________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! અમૃતચંદ્રાચાર્ય છે ને આ ટીકાકાર, થોડું પણ સત્ય, અંદર હોય એવું હોવું જોઈએ ને ? આહાહા ! આમ શરૂ કરીએ છીએ એમ કુંદકુંદાચાર્ય કહે છે. તેં ! કુંદકુંદાચાર્ય કહે છે કે હું સમયસાર કહીશ એમ કુંદકુંદાચાર્ય કહે છે એમ ન લેતાં શરૂ કરું છું એમ કુંદકુંદાચાર્ય કહે છે. આહાહા ! શબ્દે શબ્દની કિંમત છે અહીં તો, આ તો સંતોની વાણી છે, કેવળીના પેટ ખોલ્યા છે જેણે. આહાહાહા ! પ્રભુ તું પણ મોટો છો તારી વાતેય મોટપ (મોટી ) છે બાપુ. આહાહા ! તારી પર્યાયમાં સિદ્ધો અનંતને સ્થાપ્યા હવે તારી પર્યાયની મોટપ, દ્રવ્યની તો શું વાત કરવી ! આહાહા ! પણ તારી પર્યાયમાં શ્રોતા (ની ) આહાહા ! અનંતા સિદ્ધોને જ્યાં સ્થાપ્યા, હવે એને રાગનો આદર રહેશે નહિં.
અલ્પજ્ઞમાં સિદ્ધને સ્થાપ્યા એ અલ્પજ્ઞપણે રહી શકશે નહીં. આહાહા ! એ સર્વજ્ઞ સ્વભાવી ભગવાનની વાત ક૨શે પ્રભુ ! તો સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ અને સર્વજ્ઞ થઈશ. આહાહા ! નિઃશંક, નિઃસંદેહ એમ જાણ તું. આહાહા ! અમે ભવી હશું કે અભવી ? રહેવા દે એવી વાત, કોણે કીધી તને એ વાત. આહાહા ! ભવી-અભવીનો માર્ગણામાં નિષેધ કર્યો છે. માર્ગણામાં ભવીઅભવી નહીં. આત્મા ભવીયે નથી ને અભવીયે નથી. ભવી હોય તો સિદ્ધમાંય ભવીપણું રહેવું જોઈએ. સિદ્ધમાં ભવીપણું રહેતું નથી. ભવીનો અભાવ છે સિદ્ધપણામાં કા૨ણ કે ભવીની યોગ્યતા હતી તે પ્રગટ થઈ ગઈ હવે ભવીપણું સિદ્ધમાં નથી, અભવી તો છે જ નહિં. પણ સિદ્ધ તો ભવી ને અભવી બેય નથી. આહાહા!
અહીં કહે છે કે જ્યાં અમે વાત કરીએ છીએ ત્યાં તું ભવી અભવીનો પ્રશ્ન જ રાખીશ નહિ, પણ અનંતકાળ થશે મને સિદ્ધ થવામાં એ પણ રાખીશ નહિ. આહાહા ! જેમ સિદ્ધ થવાને સમકિત થયા પછી અસંખ્ય સમય જ જોઈએ, અનંત સમય ન જોઈએ. આહાહા ! તેમ અહીંયા અમે સ્થાપીએ છીએ તો પ્રભુ વિશ્વાસ કરજે, વિશ્વાસ કરજે અંદર કે આ આત્માને આવી વાત સાંભળવા મળી અને અમે જ્યારે સાંભળવાને લાયક છીએ, અને એમાં અનંતા સિદ્ધોને પ્રભુએ અમારામાં સ્થાપ્યા અને અમારી યોગ્યતા દેખીને તેણે સ્થાપ્યા છે. આહાહા ! શ્રોતાઓને સાગમટે નોતરું આપ્યું છે. સાગમટે નોતરું એટલે સમજ્યા ને ? બધા આવજો એમ. અમારે કાઠીયાવાડમાં સાગમટે નોતરું એટલે આખું ઘર આવજો જમવા, એને સાગમટે નોતરું કહેવાય. કંદોરાબંધ જમવાનું કહે તો તો જુવાનીયા આવે, ને કન્યાનું કહે તો કન્યા આવે. એવા ત્રણ પ્રકા૨ છે. જમણની વિધિના ત્રણ પ્રકા૨ છે, છે ને ? ત્રણ છે ને ? ટોળીયા.
અહીંયા સાગમટે નોતરું છે. આહાહા ! પ્રભુ બધા શ્રોતાઓ સિદ્ધ પદને થવાને લાયક છો, હોં તમે બધા. તેથી અમે સિદ્ધને સ્થાપીએ છીએ તમારામાં પ્રભુ. આહાહા ! અને એ વાત અમે શરૂ કરીએ છીએ એટલે કે તારે પણ તે વાત સાંભળવા તૈયારી રાખવી પડશે, શરૂ કરીએ છીએ એટલે પછી થાય ત્યાં સુધી તારે ધ્યાન રાખવું પડશે. આહાહા ! આહાહા !
‘ એ સિદ્ધ ભગવંતો, ’ હવે જે સિદ્ધ સ્થાપ્યા, પોતાની પર્યાયમાં અને શ્રોતાના– સામાના આત્માની પર્યાયમાં, જે સિદ્ધને સ્થાપ્યા, “ એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા, પોતાનો આત્મા સાધ્ય છે એના સ્થાનમાં સિદ્ધ છે. સિદ્ધ પણ સાધ્ય છે જેમ આત્મા સાધ્ય છે તેમ, સિદ્ધપણું સાધવું છે, એમ અહીંયા આત્મા સાધવો છે, એ આત્મા સિદ્ધને સાધવો છે. સિદ્ધપણાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
,,