________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૨
૮૧
પણ છે; તેથી એકસાથે જ (યુગપ ્) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે ? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને ( જીવને ) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે ? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન જ્યોતિસ્વરૂપ છે ( કા૨ણ કે ચૈતન્યનું પરિણમન દર્શનશાનસ્વરૂપ છે ). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકા૨સ્વરૂપ નહિ માનનાર સાંખ્ય-મતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે ? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કા૨ણ કે અનંત ધર્મોની એક્તા તે દ્રવ્યપણું છે ). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનના૨ બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે ? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે.( પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે. ) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે ? પોતાના અને ૫૨દ્રવ્યોના આકા૨ોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે ( અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે ). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, ૫૨ને નથી જાણતું એમ એકાકા૨ જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ ૫૨ને જાણે છે એમ અનેકાકા૨ જ માનના૨નો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે ? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણોઅવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાહેતુપણું અને રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. -આવો જીવ નામનો પદાર્થ સમય છે.
જ્યારે આ ( જીવ ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન ક૨ના૨ી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ ૫૨દ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ( અસ્તિત્વરૂપ ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-શાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘ સ્વસમય ’ એમ પ્રતીતરૂપ ક૨વામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે ( પુષ્ટ થયેલો )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com