________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
ગાથા – ૧ રચવું એનું નામ પરિભાષણ, પરિ એટલે સમસ્ત પ્રકારે કહેવું, એટલે જે શૈલીએ, જે પ્રકારે, જે કાળે, જે ક્ષેત્રે કે એને યોગ્ય જે શબ્દો હોય એને રચવા એનું નામ પરિભાષણ. પંચમ આરાના પ્રાણીઓ માટે આંહી કહીએ છીએ અને અમે પંચમઆરામાં છીએ તો એને યોગ્ય પણ પરિભાષણ થશે. આહાહા ! સમજાણું કાંઈ?
શરૂ કરીએ છીએ.” પરિભાષણ કરીએ છીએ એમ નથી કહ્યું, શરૂ કરીએ છીએ જ્ઞાનના વિકાસમાંથી શરૂ કરીએ છીએ કહેવા માટે. આહાહાહા ! અને છમસ્થ છીએ અમે શરૂ કરીએ છીએ. આહાહા! પણ શરૂ કર્યું એવું એનું પૂરું થઈ ગયું, પૂરણ સમયસાર થઈ ગયું. આહાહા! સમજાણું કાંઈ ? કહેવા વખતે અમે કે અમે શરૂ કરીએ છીએ, શરૂ કરીએ છીએ. આહાહા ! પૂરણ થવું એને માટે કાળ પણ અહીંયા પૂરણ તો થઈ ગયું એને. ૪૧૫ ગાથા ને ટીકા પૂરી થઈ ગઈ. પૂરણ થઈ ગયું. પરિભાષણ શરૂ કરીએ છીએ. જ્ઞાનની ધારામાં અમારે જે કહેવું છે એ અમે ભગવાન પાસે સાંભળ્યું છે, શ્રુતકેવળી પાસે ચચ્યું છે અને અમને પણ અંદરમાંથી પોતાથી પણ ભાસી ગયું છે, એમાંથી શરૂ કરીએ છીએ. આહાહા! ગજબ કહે છે!! કહેશું એમ ન કીધું. પરિભાષણ કરશું, ભાઈ ! પંડિતજી! (આચાર્યદેવ કહે છે) શરૂ કરીએ છીએ, ગજબ વાત કરે છે ને! શું કરે છે. આહાહા! પ્રભુ. “એયત્ત વિહત્ત દાએઠું” એટલું તો કીધું પણ પાછું કીધું જો “જદિ દાએજજ દેખાડવામાં આવે, હું છઘી છું. આહાહા ! મારો નાથ અને તારો નાથ એવા આત્માને કહેવા માટે હું શરૂ કરું છું. પણ જો દેખાડીશને, એયત્ત વિહત્ત દાએહ દેખાડું છું દેખાડું છું. પણ દેખાડીશ તો..... આહાહાહા !
પ્રભુ તું શ્રોતા તરીકે આવ્યો છે, સિદ્ધને સ્થાપ્યા છે, આહાહા! અનુભવથી પ્રમાણ કરજે. આહાહા! શરૂ કરીએ છીએ પણ શરૂ કર્યું એ તો પૂરણ થઈ ગયું એમને તો. શ્રી ટોડરમલે શરૂ કર્યું પણ પૂરણ ન થયું. “મોક્ષમાર્ગ પ્રકાશક' શરૂ કર્યું પણ પૂરું ન થયું. આ સંત કહે છે કે હું શરૂ કરું છું હજી પણ પુરું થઈ જશે. આહાહા! શરૂ કરીએ છીએ એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે, આહાહા ! સંત- આચાર્ય એમ વાણી દ્વારા આમ કહે છે. છે તો બધી વસ્તુ નિર્વિકલ્પ અને નિર્વિકલ્પ દશામાં સિદ્ધો રહ્યા છે, પણ આ રીતે હું વાણી દ્વારા એ રીતે વસ્તુની સ્થિતિનું વર્ણન શરૂ કરું છું. શરૂ કરું છું. આહાહા !
વોચ્છામિ ” એમ કહ્યું ને ! ભાઈ, એમાંથી આ કાઢયું (કહ્યું) શરૂ કરું છું. “વંદિતુ સવ્વ સિદ્ધ' સર્વ સિદ્ધોને સ્થાપીને, મારા અને તારા આત્મામાં, ભાવ અને દ્રવ્ય સ્તુતિથી ભાવ અને દ્રવ્ય વચનથી, આહાહાહા! શરૂ કરીએ છીએ. આહા! હું કહું છું એમ ન લેતાં શરૂ કરીએ છીએ એમ, “વોચ્છામિ' શબ્દ પડયો છે પાઠમાં, હેં? (હું કહું છું ) કહું છું. એનો અર્થ અમૃતચંદ્ર આચાર્ય આ કાઢયો. આહાહા! જે ભાવ છે એ જ કાઢેલો છે હોં કે એ “વોચ્છામિ' કહ્યું ભલે પણ એનો અર્થ આ છે. આહાહા ! શરૂ કરું છું. કહેવાનું શરૂ કરું છું. આહાહાહા ! (ગાથામાં તો ભાવ-દ્રવ્ય વચન નથી ) વિકલ્પ ઉઠયો છે એ દ્રવ્યવચન છે. વિકલ્પ છે ને એ જ દ્રવ્યવચન છે. વાણી તો અસબૂત વ્યવહારનયે દ્રવ્યવચન છે. વિકલ્પ ઊઠે છે એ અંતર્જલ્પ છે. નિર્વિકલ્પતા છે એ તો અંતર શાંતિ સમાધિ છે, ભાવ નમસ્કાર અને ભાવતુતિ છે. આહાહાહા !
એમ શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આમ કુંદકુંદાચાર્યદેવ કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com