________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઉપાદાનમાં અનેક જાતની યોગ્યતા છે નિમિત્ત આવે એવું થાય એમ કહે છે, એ તદ્ન જૂઠી વાત છે. ઉપાદાનમાં એક જ જાતની તે સમયે જે નિજ ક્ષણે ઉત્પન્ન થવાનો સમય છે તે ક્ષણે તે થશે, એક જ યોગ્યતા છે, બીજી યોગ્યતા છે જ નહીં. એ રતનચંદજીને ઈ કહે છે બધા ઉપાદાનમાં ઘણી જાતની યોગ્યતા છે, પાણીમાં ઘણી જાતની યોગ્યતા છે, પણ એમાં રંગ નાખો એવું દેખાશે. લીલો નાખો તો લીલું, પીળો નાંખો તો પીળું એ વાત તદ્ન ખોટી છે. આહાહા !
તત્ત્વની વાતું સમજવી, સાંભળવી એ બાપુ બહુ કઠણ બાપુ! બાકી તો ધૂળધાણી ને બધું આખું. સંસાર, હેરાન થઈને મરી ગ્યા છે એમને એમ અનંત કાળ કાઢયો, રખડતાં! પણ રખડનારની દશાને રખડનારના ગુણો અને રખડનારો પોતે કોણ? કેટલો? કેવડો છે? જાણ્યો નહીં. કાં તો ભૂલ થઈ છે (એ) કર્મે કરાવી છે, આહા! અને કાં ભૂલ છે એ મારો ત્રિકાળીસ્વભાવ, ગુણ મારો છે, એ દરેક ભૂલ. આહાહા!
પર્યાયમાં ભૂલ જે સમયે થવાની છે ક્રમે તેનો કાળ છે, કાળલબ્ધિ છે ઈ. જે સમયે જે પર્યાય થાય એ તેની કાળલબ્ધિ છે. અને તે તેની નિજ ક્ષણ છે. આહાહા !મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો ત્યાં સુધી (કહ્યું છે) કહ્યું 'તું તે દિ' ત્યાંય, કે અરે જિનાજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં, “કર્મને લઈને વિકાર થાય એમ માનવું.” જૈનની આજ્ઞા જો માને તો આવી અનીતિ સંભવે નહીં. એ વાત થઈ 'તી તે દિ' ત્રીજી સાલમાં, પણ અંદર ઘણા વરસથી બેઠેલી ઊંઘી (માન્યતા), ખસેડવું કઠણ પડે માણસને અને પંડિત થઈ ગયેલા હોય મોટા, ભણી ભણીને વ્યાકરણ ને સંસ્કૃતના. ઓહો ! (શ્રોતાઃ કાશી જઈ આવ્યા હોય) કાશી જઈ આવ્યા હોય કે બનારસ જઈ આવ્યા હોય, કાશી કરવત મૂકી આવ્યા હોય. આ તો કાશી ભગવાન આંહી છે. આહાહા! ત્યાં જાય તો એની ખબર પડે કે એની શી સ્થિતિ છે. આહાહા!
વળી તે કેવો છે પ્રભુ? “નીવો” એની વ્યાખ્યા હાલે છે ફક્ત. આહા! અને તેથી એમાંથી શક્તિ જે ૪૭ છે એમાંથી પહેલી જીવત્વ શક્તિ આમાંથી કાઢી છે અમૃતચંદ્રઆચાર્યો. ટીકા પોતે કરનાર છે ને ! અમૃતચંદ્રાચાર્યે ગજબ કામ કર્યું છે. કુંદકુંદાચાર્યે, પંચમઆરાના તીર્થકર જેવું કામ કર્યું છે, આણે ગણધર જેવું કામ કર્યું છે અમૃતચંદ્રાચાર્યું. એક હજાર વર્ષ પછી થયા. કુંદકુંદાચાર્યને મળ્યા ન હતા. આહા !
વાતને જેવું પેટમાં છે, જેવું અંદરમાં છે એવું ખોલીને મૂક્યું છે આંહી. આહા ! સમાજની જેને તુલના રાખવાની દરકાર નથી, કે સમાજ આમાં સરખી રીતે બધાં માનશે કે નહીં માને એની જેને દરકાર નથી, સત્ય આ છે. સમાજ સમતુલ રહો, બધાં ભેગાં થઈને માનો કે ભેગાં થઈને ન માનો એની સાથે કોઈ સંબંધ નથી. આહાહા!
(શ્રોતા નિર્દયપણે કહ્યું છે, એણે નિર્દયતાથી કહેવાય?) એ એણે નિયપણે જ કાપી નાખે એવો પાઠ છે શાસ્ત્રમાં કળશ છે. રાગ-દ્વેષને ભેદજ્ઞાન, નિર્ભયપણે કાપી નાખે છે એને. એવો પાઠ છે, મૂળ પાઠ છે. કરવતની પેઠે, કરવત હોય ને ફ્રેંચ ? નિર્દય રીતે ભેદ કાપી નાખે છે. એટલે કે અનાદિનો રાગનો સંબંધ તેને નિર્દય રીતે ભિન્ન કરી નાખે છે આમ. અનાદિનો બંધુ' તરીકે પરમાત્મપ્રકાશમાં તો એમ નાખ્યું છે. એ પુણ્ય-પાપ એ “બંધુ' હતા અનાદિના સાથે રહેલા અનાદિના બંધુ એ બંધુનો ઘાત કરનારો આત્મા છે, આહાહા ! અનાદિકાળથી પુણ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com