________________
૮૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છેલ્લાનો છેડો જ નથી. આહાહાહાહા ! આ તે વાત છે!
(શ્રોતાઃ વ્યાખ્યાનમાં આપને કહેવાની વિનંતિ કરી હતી રાતે વાત તો થઈ હતી.) હા, બહેનોને કાને પડે ને હા રાત્રે વાત થઈ હતી. પહેલાં વહેલી કરી છે. આટલા વર્ષમાં પહેલી જ વાર આ કરી છે કે અનંત ભાવમાં, એ અનંતની સંખ્યાનો છેલ્લો ગુણ ક્યો? એવું છે જ નહીં એમાં (છેડો હોય તો છેલ્લો હોય ને) આહાહાહા! એમ અનંત ગુણની એક સમય, કાળમાં એક સમય અને અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ ક્ષેત્રનો એમાં થતી અવંતી પર્યાય/ગુણમાં તો અસંખ્ય પ્રદેશ છે, આખા આમ એક પર્યાય છે એનો છેલ્લો/અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ એમાં ઉત્પન્ન થતી અવંતી પર્યાય, ક્ષેત્ર એટલું અંશ, કાળ એક સમય, એ પર્યાયની સંખ્યા એટલી અનંતી. આહાહા ! કે આ પર્યાય છેલ્લી એમ ગણતરીની ગણતરમાં છેલ્લી પર્યાય હોય જ નહીં. આહાહાહાહા !
આમ. અનંત-અનંત તો કહે છે પણ અનંત એટલે કઈ રીતે? આહાહા! ક્ષેત્રનો અંત તો તો હજી એમ કંઈક હશે. કંઈક હશે હશે અંદર પણ આ એટલામાં ભાવનો અંત નહીં, ભાવની સંખ્યા જેટલી છે એટલી સંખ્યાનો ક્યાંય અંત નહીં, સમય એક, ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ અને ભાવની સંખ્યાનો છેડો નહીં, છેલ્લો ‘આ’ એવો છેડો નહીં. આહાહાહાહા ! એવી જ અનંતી પર્યાય, પ્રદેશનો એક અંશ, સમયનો એક સમય અને સંખ્યામાં અનંત પર્યાય. એમાંય પહેલીપછી તો નથી એમાં કાંઈ, એક સાથે છે અનંત, છતાં અનંતમાં આ, આ, આ, આ, આ, આ, આ અનંત અનંત છેલ્લી આ. આહાહા! આવું તત્ત્વ ભગવાન સર્વજ્ઞ સિવાય ક્યાંય કોઈએ જોયું નથી અને કોઈએ કહ્યું નથી.
એક સમયની અનંતી પર્યાય, એમાં એક પર્યાય હવે લ્યો. જ્ઞાનની એક પર્યાય. અનંતી પર્યાયની સંખ્યામાં છેલ્લી પર્યાય નહીં, છેડો નહીં એટલી પર્યાય, આહાહા ! કેમ? પ્રદેશની સંખ્યાનો અંત નથી આંહી પર્યાયની સંખ્યાનો અંત નથી. આહાહા ! હવે એક-એક પર્યાયમાં, જ્ઞાનની એક પર્યાય એ જોય પ્રમાણે. જ્ઞાનની એક પર્યાય ઈ ન્નેય પ્રમાણે. શેય કેટલાં? કે અનંત આત્મા, અનંતા પરમાણુઓ એ જોય ને જ્ઞાન શેય પ્રમાણે. શેય કેટલાં? કે લોકાલોક પ્રમાણે. આહાહા ! એક સમયની પર્યાયમાં પ્રમેય લોકાલોક જેના ભાવનો અંત નથી તે તે પરમાણુના ગુણનો ને તેની પર્યાયોનો એ બધું અહીંયાં એક સમયની પર્યાયમાં જણાય જાય શ્રુતજ્ઞાનની પર્યાયમાં ય હોં કેવળજ્ઞાનની તો વાત શું કરવી ? આહાહાહા!
એવી એક સમયની પર્યાયમાં પણ અનંતા અવિભાગપ્રતિચ્છેદ. જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા દ્રવ્યો ને એક એક દ્રવ્યના અનંતા ગુણો, જેનો પાર નહીં અને એક-એક ગુણની પર્યાય, જેનો પાર નહીં–એનો પાર આ શ્રુતજ્ઞાનની પર્યાયે જાણી લીધો. આહાહાહા !
એ જ્ઞાનની એક સમયની પર્યાયમાં આવા અનંતા લોકાલોક જાણ્યા દ્રવ્યો, અનંત ગુણો તો એટલા ભાગ પડી ગયા એક પર્યાયમાં, અંશો, કેટલા અંશો? કે ઈ અંશોનો છેડો નહીં. આહાહા ! અનંત ને એમ નહીં. (શ્રોતા. છેડો નહીં ) છેડો નહીં એમ ભાષા કરો એમ કામ ન આવે! અનંત... અનંત અનંત તો દ્રવ્યેય છે અનંત પણ એનો અંત આવી જાય છે. ક્ષેત્ર અનંત, કાળ અનંત, ભાવ અનંત, પર્યાય અનંત એનો કોઈ પાર નથી. આહાહા ! એની સંખ્યા કેટલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com