________________
૭૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સિદ્ધોને “સર્વ' એવું વિશેષણ આપ્યું છે.” આવ્યું તું ને વંદિતું સવ્વસિદ્ધ પહેલી ગાથામાં, સર્વ સિદ્ધ સર્વ સિદ્ધોને નમસ્કાર.” તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો. સિદ્ધ એક છે નહિ, સિદ્ધ અનંત છે, જ્યારે પૂછો ત્યારે અનંત સિદ્ધ જ છે. જો કે, વર્તમાન તો ભગવાન કુંદકુંદાચાર્ય વખતે તો અનંત સિદ્ધ તો છે જ, પણ ત્રણ કાળમાં કોઈ કાળે અનંત સિદ્ધ ન હોય અને બે ચાર કે સંખ્યાત અસંખ્યાત સિદ્ધ હતા, એમ છે જ નહિ, અનંત સિદ્ધ છે. આહાહા! બસ! એ અનંતમાં ભળતી જાય સંખ્યા તો પણ અનંત ને અનંત, તે પણ એક શરીર નિગોદના અનંતમાં ભાગે. એક રાઈ જેટલો કટકો લઈએ, લસણ કે ડુંગળી– પ્યાજ એમાં અસંખ્ય તો શરીર છે. અને એક શરીરને અનંતમે ભાગે સિદ્ધ થયા અને અનંતમે ભાગે સિદ્ધ થશે. કોઈ દિ' અસંખ્યમેં ભાગે સિદ્ધ થશે એમ બનશે નહિ. આહાહા ! અનંતકાળ વીતી ગયો, અને અનંતકાળ વીતશે, ભવિષ્ય ભવિષ્ય ભવિષ્ય ભવિષ્ય અનંત અનંત અનંત તો પણ એક શરીરના અનંતમા ભાગે સિદ્ધ થાશે (ભવિષ્ય પૂરું કે દિ' થાય ) ભવિષ્ય પૂરું કે દિ' થાય? આહાહા! વસ્તુની કોઈ સ્થિતિ જ એવી છે, ક્ષેત્ર પૂરું ક્યાં થાય? કાળ પૂરો ક્યાં થાય? કાળની શરૂઆત ક્યાંથી થાય? દ્રવ્યની પર્યાય પહેલી કઈ ? દ્રવ્યની પર્યાય છેલ્લી કઈ ? આહાહાહાહા ગજબ સ્વભાવ છે ! પહેલી કે દિ' હતી ? દ્રવ્ય અનાદિનું છે ને પર્યાય અનાદિની છે. એમ છેલ્લી પર્યાય કે દિ' ? દ્રવ્ય પણ અનંત કાળ છે અને પર્યાય પણ એમ ને એમ અનંતકાળ છે. આહાહા !
ગહન વિષય જિનેશ્વરદેવનું તત્ત્વ ગહન ઘણું અને એ સિવાય બીજે ક્યાંય છે ય નહિ. બીજે બધી કલ્પનાઓથી વાત કરી, પણ આને ઊંડો ઉતરવાનો વખત ન મળે, જૈનના વાડામાં પડયા એને આ વ્રત કરવા ને ઉપવાસ કરવા, દયા પાળવી અને દાન કરવા, બસ! એમાં રોકાઈ ગયા બિચારા. આહાહા ! રાગની ક્રિયાઓ છે એ તો. આહાહા ! અહીં કહે છે, સિદ્ધ અનંત થઈ ગયા, આત્મામાં શુદ્ધ સાધક પર્યાય પ્રગટ કરી. આહાહા ! સિદ્ધ સ્વરૂપે તો હતા જ પણ પર્યાયમાં સાધકપણે શુદ્ધને પ્રગટ કરી અનંતા પર્યાયમાં સિદ્ધ થયા. આહાહા ! અનંત સિદ્ધની કબૂલાત કરી. અનંત સિદ્ધો શુદ્ધના સાધનદ્વારા, સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થયા એની શુદ્ધતા પૂરી થઈ, એવા અનંત સિદ્ધો છે. આહાહા !
અને શુદ્ધાત્મા એક જ છે એવું કહેનાર અન્યમતિઓનો વ્યવચ્છેદ કર્યો.” સર્વ વ્યાપક એક જ આત્મા છે. આહાહા ! અમારે આવ્યો તો એક નવાણુમાં કાંપમાં હતો ને ધ્રાંગધ્રાનો હતો વ્યાખ્યાન સાંભળે વેદાંતી, એક ! એક ! એક! કર્યા કરે, એક! એક! એક! એમ કર્યા કરે, ધ્રાંગધ્રાનો હતો ૯૯ ની સાલની વાત છે. અરે ભાઈ ! પણ એક છે અને એક નથી એવો નિર્ણય કોણે કર્યો? (પર્યાય) ત્યાં બે થઈ ગયા. નિર્ણય કરનારી પર્યાય અને નિર્ણય કર્યો દ્રવ્યનો, તો બે થઈ ગયા. દ્રવ્ય ને પર્યાય બે થઈ ગયા, તો વૈત થઈ ગયું, પણ એ વસ્તુ વીતરાગ સિવાય કોઈએ જાણી જોઈ નથી એટલે (બધાએ) કલ્પનાથી વાતું કરી. આ તો સર્વજ્ઞ. આહાહાહા ! જેના ક્ષેત્રનો અંત નથી એ શું? શું કહે છે? એવા પ્રદેશો જેટલા છે એના, એથી અનંત ગુણા ગુણ છે (એક જીવમાં) એ શું કહે છે!! એક દ્રવ્યમાં અનંત ગુણા ગુણ એમાં છે, જેનો અંત નથી, છેલ્લે ક્યો આકાશનો પ્રદેશ દશા પર્યાય અથવા પ્રદેશ એવું છે નહિં એથી અનંત ગુણા આત્માના ગુણો, સંખ્યાએ અનંત તે અનંતનો અંત નહિ એટલા બધા ગુણો, એવા અનંતા ગુણોના સ્વરૂપને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com