________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કથંચિત સમાનપણું ચાર ગતિમાં મળી આવે છે તેનો અહીંયા પંચમગતિમાં વ્યવચ્છેદ થયો.”
વળી તે કેવી છે?” એ વિશેષ કહ્યું-ત્રણ તો પાઠ (માં) છે, ધ્રુવ, અચલમ્ અનુપમ, હવે ગતિ છે ને ગતિ એ ગતિ છે એ અપવર્ગ છે એમ સિદ્ધ કરવું છે. આહાહા ! ત્રણ વર્ગથી જુદી અપવર્ગ છે, છે? જુઓ, આહાહા ! અપવર્ગ તેનું નામ છે “અપવર્ગ કેમ કહેવો” કે, ધર્મ નામ પુણ્ય, અર્થ નામ લક્ષ્મી, કામ નામ વિષય એ ત્રિવર્ગ કહેવાય છે, ત્રિવર્ગ કહેવાય છે. આહાહા! મોક્ષગતિ તે આ વર્ગમાં નહિં હોવાથી મોક્ષગતિ પુણ્યમાં નથી, પૈસા લક્ષ્મીમાં નથી, અને વિષયમાં નથી, ત્રણ વર્ગથી જુદી અપવર્ગ છે, વર્ગ વિનાની છે, વર્ગ ત્રણ છે પુષ્ય, પાપ એટલે લક્ષ્મી મળવી અને આ વિષય, અપવર્ગ કીધું ને? અર્થ અને કામ એટલે વાસના એનાથી રહિત છે. “આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પામ્યા છે.” આહાહા ! એના ભાવમાં એનું ભાન આવવું જોઈએ કે સિદ્ધ ગતિ આવી છે તે રીતે તેને ધર્મ, અર્થ ને કામથી જુદી– ત્યાં પુણેય નથી, જ્યાં વિષય વાસના નથી (અને) જ્યાં લક્ષ્મી નથી. આહાહા ! તેમને આવા સિદ્ધ ભગવંતોને ઓળખીને કહું છું એમ કહે છે. આવા સિદ્ધ ભગવંત ધ્રુવ, અચલે ને અનુપમ, ત્રિવર્ગથી જુદા અપવર્ગ. આહાહા ! એવી દશાને “સ્વભાવભાવભૂતતયાં” પામેલાને હું, ફરીને કહે છે. “તેમને પોતાના અને પરના આત્મામાં સ્થાપીને.” આહાહાહા ! કહું છું એમ કીધું છે એટલે સાંભળનારા તો છે અને કહેનાર અને સાંભળનારા બેય વાચ્છામિમાંથી નીકળ્યા. અને બેય જણામાં સિદ્ધપણું સ્થાપું છું. અનંતા અનંતા અનંતા અનંતા સિદ્ધો, અનંતા અનંતા સર્વજ્ઞો, અનંતા અનંતા અનંત કેવળીઓ! એક કેવળી બેસવું કઠણ એક કેવળીના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, તો પોતાના આત્માને જાણે અને એનો મોહ નાશ થાય, આહાહા! તો આવા અનંતા સિદ્ધોને આહાહા! શ્રોતાના જ્ઞાનની પર્યાયમાં, રાગમાં નહીં, રાગ નહીં, આહા! આહાહા! એને પર્યાયમાં અનંતા સિદ્ધોને આવા સિદ્ધો, ધ્રુવ અચલ અનુપમ અને અપવર્ગને પામેલા, એવા અનંતા સિદ્ધોને, એ ઓળખાણ કરીને કહું છું કે, આવી પર્યાયમાં મને (હું) સ્થાપું છું, અને સાંભળનારની પર્યાયમાં સ્થાપું છું. આહાહા ! આખું લશ્કર ઉપાડયું છે, પોતે અને સાંભળનારને આમ ભેગાં લઈને હારે જાણે. આહાહા ! આવ્યું છે ને છેલ્લું, છેલ્લે છેલ્લું.
અહીં છેલ્લું કીધું છે ને “મજજન્ત'–આખો લોક આવીને-નથી આવતું? છેલ્લો કળશ જીવ અધિકારનો આખો લોક આવી જાય, કોઈ બાકી નહિં. આહાહા ! એમ અહીં સાંભળનારાઓ પણ આવા હોય, એ જીવો પણ, આહાહા ! સિદ્ધ પદને તેમની પર્યાયમાં સ્થાપું છું. એટલે એનું લક્ષ પણ દ્રવ્ય ઉપર રહેશે અને અમારી વાત સાંભળશે તો એની શુદ્ધિ થઈ જશે, આહાહાહા ! એમ કહે છે. આહાહા !
તેમને પોતાના અને પરના આત્મામાં સ્થાપીને, આહાહા ! “સમયનો- સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો પ્રકાશક એવો.”વોચ્છામિ ” સમય શબ્દ આવ્યો 'તો ને? વાચ્છામિ સમય પાહુડમ્ એની વ્યાખ્યા કરે છે હવે, પછી શ્રુતકેવળીની કરશે; “સમય નામ સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો પ્રકાશક એવો પ્રાભૃત નામનો અર્ણ~વચનનો અંશ છે” આ તો. આહાહા ! ભગવાનની વાણી અહંતની વાણી, ત્રિલોકનાથ, જિનેશ્વર, પરમેશ્વર એની જે વાણી એનો આ અંશ છે, પુરું તો મારી પાસે ક્યાં છે, કહે છે. આહાહા! અર્હત પ્રવચન, અર્હત, અરિહંત એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com