________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તે ભાવની સ્થિતિરૂપ, ભાવનારૂપ રૂપે પરિણતિ થઈ ગઈ. આહાહા ! એને અહીંયા સિદ્ધગતિ કહેવામાં આવે છે. “ઈણમો’ શબ્દ છે ને “ઈણમો', “ઈણમો' શબ્દ વસ્તુને નહિ, કહેશું એને લાગુ પડે છે. “વોચ્છામિ સમય પાહુડ ઈણમો” “આ”, ઓહો એમ છે ને? ઈણમ્ ઓ ઈણમ્ ઓ. ઈદમ “ઓ' “મ” આની કોર આવી ગયો “ઈદમાં' “ઓ” જુદો પડી ગયો. આ અહો એમ કરીને કહે છે, આહાહા! આવું શાસ્ત્ર, આ અહો; શ્રુતકેવલી ભણિય આહાહા ! તે કહીશ. આહાહા! શું શબ્દો? ઈસમો શબ્દ છે ને ઈણમ નો અર્થ ઈદમ્ અને “ઓ એમાંથી પણ જૂદો પાડયો “ઓહો” આ ! ઓહો ! શ્રુતકેવળી કેવળી ભણીય, એવા સમયસારને હું કહીશ. હું તો છું પણ જેને સાંભળવું છે એને કહીશ એટલે એ જીવોને પણ સિદ્ધ દશાની પર્યાયમાં સ્થાપ્યા છે. (એ બધા સિદ્ધ (દશા) પામશે.) એ પામશે જ અહીંયા તો એક જ વાત છે ને! અહીં બીજી વાત છે નહીં. આહાહા ! કોઈને થોડો વખત લાગે કોઈને ઘણો લાગે. આહાહા ! કેમ કે “આ અહો! આશ્ચર્યકારી વાત બતાવે છે એ ભવ્ય એમ કીધું ને? આહાહા ! ત્યાંથી એમ ઉપાડયું અહો ! ભવ્ય જીવો એમ કહ્યું. ગાથાર્થમાં કહ્યું, ગાથાર્થમાં એમ કહ્યું છે, અહો છે? અહો ! શબ્દ છે, અહો ! શબ્દ મૂક્યો છે, આહા! અહો શબ્દ છે ને? મૂળ પાઠમાં, શબ્દાર્થમાં છે. એ અહો' કહીને તો હું શ્રુતકેવળીએ કહેલું, કેવળીએ કહેલું અને શ્રુતકેવળીએ કહેલું, ભાઈ અહો ! આ કહેવાનો અવસર આવ્યો ને? સાંભળનારને પણ આવ્યો સાંભળવામાં, આહાહા ! એમ કહીને અહો ! આશ્ચર્ય બતાવે છે. ત્રણલોકના નાથ કેવળીએ કહ્યું (તે જ) કહીશ અને શ્રુતકેવળીએ કહેલું કહીશ. આહાહા ! આવો વખત ક્યારે હોય એમ કહે છે, સાક્ષાત્ ભગવાને (સીમંધર પ્રભુએ) કહ્યું. એ મેં સાંભળ્યું અને શ્રુતકેવળી પાસે ચણ્યું, એ હું કહીશ, આહાહા! એમાંથી કેટલો ઈતિહાસ નીકળે છે? કે એ ભગવાન પાસે ગયા 'તા કે નહિ? એ પોતે એમ ક્યાં કહે? પણ આમાં એ આવી જાય છે. ભગવાન કહે છે એ કહીશ, એનો અર્થ જ એ થઈ ગયો કે ભગવાન પાસે સાંભળ્યું છે, આહાહા! અને શ્રુતકેવળીઓ પાસે ચ છે. એવી સમયસારની સ્થિતિ જે આત્માની એને હું કહીશ. તો એમાં કોઈ ટીકા કરે છે (કે) હું કહીશ એ તો આવે છે. એમાં હું કહીશ પણ ભાષામાં શું આવે? એમ કે વાણી છે એ તો પર છે તો કહીશ, એમ કેમ આવ્યું પાછું ત્યાં, પણ ભાષામાં બીજું આવે શું? કહીશ. નીકળશે વાણીને યોગે વાણી, પણ મારો જ્ઞાનભાવ જે છે એને અનુસારે (વાણી) થાશે, અનુસાર ભાષા થાશે, ભાષા ભાષાને કારણે છે. પણ જેમ વાણી સર્વજ્ઞ અનુસારિણી છે, બીજા શ્લોકમાં આવી ગયું ને! વાણી જેમ પરમાત્માની સર્વજ્ઞ અનુસારિણી, અનુભવશીલી એનો અર્થ કર્યો છે. કેવળજ્ઞાનને અનુસરીને એમ, આ મેં ભગવાન પાસે સાંભળ્યું છે, શ્રુતકેવળી પાસે જાણ્યું છે એને અનુસાર વાણી નીકળશે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એકેક શબ્દમાં બહુ જ ઘણી ઊંડપ ભરી છે, ઘણી ઊંડપ ભરી છે. ઓહોહો! કેટલીક તો કાલે કહેવાસી છે. પહેલા શબ્દમાંથી. આહાહા! અહીં તો ધ્રુવમાંથી આટલુ લેવું. (સમજવું)
એ ગતિ સ્વભાવભાવથી જ ધ્રુવપણાને અવલંબે છે એટલે ધ્રુવપણે હોય છે “ચારેય ગતિઓ પર નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી” એકરૂપ રહેતી નથી. ગતિ પલટાય છે સર્વાર્થ સિદ્ધની ગતિ હોય તોય પલટી જાય, મનુષ્યમાં આવી જાય ફડાક. આહાહા ! એ પાંડવો, પાંચ પાંડવમાં સહદેવ ને સાધર્મી અને મુનિ છે, છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા ઉપસર્ગ આવ્યો એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com