________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૭૫ કુંદકુંદઆચાર્ય સમયપ્રાભૂતનું પરિભાષણ કરે છે. એટલે સમયપ્રાભૂતના અર્થને જ એના અર્થને યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. લ્યો છે પરિભાષા સૂત્ર અહીં આ, પણ એ અર્થને રચે છે. મૂળ ભાષા તો છે નહિં એટલે એના અર્થને અહીંયા સૂચવે છે.
“આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે. અહીં તો સંસારીને શુદ્ધાત્મા સાધ્ય છે એ વાત લીધી છે. એવા જીવો લીધા છે અહીં. જેને આત્મા શુદ્ધ સાધ્ય છે. એવા સંસારી જીવોને અહીં લીધા છે. જેને શુદ્ધાત્મા સાધ્ય નથી એની અહીં વાત નથી. આહાહા ! સંસારીને શુદ્ધાત્મા સાધ્ય છે. અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે', સિદ્ધ પરમાત્મા સાક્ષાત્ શુદ્ધાત્મા છે, જુઓ અહીં તો આમ લીધું, નહીંતર સિદ્ધ આત્મા એ ક્ષાયિક ભાવ છે, પણ શુદ્ધાત્મા છે એ (સાક્ષાત્ એટલે પર્યાય છે) પર્યાય, શુદ્ધાત્મા છે પર્યાય પણ શુદ્ધ છે. જેવો કારણ સયમસાર ત્રિકાળ પરમ સ્વભાવભાવ અમર્યાદિત સ્વરૂપ વસ્તુ, જેને કર્મના નિમિત્તની હૈયાતિની અપેક્ષા નથી, અને નિમિત્તના અભાવની અપેક્ષા નથી, એવો જે પરમ સ્વભાવ શાયકભાવ, અને તેને કારણે સમયસાર કહીને, તેમાંથી ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન સિદ્ધ આત્મા અને કાર્ય સમયસાર કહ્યું છે. અને કારણ સમયસાર અને કાર્ય સમયસાર બેમાં ફેર નથી એમ કહ્યું છે, નિયમસાર, અહીં તો ભાઈ ! યથાસ્થાને જે હોય એમ આવે. એક અક્ષર ફરે તો આખું ફરી જાય, અને સંસારીને પણ સિદ્ધ જેવા કહ્યા છે નિયમસારમાં, અશુદ્ધ પર્યાય કાઢી નાખીને, એનો સ્વભાવ છે એ સિદ્ધ સ્વરૂપ જ છે! પર્યાયમાં સિદ્ધ જેવા છે એમ નહિ. પણ વસ્તુ છે એ સિદ્ધ સ્વરૂપી જ છે દરેક (ની) તેથી તેની પર્યાયમાં સિદ્ધ પર્યાય સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે છે તેથી પર્યાયમાં સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. આહાહા ! થોડા શબ્દોમાં પણ કેટલું ભર્યું છે.
સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા જોયું? તેથી તેમને નમસ્કાર કરવો. એક બાજુ સિદ્ધને પણ ક્ષાયિકભાવ કહીને એ જીવમાં નથી એમ કહ્યું છે. નિયમસાર ! ક્ષાયિકભાવ, ક્ષયોપશમભાવ, ઉપશમભાવ, ઉદયભાવ (ચારે ભાવ ) વસ્તુમાં નથી, ત્રિકાળમાં ક્યાં છે? એ તો પર્યાય છે. આહાહા ! એક બાજુ અહીં કહે કે સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે. એ ક્ષાયિકભાવ, પર્યાયની અપેક્ષાએ. આહાહા ! વીતરાગ માર્ગ ઘણો ગહન. આહાહા ! આ સિદ્ધ આત્મા સાક્ષાત્ શુદ્ધાત્મા છે. જેને ક્ષાયિકભાવ કહી અને નિયમસારમાં જીવમાં નથી એમ કહ્યું છે, એ પર્યાય નથી એમ, પણ પર્યાય જે છે એ તો સાક્ષાત્ શુદ્ધ સ્વરૂપ, ક્ષાયિકભાવ, સ્વભાવભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શનને સ્વભાવભાવ કહ્યો. ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનને વિભાવભાવ કહ્યો, બીજા ઠેકાણે એ ચારેય જ્ઞાનને (ભાવને) વિભાવભાવ કહ્યો, કઈ અપેક્ષાએ? કે ત્રિકાળી સ્વભાવ નથી, અને કર્મના અભાવની અપેક્ષા કેવળજ્ઞાનમાં આવે છે. ક્ષાયિક એવી દશા, તેથી અપેક્ષાએ વિભાવ તેને કહ્યો છે. પંડિતજી ! કેવળજ્ઞાનને વિભાવ, અહીં (કહ્યું) શુદ્ધાત્મા સાક્ષાત્ કેટલી અપેક્ષાઓ છે. આહાહા!
તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે.” “કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો?” તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે ઉપર આવી ગયેલ છે. તે અહીં પણ સમ જાણવી. બધા ગુણથી એને ઓળખાવ્યા છે. અન્યમતિઓ એક નામે કરીને વિવાદ કરે છે એનો વ્યવચ્છેદ કરે છે. એ સિદ્ધને પરમાત્મા કહેવાય, અરિહંત કહેવાય, સિદ્ધ આત્મા કહેવાય, પુણ્ય આત્મા કહેવાય, અનેક પ્રકારે જે એમાં લાગુ પડે છે તે પ્રમાણે કહેવાય. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com