એક પછી જે થતી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com