________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧
૬૩
લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિસ્થાને છે. સિદ્ધપણાને લીધે સાધ્ય આત્માના પ્રતિસ્કંદ પ્રભુ પૂરણ તમે છો, તો સામે પ્રભુ તું પૂરણ છો. પ્રતિસ્કંદ ( પડઘો ) સામો અવાજ ધ્વનિ સામે ઘડાકા મારે છે. આહાહા ! પૂરણ તમે આનંદના નાથ છો. તો અવાજ સામો આવે છે પ્રતિસ્કંદ, પૂરણ અનંત આનંદના નાથ તમે છો; આહાહા ! જેટલા સિદ્ધને માટે વિશેષણો કહેવામાં આવે એનો સામો અવાજ ધ્વનિ ઊઠે છે, પ્રતિધ્વનિ કે તું તેવો જ છો. આહાહા ! સમજાણું કાંઈ ?
દ
‘સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સિદ્ધપણાને લીધે, પૂરણ સિદ્ધ થઈ ગયા છે ને એને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિસ્થાને છે. આત્મા સાધ્ય છે તેના પ્રતિસ્થાને સિદ્ધ છે. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો, જેમના સ્વરૂપનું, જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો, અભવ્ય કાઢી નાખ્યા, આહાહા ! ચિંતવન કરીને- અંદરનું ધ્યાન કરીને. આહાહાહા ! સંસારી ભવ્ય જીવો જેમના સ્વરૂપનું ચિંતવન કરીને, જેવા સિદ્ધ છે એવો જ હું છું. આહાહા ! મારી જાતમાં અને પ્રભુની જાતમાં ફેર નથી, આહાહા ! એમ ચિંતવન કરીને સિદ્ધને પોતાના આત્મામાં ચિંતવન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, સિદ્ધ સમાન. પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને, જોયું ? મૂળ તો અહીં પાછું લઈ જવું છે. ચિંતવન ભલે એના સ્વરૂપનું પણ મૂળ તો પાછું અહીંયાં લઈ જવું છે, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, આહાહા ! જેમ બાળક પોતાની માતાને ધાવે છે એમ આનંદનું ધ્યાન કરીને ધ્યાવીને. આહાહા! છે? પોતાના સ્વરૂપને ધ્યાવીને પોતાના સ્વરૂપને ધ્યાવીને. આહાહા ! સ્વરૂપને ધ્યેય બનાવીને, ધ્યાનમાં ધ્યાવીને. આહાહા ! સ્વરૂપને ધ્યાનમાં ધ્યેય બનાવીને, ધ્યાનમાં ધ્યાવીને, એનો ૨સ લઈને, આહાહાહાહા ! તેમના જેવા થઈ જાય છે. તેમના જેવા થઈ જાય છે. અહીં ન થાય એનો પ્રશ્ન અહીં છે જ નહિ. આહાહા!
સિદ્ધનું ધ્યાન, આત્મા સાધ્ય તેના પ્રતિચ્છંદના સ્થાને છે જેવા તમે સિદ્ધને કહેશો એવો જ તમારો આત્મા છે. એવા આત્માને સિદ્ધના સ્વરૂપનું ચિંતવન કરી પહેલું, પહેલું ચિંતવન પછી અંદર ધ્યાન કરીને આમ. અંતરના પૂરણ સ્વભાવને ધ્યાવીને, આહાહા! ધ્યાવીને એટલે ધ્યાનમાં તેના આનંદને લઈને. માતાના આંચળમાંથી જેમ બાળક દૂધ પીવે એમ આત્માના અંદર આનંદમાંથી તે ધ્યાવીને, આનંદને પીને. આહાહા !
એક જણો કહે કે આ સમયસાર હું ૧૫ દિવસમાં વાંચી ગયો 'તો તમે બહુ વખાણ કરો છો બાપુ ! પણ હું ૧૫ દિવસમાં વાંચી ગયો. એ ભાઈ ! એની એકેક કડી ભાઈ બાપા ! (વાંચી ગયો 'તો, સમજ્યો નહતો ) સમજે શું ધૂળ ? પણ એમ કહે, તમે સમયસારના બહુ વખાણ કરો છો, હું વાંચી ગયો. બાપા અંગ્રેજીના શબ્દો એ-બી. એ-બી એમ કરીને વાંચી ગયો. પણ બાપુ, એની એકેક કડી, એકેક ગાથા બાપુ, આ તો સંતોની અમર વાણી છે. અમૃતવાણી- અમર થવાની વાણી છે. એ વાણી અફર છે–એમ તમને અફરપણું, સિદ્ધપણું થાય એવી આ અફર વાત છે, શ્રોતાઓને એમ કહે છે. આહાહાહા !
તે સમાન પોતાના સ્વરૂપને, જોયું ? સિદ્ધ સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, આહાહાહા ! તેમના જેવા થઈ જાય છે. સિદ્ધ જેવા થઈ જાય છે. (શ્રોતાઃ પર્યાયમાં ) આહાહા ! જે સિદ્ધનું ચિંતવન કરે એને વંદન અમે કેમ કર્યું, એનો આદર કેમ કર્યો કે એનું ધ્યાન,ચિંતવન કરીને એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com