________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પણ સિદ્ધપદને સ્થાપ્યું અને પરને પણ સ્થાપ્યું, અને હવે હું મોહના નાશ માટે મોહ (શબ્દ) સમુચ્ચય વાપર્યો છે. એટલે પોતાને મોહ કાંઈ દર્શનમોહ નથી. અને શ્રોતાને દર્શનમોહ અને ચારિત્રમોહ બેય હોય. પણ મારા અને તારા આ બધા(ના) મોહના નાશ માટે આ છે કહે છે. રાગને રાખવા માટે નથી. ભલે અમે કહીએ અને તને પ્રેમ આવે ને શુભરાગ આવે, પણ રાગ રાખવા માટે આ કથન નથી. આહાહાહા !
કારણ કે અહીંયા તો વીતરાગતાનું વર્ણન કરવું છે અને ચારેય શાસ્ત્રના કથનનો સાર, વીતરાગતા છે. પંચાસ્તિકાયની ૧૭ર ગાથામાં આવે છે, ત્યારે અનુયોગોનો સાર વીતરાગતા છે. આ અનુયોગમાં આમ છે ને આ અનુયોગમાં આમ છે, એમ નથી. ચારેય અનુયોગોનો સાર પંચાસ્તિકાયની ૧૭ર ગાથામાં કહ્યું વીતરાગતા છે. એનો અર્થ એ થયો કે ચારે અનુયોગમાં કહેવાનો આશય સ્વ-દ્રવ્યનો આશ્રય કરવાનો છે કે જેથી વીતરાગતા પ્રગટે. આહાહા ! ચારે અનુયોગ, ચાહે તો ચરણાનુયોગ હોય, કરણાનુયોગ હોય, કથાનુયોગ હોય. પ્રભુ તો એમ કહે અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય ચારેય અનુયોગનો સાર શાસ્ત્રના શબ્દથી તો કહેતા આવ્યા છીએ, સૂત્ર તાત્પર્ય પણ આખું શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. અને એ વીતરાગતા. આહાહા ! પ્રગટ કરવા માટે અને આ રાગનો નાશ કરવા માટે આ વાણી નીકળશે. આહાહા ! ગજબ વાત છે ને !
સહેજે વાણી નીકળી ગઈ છે ને ! આહાહા!(અમારા ભી અહોભાગ્ય ઐસા) એવી વાત છે. વાત તો સાચી છે. ઓહો! સિદ્ધના સમીપમાં જવાનો માર્ગ તો આ છે. એ માટે તો કહીશ હું કહે છે. આહાહા! સંસારમાં ક્યાંય રોકાવા માટે નહિં, નાશને માટે કહીશું. ગજબ વાત છે ને! અમારું કથન જેટલું આવશે એ બધામાં મિથ્યાત્વ અને રાગ વૈષના નાશને માટે કથન છેક્યાંય મિથ્યાત્વ અને રાગદ્વેષને રાખું એવું કથન હોય જ નહિં કેમ કે આ તો વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથથી સાંભળેલું છે અને એ રીતે પરિણમી ગયું છે, આહાહાહા! અને શ્રુતકેવળી પાસેથી પણ ચર્ચા કરીને પરિણમી ગયું છે અમને, અમે પંચમ આરાના સાધુ, માટે અમારી આ વાણી સાધારણ છે, અને એનું ફળ સાધારણ એમ ન સમજો. આહાહા! પંડિતજી?
આ તો અંદર ભાવ, આહાહા ! માખણ ભર્યું છે ને માખણ. આહાહા! “કેવો છે તે અર્હ...વચનનો અવયવ” આહાહા! આ સમયસાર (ગ્રંથ) કેવો છે? કે “અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી” આહાહા પહેલો તો ઉત્પન્ન થયેલા મોહના નાશ માટે (કહ્યું) હવે હું પરિભાષણ કરું છું. કેવો છે તે પ્રવચન? કે અનાદિ અનંત એવો પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી. આહાહાહા ! અનાદિ અનંત એવો પરમાગમ એવા શબ્દબ્રહ્મ એનાથી પ્રકાશિત થયેલો હોવાથી. આહાહા ! વાણી છે તે અનાદિની નીકળે જ છે એમ કહે છે, દિવ્ય ધ્વનિ અનાદિ સંતોની વાણી, કેવળીઓની નીકળે જ છે. અનાદિનિધન- અનાદિ, આદિ નહિ અને અનિધન, નિધન એટલે અંત નહિ. જેનો અંત નહિં અને જેની શરૂઆત નહિં, એવું પરમાગમ શબ્દબ્રહ્મ, શબ્દબ્રહ્મ છે એ, જેમ ભગવાન પરમબ્રહ્મ છે આત્મા. આહાહા ! એમ આ વાણી પણ શબ્દબ્રહ્મ છે. સર્વ વ્યાપક શબ્દ પૂરણ- બધી વાતને કહેનાર છે. આહાહા ! જેમ ભગવાન આત્મા પરમબ્રહ્મ સર્વજ્ઞ સ્વરૂપે છે એમ વાણી પણ સર્વનું વાસ્તવિક સ્વરૂપ કહેનારી (પણ) તે શબ્દબ્રહ્મ છે. આહાહા ! એ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી. આહાહા ! એટલે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com