________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧
ગાથા
૭૩
ગાથામાં સમયસારને સિદ્ધ કરવા કેટલી વાત કરે છે. ( સત્ય વાત !) આહાહા ! ધન્ય ભાગ્ય. આહાહા ! એટલે કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એવું જેણે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ કર્યો છે એમણે કહેલું છે અને સર્વજ્ઞ સ્વભાવી માનનારાઓ પણ છદ્મસ્થ શ્રુતકેવળીઓ, એમણે ભગવાન પાસેથી નિકટવર્તીએ સાંભળ્યું છે એકે કયું ને બીજાએ એને કહયું એમ નહિં. સાક્ષાત્ ભગવાનની વાણી આમ સીધી કાને પડી છે. આહાહાહાહા ! આહાહા !
-
આ તો હજી સમયસાર કહીશ-પહેલી ગાથા અને નિર્માનતા તો જુઓ એમની પાછી. આહાહા ! ભગવાને કહેલું છે બાપુ. શ્રુતકેવળીએ કહેલું છે એ કહીશ. આહાહા ! પછી કહેશે કે મારા વૈભવથી કહીશ. પણ આંહી અત્યારે જરી વિનય એટલો સ્થાપે છે વિનય કેટલો સ્થાપે છે. આહાહા ! હું કહીશ માટે પ્રમાણતાને પામશે એમ ન પહેલુ કહ્યું અહીંયા. આહાહાહાહા ! એ સર્વજ્ઞ પ્રભુની અસ્તિ સ્થાપી, અને તે સર્વજ્ઞને વાણીવાળા સ્થાપ્યા, શ૨ી૨વાળા સ્થાપ્યા, સિદ્ધ નહિ, સિદ્ધ નહિં. વાણીવાળા એટલે અરિહંતને સ્થાપ્યા કે જેને વાણી છે, આહાહા ! પ્રણીત એમ કહ્યું તું ને ? પ્રણીત ( પ્રણીત ) આહાહા ! ‘ પ્રણીત ’ છે જુઓને. સર્વજ્ઞથી પ્રણીત વાણી છે. સર્વશ તો સિદ્ધેય છે, પણ એને વાણી નથી. આ તો અરિહંત સર્વજ્ઞથી પ્રણીત વાણી. આહાહાહાહા ! અને એમેય સિદ્ધ કર્યું, જેમ સિદ્ધો અનંત થયા એમ સર્વજ્ઞ ( અરિહંત ) પણ છે, પછી શ૨ી૨ રહિત થશે, પણ એ સર્વજ્ઞ છે તો ક્યાંક છે કે નહિ ? જેમ શરી૨ રહિત સિદ્ધ થયા એ પણ કોઈ ક્ષેત્રમાં છે કે નહિ કે એ ઉ૫૨ છે. તો જેને હજી વાણી છે અને સિદ્ધ થયા નથી અને સર્વજ્ઞ થયા છે, તો એની કોઈ સ્થિતિ, કોઈ ક્ષેત્ર છે કે નહિં ? આહાહા ! ઘણું સમાડયું છે. ક્ષેત્ર સિદ્ધ કરે છે ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. આહાહા !
જ્યાં વાણી નીકળે છે એની પાસેની આ વાત આવી. આહાહા ! અહીં તો જ્યાં થોડા બોલ આવડે ત્યાં એને થઈ જાય ( ગર્વ ) આ તો કહે છે. ( મુનિરાજ ) આવું જે હું સમયસાર કહીશ જે. છતાં એ તો ભગવાન પાસેથી સાંભળેલું છે અને ગણધરો પાસેથી નિકટવર્તી સાથે ચર્ચાઓ કરીને નક્કી કર્યું છે. આહાહા !
અને પાંચમી ગાથામાં એમ આવ્યું ને કે અમારા ગુરુએ અમને અનુગ્રહ કરીને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. આહાહા ! ત્યાં ગુરુને લીધા. આહાહા! અમને અમારા ગુરુએ અનુગ્રહ મહેરબાની કરી અમે પાત્ર હતા માટે આપ્યું એમ ન લીધું. એમની કૃપાથી અમને શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો. આહાહા ! એ વૈભવથી હું કહીશ, ત્યાં એમ કહેશે; અહીં તો હજી શરૂઆત કરે છે ને ? ( ઘણો માલ કાઢયો સાહેબ આપે ) છે કે નહીં; આમાં પંડિતજી ? પંડિતો બે બેઠા છે સામે, જિજ્ઞાસા લઈને બેઠા છે ને જિજ્ઞાસા લઈને, ત્યાંથી છેલ્લે લઈને આવ્યા છે ને ? આહાહા ! અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પના માત્ર નથી. આહા ! આ સિવાય બીજા જે કાંઈ કહેલા છે. આહાહાહાહા ! આકરું લાગે બીજાને દુઃખ લાગે બાપા ! તુંય પણ ભગવાન છો ભાઈ !
અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞ કલ્પના એણે તો કલ્પનાથી આગમ રચ્યા છે; જોયું નથી, જાણ્યું નથી જગતનું સ્વરૂપ-સર્વ પદાર્થનો સમૂહ જાણ્યો નથી, જાણ્યા વિના કલ્પનાથી શાસ્ત્રો બનાવ્યા એ પ્રમાણભૂત નહીં. આહાહા ! આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com