________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૮s
પ્રવચન નં. ૯ ગાથા - ૨ તા. ૧૬-૬-૧૯૭૮ શુક્રવાર જેઠ સુદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર ગાથા બીજી, ગાથાર્થ પહેલો ચાલે છે.
હે ભવ્ય જીવ ! જે “જીવ, ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત’ એ તો પદ્યની રચના માટે ચારિત્ર પહેલું આવ્યું છે. ખરેખર તો દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત રહ્યો છે તેને નિશ્ચયથી સમય જાણ. અહીંયાં તો ત્રણ બોલ લીધાં છે. દર્શન, જ્ઞાન ને ચારિત્ર, છે તો અનંત ગુણની પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રની સાથે નિર્મળપણે થઈ છે પણ મુખ્ય અહીં દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનો મારગ જે દુઃખથી મુક્ત થવાનો, એને મુખ્યપણે કહ્યું છે.
એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ આત્મા અનંત ગુણ સ્વરૂપ, એ અનંત અનંત ગુણની વર્તમાન પર્યાયપણે વ્યક્તપણે સ્થિત થાય, તેને અહીંયાં સ્વસમય નામ આત્મા કહ્યો છે. આત્મા તો આત્મા છે, પણ જેને એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રમાં એ આવ્યો પરિણમન થયું આત્મા ધ્રુવ, તેના ખ્યાલમાં આવ્યો એને આત્મા અસમય કહેવામાં આવે છે. આત્મા તો આત્મા જ છે. પણ અહીયાં દર્શન-જ્ઞાન-ચારિત્રમાં (જે સ્થિત થયો તે આત્મા છે) ઝીણી વાત છે ભાઈ ! આહાહા !
એમાં આત્મામાં ગુણ તો અનંત છે. રાત્રે કહ્યું'તું. જેમ આ આકાશ છે એના આંહીના પ્રદેશથી શરૂ કરીએ, આંહી આકાશના પ્રદેશથી શરૂઆત કરીએ તો અંત આમ નથી, શરૂઆત આંહીથી લેવાય પણ આમ પ્રદેશનો અંત નથી. ક્યાંય અનંત. અનંત. અનંત.. અનંત. અનંત. અનંત. અનંત.. અનંત. અનંત એમ આંહીથી શરૂઆત કરીને આમ લઈ જાય તોય અનંત અનંત અને બેયનું ભેગું કરીએ તોય અનંત અનંત. અહીં અનંત, અહીં (પણ) અનંત.
એક સમયના એક શ્રેણીના પ્રદેશ, એવી તો અનંતી શ્રેણી છે. એવો એક પ્રદેશ, એક પ્રદેશની શ્રેણી, જેનો આદિ અને અંત નથી. એવી શ્રેણી એક એક એવી અનંતી શ્રેણીઓ છે. હવે આંહી તો એમ કહેવું છે, કે જે અનંત-અનંત આકાશના પ્રદેશ જેનો અંત નથી, જેનો છેડો શું? છેડો શું? પછી શું? એમ કાળની પણ આદિ નથી. વર્તમાન એનો અંત આવે? અનાદિ અનંત આદિ નહીં ને અંત આવે? ભવિષ્યનો અંત નહીં. પણ શરૂઆત આંહીથી કહેવાય તો સાદિઅનંત કહેવાય અને સમુચ્ચય કહેવાય તો અનાદિ-અનંત કહેવાય. આહાહા!
એમ આત્મામાં અને પરમાણુઓમાં એટલા ગુણો છે, કે એ આકાશના પ્રદેશથી પણ અનંતગુણા, એનો અર્થ શું થયો? આહા ! ગંભીર ગજબ વાત છે!! આત્મામાં સંખ્યાએ અનંત ગુણ છે. એમ આંહી ત્રણમાં સ્થિત કહ્યું, પણ છે તો અનંત ગુણમાં સ્થિત. એ અનંત ગુણ છે એમાં પહેલો પછી નથી. પણ ઈ અનંતગુણ છે એમાં ગણત્રી કરવા જાય કે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ તો એનો છેલ્લો ક્યો ગુણ? એ આવે નહીં એમાં. આહાહા ! ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે અને ક્ષેત્ર એટલે પોતાનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ પ્રમાણે, પણ એના જે ગુણોની સંખ્યા અનંત, એમાં પહેલો પછી એવું નહીં. કે પહેલું જ્ઞાન ને પછી દર્શન ને એવું નહીં, એક સાથે પણ એક સાથે હોવા છતાં એને ગણતરીથી ગણવા માંડે કે આ એક, બે, ત્રણ, ચાર આ તો એનો છેલ્લો ગુણ ક્યો ? આહાહા ! છેલ્લો છે જ નહીં. આહાહા ! આ તે કાંઈ વાત કહે છે એ શું કહે છે? પંડિતજી !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com