________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આત્માનું ધ્યાન કરીને એના જેવા થઈ જાય છે માટે “વંદિત્ત સવ્વસિદ્ધ” સિદ્ધોને આત્મામાં સ્થાપ્યા એને વંદન કર્યું એમ કહેવામાં આવે છે. આહાહાહા ! ગજબ વ્યાખ્યા છે ને !!
ચારેય ગતિઓથી વિલક્ષણ, આહાહા ! ચારેય ગતિ દુઃખરૂપ છે ભાઈ ! મનુષ્ય ગતિ, સ્વર્ગ ગતિ પણ દુઃખરૂપ છે, પરાધીન છે. જે સિદ્ધના સ્વરૂપને, તારી પર્યાયમાં સ્થાપ્યા અમારી પર્યાયમાં સ્થાપ્યા, એનું સિદ્ધનું ચિંતવન કરીને સ્વરૂપ મારું એવું છે, એવું અંતર આત્માનું ધ્યાન કરીને, સિદ્ધ ગતિને પામશે જ. આહાહા ! ચારે ગતિઓથી વિલક્ષણ- ચાર ગતિમાં એનું કાંઈ લક્ષણ મળે એવી ચાર ગતિ નથી, એનાથી વિલક્ષણ છે. સિદ્ધની ગતિ એ તો કોઈ વિ-લક્ષણ છે. આહાહા! વિપરીત લક્ષણ એમ નહિં, પણ કોઈ જુદી જાતનું વિલક્ષણ છે. આહાહા ! અરે ! આ વાત કેવળી પરમાત્મા, જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ, કહેશે અને એની પાસે સાંભળીને અહીં આવ્યા છીએ. આહાહા !
પ્રભુ બિરાજે છે (સીમંધરનાથ !) આહાહા ! એમની પાસે અમે સાંભળ્યું છે, કંઈક શંકા આદિ હોય તો શ્રુતકેવળીઓ પાસે ચર્ચા કરીને અમે સમાધાન કર્યા છે. આહાહા ! એ અમે આ ત્રિલોકનાથનો સંદેશો તને સંભળાવીએ છીએ, આહાહા ! સાંભળનારાઓને કહે છે, સિદ્ધને કેમ અમે સ્થાપ્યા અને વંદન કેમ કર્યું? ભાવ દ્રવ્ય સ્તુતિ કેમ કરી? કે એનું ચિંતવન કરી અને એના સ્વરૂપ જેવું, મારું સ્વરૂપ છે. એમ અંતરમાં ધ્યાન કરીને, ધ્યાવીને સિદ્ધ જેવા થઈ જાય છે. આહાહા! અને એ સિદ્ધ, ચાર ગતિથી વિલક્ષણ છે. છે? “પંચમગતિ મોક્ષ તેને પામે છે.” ચારેય ગતિઓથી વિલક્ષણ. આહાહા ! એવી જે પંચમગતિ, એ પણ એક છે તો ગતિ, સિદ્ધ પણ એક ગતિ છે, પર્યાય છે, દ્રવ્ય ગુણ નહિં. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે, આ તો પંચમ ગતિને પામે છે. એમ છે ને? પર્યાયને પામે છે. પૂર્ણ મોક્ષ દશાને પામે છે. આહાહા! પંચમ ગતિ એવો જે મોક્ષ એને પામે છે. એટલે કે એ સિદ્ધ પર્યાયને પામે છે. જેવું તારું સ્વરૂપ સિદ્ધ જેવું છે એ પર્યાયમાં તને સ્થાપ્યું, એનું ચિંતવન કરી, સ્વરૂપનું ધ્યાન કરી, પંચગતિ, મોક્ષને એ પણ એક ગતિ પર્યાય છે, પામે છે, મોક્ષ ગતિની પર્યાયને તેઓ પામે છે. મોક્ષ કોઈ ગુણ નથી, ગુણ ને દ્રવ્ય તો ત્રિકાળ છે, પામે છે એ પર્યાય હોય. આહાહા ! પંચમ ગતિ એવી મોક્ષ તેને પામે છે
હવે પહેલાં જે વિશેષણ આપ્યા હતા અંદર ધ્રુવ, અચલ ને અનુપમ ગાથાના અર્થમાં, ગાથાના અર્થમાં પહેલાં આપ્યા'તા વિશેષણ, એ વિશેષણ હવે આપે છે ટીકામાં–કે એ મોક્ષ ગતિ છે કેવી? જે મોક્ષ પર્યાય પામે છે, નવી પામે છે, હતી નહિં, નહોતી, શક્તિરૂપે સિદ્ધ હતું. પણ મોક્ષની પર્યાયરૂપે નહોતી કોઈ દિ' અભૂતપૂર્વ, (અર્થાત્ ) પૂર્વે નહિ થયેલી, એવી મોક્ષ પર્યાયને પામશે જ પામશે. આહાહા!તે મોક્ષ ગતિ કેવી છે. આહાહા ! એની વિશેષ વાત કરશે.
(પ્રમાણ વચન ગુરુદેવ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com