________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧ છે એવો હોં, આહા!
गुणधर गणधररचितं श्रुतधरसन्तानस्तु सुअक्तम्
परमागमार्थसार्थं वकतुममुं के वयं मन्दाः આહાહા! એ ભાવ- શ્રુતજ્ઞાન; એ ભાવ- કેવળજ્ઞાન, એ વાણી અકાર આદિના અક્ષરો અનાદિ છે. આહાહાહા !
એક ભાવને પણ બરાબર જાણે ને તો એ બધા ભાવને યથાર્થ જાણે. એક ભાવનું જયસેનાચાર્યની ટીકામાં છે. એક ભાવ પણ જે રીતે છે તે રીતે એ બરાબર જાણેને તેને બધા ભાવોનું જ્ઞાન યથાર્થ થઈ જાય. આહાહા! કારણ કે એક ભાવ જ પણ ગંભીર-ગંભીર કથન કરનારા અને વાણી એ બધી અનાદિની. આહાહા ! એના એક ભાવને પણ બરાબર સમજે, તો બધા ભાવોનું જ્ઞાન એને યથાર્થ આવી જાય. આહાહા!
અહીં એ કહે છે. પોતાની બુદ્ધિથી કર્યું નથી. અન્યવાદી અલ્પજ્ઞાની પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું, એ બધું જૂઠું છે. આહાહા ! આ વાણી પરમાત્માની કહેલી. શ્રુતકેવળીની કહેલી અને વાણી વાણીરૂપે ચાલી આવતી. આહાહા !
અજ્ઞાનીઓ પોતાની કલ્પનાથી વાતો કરે એ માન્ય નથી. શાસ્ત્ર કલ્પનાથી રચે અને ભાવ પોતાને ઠીક લાગે એમ ગોઠવે એમાં, એ માન્ય વસ્તુ નથી. ઝીણી વાત છે.
આ ગ્રંથના અભિધેય એટલે કે શું કહેવું છે તે ચીજ, સંબંધ અને પ્રયોજન. વાણીને સંબંધ વાચક સાથે અને “પ્રયોજન” આત્માનું પ્રગટ કરવું આત્માનું. એ શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે, જોયું? ધ્યેય એ છે. શુદ્ધાત્મા તે ધ્યેય છે કહેવા માટે શુદ્ધાત્મા તે ધ્યેય છે. આહાહા ! પદ્રવ્ય (છ દ્રવ્યો) ધ્યેય છે એમ ન કહ્યું અહીંયા. પદ્ધવ્યનું જ્ઞાન તો એક સમયની પર્યાયમાં આવી જાય છે જીવની. અને અહીં તો શુદ્ધાત્મા તે અભિધેય છે. આહાહા! શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય, ધ્યેય. શુદ્ધ વસ્તુ તે ધ્યેય, ધ્રુવ તે ધ્યેય છે. ધ્રુવને ધ્યેય કહેવાનો અહીંયા આશય છે આખો. આહાહા !
તેના વાચક આ શબ્દો, આ ગ્રંથના શબ્દો છે એ વાચક છે, તેમનો અને શુદ્ધાત્માનો વાચ્ય-વાચક સંબંધ છે, તે સંબંધ છે. આહાહા! વાચક શબ્દો અને વાચ્ય આત્મા શુદ્ધ ધ્યેય એ વાચ્ય- વાચકનો સંબંધ છે. આહાહા ! અને પ્રયોજન, ધ્યેય જે શુદ્ધાત્મા હતો એ કહેવાનું પ્રયોજન છે. કહેવાનું કથન છે–પ્રયોજન તો શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે લ્યો ! શુદ્ધ ભગવાન આત્માના પર્યાયની સ્વરૂપની પ્રાપ્તિ થવી પ્રયોજન છે.
કહો એક ગાથામાં કેટલું નાખ્યું? અભિધેય એટલે શું કહેવાનું છે કે શુદ્ધાત્મા.
વાચક શબ્દો, વાચક અને વાચ્યને નિમિત્ત નિમિત્ત સંબંધ છે, જેમાં સાકર શબ્દ અને સાકર પદાર્થ સાકર પદાર્થ છે તે અભિધેય છે, સાકર શબ્દ છે, તે વાચક છે બેનો નિમિત્ત-નિમિત્ત સંબંધ છે. વાચક વાને બતાવે છે. આહાહા! આવો સંબંધ છે. નિમિત્ત-નિમિત્ત સંબંધ એ પહેલી ગાથા થઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com