________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહ્યું તું ને શ્રુતકેવળીએ પહેલા આ કહ્યું 'તું એમ નથી. આહાહા! કેટલી ગંભીરતા.
આ તો વસ્તુની સ્થિતિ છે એનું વર્ણન છે. આમાં આમ હશે કે આમ હશે એમ છે નહીં, આમ (જ) છે. આહાહા ! એ રીતે ગ્રંથની પ્રમાણતા એટલે સત્યતા બતાવી; આ ગ્રંથ સત્ય છે એમ તેમાં સિદ્ધ કરી દીધું અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. આહાહા ! અમે અત્યારે બુદ્ધિની કલ્પનાથી કહીએ છીએ એમ નહિ. એ તો શ્રુતકેવળીએ કહેલું કૃત અને શ્રુત અનાદિ છે એ રીતે કહેવાય છે. આહાહા! “સિદ્ધો વર્ણ સમાપ્નાય' નથી આવતું? મોક્ષમાર્ગમાં, વ્યાકરણમાં આવે છે અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે, કે “સિદ્ધો વર્ણ ” ભાષા છે એ સિદ્ધ અનાદિની છે એ કોઈએ કરી છે એમ નથી.
એ ભાષા નાની ઉંમરમાં આપતા, પહેલી અમને આપી, ધૂળી નિશાળે જતાં ધૂળી, લખવાનું ધૂળમાં લખાવે, ત્યારે પહેલો શબ્દ આ આપ્યો 'તો. “સિદ્ધો વર્ણ સમાપ્નાય” ન્યાં
ક્યાં શબ્દના અર્થની ખબર હતી? નથુ માસ્તર હતા એક વૃદ્ધ બચારા, છોકરો હતો એક સાધારણ ધૂળી નિશાળ એને પગાર થોડો થોડો આપતા છોકરાઓ, લગન હોય કે દાહડો હોય ત્યારે આપે. શું કહે ? પીરસણું કંઈ થોડું થોડું આપતા ચાર-ચાર પૈસા કે એવું એને આજીવિકા થઈ રહેતી. એમાં એણે પહેલું આ લખાવ્યું હતું “સિદ્ધોવર્ણ સમાપ્નાય”
આપણે મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે, છે અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશક? નથી. ગ્રંથની પ્રમાણતાએવો શબ્દ છે, એમાં આ લખ્યું છે. “અકાર' આદિ ઉચ્ચાર તો અનાદિનિધન છે. એ કાંઈ નવું નથી કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો પોતાની ઈચ્છા અનુસાર પણ એ પણ આકાર એની મેળાએ થાય છે. પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર સર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે, કહ્યું છે કે “સિદ્ધોવર્ણ સમાપ્નાય” આ શબ્દ છે વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય અક્ષરના ઉચ્ચારની પદ્ધતિ સ્વયંસિદ્ધ છે, આહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે. આહા!
અને અક્ષરોથી નીપજેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહુ એનું નામ તો શ્રત છે–તે પણ અનાદિ અનંત છે. આહા! મોક્ષમાર્ગ પ્રકાશકમાં નાખ્યું છે, અક્ષરો અનાદિ છે, સર્વજ્ઞ અનાદિ છે, શ્રુતકેવળીઓ અનાદિ છે. આહાહા! આ રીતે પ્રમાણતા, છતાં પાછું આનું સાચું કે આનું સાચું એવી શંકા નાખવી! આહાહા! મહા પ્રમાણતાને પામ્યો છે. ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. એ તો અનાદિથી શ્રુતકેવળી કેવળીઓ અને અક્ષરોથી ચાલ્યા જ આવે છે. આહાહા! નિયમસારમાં પણ એમ કહ્યું છે ને ટીકાકારે ટીકા કરનાર અમે તે કોણ? પદ્મપ્રભમલધારિદેવ એમ કહે છે. એ ટીકા તો અનાદિ સંતોથી ચાલી જ આવે છે. એ ટીકાનો ભાવ સંતોથી ચાલ્યો જ આવે છે, નિયમસારમાં છે. છે અહીંયા નિયમસાર? હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. વિકલ્પ ઉઠયા જ કરે છે કે આનું આમ થાય, આનું આમ થાય એ રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્યવૃત્તિ નામની આ ટીકા રચાય છે, અને ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા, આ પરમાગમના અર્થસમૂહોનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? આ તો ભાવ ચાલ્યો જ આવે છે. ટીકાનો ભાવ નિયમસાર એ પણ પરંપરાએ મુનિઓમાં ચાલ્યો જ આવે છે. હું કરું છું નવો એમ છે નહિં. પાઠ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com