________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર્યાયમાં જિન સ્વરૂપનો અનુભવ કરનાર. આહાહા! પર્યાયમાં વીતરાગભાવનો અનુભવ કરનાર, જુઓ આ સંતો. આહાહા !
એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી. આહાહા ! આવા શ્રુતકેવળી ગણધરોથી કહેલું છે, કેવળી પરમાત્માએ તો કહેલું છે, પણ આવા શ્રુતકેવળી ગણધરોથી કહેલું છે. કારણકે અમે ભગવાનનું સાંભળ્યું છે, પણ કેટલુંક તો અમે ગણધરો પાસેથી ચર્ચા કરી છે. આહાહા ! ભગવાન પાસે તો ચર્ચા હોય નહિં. એ તો દિવ્ય ધ્વનિ નીકળે. આહાહા ! એમાંથી નાની મોટી સંદેહ (આ) શંકાઓ વિશેષ જાણવા માટે, આશંકા- શંકા નહિ પણ આશંકા, એ તો ગણધરો અને સંતો પાસેથી અમે સાંભળ્યું છે. આહાહા !
એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે.”શું? એ અર્હત પ્રવચનનો અંશ, આ સમયસાર અહંત પ્રવચનનો એક ભાગ. તે પ્રમાણતાને, પ્રમાણપણાને પામ્યો છે. કેમ? કે સર્વજ્ઞ ભગવાનથી સીધું સર્વ પદાર્થના જાણનાર પાસેથી સાંભળ્યું છે, અને શ્રુતકેવળી નિકટવર્તી જેણે સાંભળ્યું છે. આહાહા! કાયમ રહેનારા એમની પાસે, અમે તો કોઈ વાર ગયેલા એમ કહે છે. કુંદકુંદાચાર્ય તો એમ કહે છે. આહાહા ! અમે તો કોઈ વાર ગયેલા છીએ. ગણધરો નિકટવર્તી સદાય હોય છે. આહાહા! એવા શ્રુતકેવળીઓ અને કેવળી ભગવાનથી કહેવાયેલ હોવાથી આ સમયસાર પ્રમાણતાને પામ્યો છે. આહાહાહાહા! સિદ્ધાંતને હું કહીશ પણ એ પ્રમાણરૂપે કેમ છે? કે આ રીતે છે, સર્વજ્ઞ ભગવાને કહેલું છે, આહા! એનાથી કહેલું હોવાથી, આહાહાહા! અને નિકટવર્તી કાયમ સાંભળનારા સંતોએ કહેલું હોવાથી કાયમ સાંભળનારા નિકટવર્તીઓએ કહેલું હોવાથી. આહાહા! ભગવાને કહ્યું એ બીજાએ સાંભળ્યું ને બીજાએ ત્રીજાને કહ્યું એમેય નહિ અહીં તો. આહાહા ! સાક્ષાત્ ગણધરો, તીર્થંકર પાસે નજીકમાં રહેનારા, આહાહાહા ! કેટલું અસ્તિત્વ સિદ્ધ કરે છે અને પ્રમાણતાને કઈ રીતે સિદ્ધ કરે છે, આહાહા ! પ્રમાણતાને પામ્યો છે. આહાહા !
આ સિદ્ધાંત સમયસાર આ રીતે સત્યતાના પ્રમાણતાને પામ્યો છે. આહાહા ! ઓલામાં કોઈએ લખ્યું છે ભગવાનની તો અનંત વાણી એમાંથી આ જ વાણી ભગવાનની છે એ શી રીતે ખબર પડે?એમ લખ્યું છે ઓલા શ્રમણ સૂત્રમાં, જૈનેન્દ્ર (૮૩૩ મો શ્લોક છે અંદર) અહીં છે ને શ્લોક મૂક્યો અંદર કીધુંને? પ્રમાણતાને પામ્યો છે, અનુભવ કરીને, સર્વજ્ઞથી કહેલું ને કેવળીથી કહેલું, અને અમે અનુભવ કરીને કહીએ છીએ, પ્રમાણતાને પામ્યા છે. (જૈનેન્દ્ર કહે) આ જ સાચું છે ને બીજુ સાચું નથી એમ કેમ? આ જ સાચું છે એમ નહિં, કે ભગવાને તો અનંત જાણ્યું. છે ને? વાણી અનંતમાં ભાગે નીકળી, તેથી આ જ સાચું છે એમ કેમ કહેવું? એમ નહિં, એમ નહિં પ્રભુ! તું રહેવા દે બાપુ! એમ રહેવા દે ભાઈ ! આહાહા ! આ એનું વિદ્યાસાગરે હિંદી બનાવ્યું છે, પ્રભુ! પોણી સોળ આની એક તત્ત્વ ફરે તો આખું તત્ત્વ ફરી જાય છે ભાઈ. આહાહા! ભગવાનની વાણી અનંતમે ભાગે નીકળી માટે કોઈએ કંઈક માન્યું કોઈએ કંઈ જાણું માટે આની જ વાણી સાચી એમ કેમ કહેવું? અરે પ્રભુ તું રહેવા દે એમ રહેવા દે બાપુ. આહાહા ! આહાહા!
સર્વજ્ઞથી સીધું સાંભળ્યું છે અને નિકટવર્તી ગણધરોથી પણ અમે સીધું સાંભળ્યું છે. આહાહા! અને અમે અનુભવ કરીને કહીએ છીએ (તું ય અનુભવ કરી આહાહા! હજી તો એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com