________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૬૭ ત્રણ તો કંઈ વિકલ્પ વિનાના કેવળ પામીને મોક્ષ પધાર્યા, પણ બે જણને જરી વિકલ્પ આવ્યો અરેરે ! કેમ હશે મુનિઓને? આહાહા ! ત્યાં ગતિ, સર્વાર્થ સિદ્ધની થઈ ગઈ, કેવળજ્ઞાન અટક્યું, આ શુભ ભાવ, શુભ ભાવમાં, ભવ બે વધી ગયા. આહાહા ! આ તો ગતિ સિદ્ધ- જેમાં ગતિ જ નહિં બીજી. ૫ર નિમિત્તથી થયેલી ગતિ તો પલટી જાય છે. આ તો સ્વ સ્વભાવથી થયેલી ગતિ ધ્રુવ, એ હવે પલટે નહિં. આહાહા ! સિદ્ધપણામાંથી હવે અવતાર ધારણ કરે, (એ નહિ) ઓલા એમ કહે છે ને ભક્તોને ભીડ પડે, રાક્ષસોથી (પણ ભગવાનના ભક્તોને ભીડ જ પડે!) પણ ભીડ છે જ કેવી અંદર? કહેવાય, ઉપસર્ગ આવે એટલે કહેવાય, ઉપસર્ગ હોય છે તે શું છે? જાણે છે એને, છે એવું જાણે છે, અને આનંદથી સહન કરે છે, હઠથી દુઃખથી સહન નથી કરતા. આહાહા! પરિષહ-ઉપસર્ગમાં તો ઉગ્ર જોર છે, અંતર પુરુષાર્થનો અતીન્દ્રિય આનંદમાં જોરથી પુરુષાર્થ (ઉપડે) આનંદ આનંદ આનંદ આનંદ દુનિયા એને દુઃખના સંયોગથી દેખે, અંદરમાં આનંદની લહેરથી અનુભવતા હોય છે. આહાહા!
અહીંયા એવી પંચમ ગતિ! ચારેય ગતિઓ તો બીજી (બદલે છે) છે, ધ્રુવ નથી, ચાર ગતિ તો વિનાશિક છે. “ધ્રુવ વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો.” હવે એ ગતિ પલટે જ નહિં. આહાહા ! મોક્ષ થયા પછી પણ અવતાર ધારણ કરે એ વાતને જુઠ્ઠી ઠરાવી. જેનો સંસાર બળી ગયો, જે ચણો બળી ગયો એ ચણો ઉગે શી રીતે ? હવે. ચણા જેવી જાત પણ બળ્યા પછી ઉગે નહિં, અને આ તો અજ્ઞાન ને રાગ દ્વેષને બાળી નાખીને આત્માની દશા ધ્રુવ પ્રગટ કરી છે. આહાહા ! એ ત્યાંથી વિનાશ પામે નહિં, ત્યાંથી વિનાશ પામે નહિં, માટે તેને ધ્રુવ કહેવામાં આવે છે.
વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી પરભાવના નિમિત્તથી થતું પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ- અચળ છે ને? અચળ, અગાઢ, અચળપણાને પામી છે, અચળપણું હવે પામી. મળી એ મળી એ હવે ચળે નહિ. આહાહા ! ધ્રુવ કહ્યું, હવે, અચળ કહ્યું પાછું. આહાહા ! ચળે નહિ હવે એવી દશાને પામ્યા એવા અનંતા સિદ્ધોને મેં પર્યાયમાં સ્થાપ્યા, એ આવા સિદ્ધો છે (એમ) કહે છે. સિદ્ધની ઓળખાણ આપે છે પાછી. આહાહા! તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો.“ચાર ગતિઓમાં પર નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો અહીંયા પંચમગતિમાં” અચળ કહીને, ચળે નહિં એમ કહીને “વ્યવચ્છેદ કહ્યો.” ધ્રુવમાં તો અતિ સ્થાપ્યું હતું આ અચળ આ હવે ચળે નહિં એમ ત્યાંથી ફરે નહિં, એમ સ્થાપ્યું. અચળપણાને પામી છે. બે શબ્દ થયા.
ત્રીજું, વળી તે કેવી છે? ધ્રુવમ્ અચલમ અનુપમ હવે અનુપમની વ્યાખ્યા કરે છે; “જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદભુત માહાભ્ય હોવાથી” આહાહા ! “તેને કોઈની ઉપમા મળી શકતી નથી.” સિદ્ધ કેવા? કે સિદ્ધ જેવા. એના જેવા એ. એના સિદ્ધ જેવા સિદ્ધ. એને બીજી કોઈ ઉપમા આપી શકાતી નથી. આહાહા ! ઉપમા આપવા યોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અભુત માહાભ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. “આ વિશેષણથી ચાર ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે” ચક્રવર્તીનું સુખ, ઈદ્ર જેવું, ઈદ્રનું સુખ ચક્રવર્તી જેવું અંશે પણ સમાન મળી આવે, પણ અહીંયા કાંઈ મળે એવું છે નહીં. સિદ્ધની ગતિમાં કોઈ ઉપમા મળી શકે તેમ નથી. આહાહા ! પરસ્પર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com