________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
ગાથા – ૧ પ્રકાશિત કીધું વાણી, સમયપ્રાભૃત કર્યું છે ને! સમયપ્રાભૃત કહીશ
- હવે “શ્રુતકેવળી ભણીયું” એ ચોથું પદ છે એનો અર્થ ચાલે છે. આહાહાહા! “સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર,” સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર, સમજાવવું છે તો શી રીતે સમજાવે ? એક કોર કહે બીજા પદાર્થને જાણવું એ અસભૂત છે, પણ અહીંયા તો સર્વ પદાર્થને સાક્ષાત્ કરનાર એવો જ્ઞાનનો સ્વભાવ છે એમ સિદ્ધ કરવું છે; કેવળજ્ઞાનીનો. આહાહાહા ! | સર્વ પદાર્થોના સમૂહ. આહાહાહા ! અનંતા દ્રવ્યો, અનંતા દ્રવ્યોના અનંતા ગુણો, અનંતી પર્યાય એના ઢગલા પડયા છે આખા લોકમાં, આહાહા! સમૂહ છે. આહાહા ! અનંત આત્માઓ છે એ કેવળજ્ઞાનના કંદ પડ્યા છે, પ્રગટરૂપે સિદ્ધ છે એ પર્યાયની શોભાથી પ્રગટ છે. એ બધા પદાર્થોમાં આવી જાય છે, સર્વ પદાર્થના સમૂહુને સાક્ષાત્ કરનાર કેવળી ભગવાન. કોઈ આમાં એમ કહે કે શ્રુતકેવલી ભણિયે કહ્યું છે. એણે બેય ક્યાંથી કાઢયા? કે બેય એમાંથી નીકળે છે. નિયમસારમાં ચોખ્ખા બે શબ્દ જૂદા પાડયા છે “કેવળી” “શ્રુત કેવળી ભણિય'. પહેલું પદ છે નિયમસારમાં, એ કહેવાનો આશય આમાં પણ એ જ છે. આહાહા!
કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી આહાહાહા ! કોલ કરાર !! મહાવ્રતધારી છું હું મુનિ, સત્યવ્રતધારિ છું એ હું કહું છું, આહાહા ! કે આ અર્વતનો આ પ્રવચન, એ સાક્ષાત્ કેવળી ભગવાનના શ્રવણથી કહેલું છે, એનાથી કહેલું છે. આહાહા ! દુઃખ લાગે બીજા સાધારણ માણસને દુઃખ લાગે, શ્વેતાંબરને કે પણ આ વાણી છે જ નહિ ત્યાં, આ સ્થિતિ જ ત્યાં નથી. બધી કલ્પિત વાતો કરીને ઊભું કર્યું છે ત્યાં. બાપા શું થાય? આહાહા ! અહીંયા તો સર્વજ્ઞ ભગવાન, કેવા? કે સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત, પ્રત્યક્ષ કરનાર, એવા સર્વજ્ઞથી પ્રણીત, સર્વજ્ઞથી પ્રણીત, નિમિત્તથી કથન છે ને? એનાથી કહેવાયેલું હોવાથી, એનાથી કહેલું હોવાથી એક વાત. બીજું કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર 'આહાહાહા!પ્રભુના સમોસરણમાં નજીકમાં બિરાજમાન શ્રત કેવળીઓ. ઓહોહો! ભગવાનની વાણી નીકળતી, એના સમોસરણમાં નિકટવર્તી નજીક સાંભળનારા બેઠા છે. આહાહાહા !નિકટવર્તી કેવળીઓના- નજીકમાં રહેનારાસાક્ષાત્ સાંભળનારા, બીજે કીધું ને એણે સાંભળ્યું, એમ નહિ. આહાહા! ભગવાનની સીધી વાણી, સમોસરણમાં સીધી સાંભળનારા. આહાહાહા!તેમજ પોતે અનુભવ કરનારા-ભગવાનની નિકટમાં ભગવાનની વાણી તો સાંભળી તો ખરી સીધી. સીધી સાંભળી ત્યાં અને અનુભવ કરનારા, એકલું સાંભળ્યું એમ નહીં. આહાહાહા !
આ તો શ્રુતકેવળીની વ્યાખ્યા ચાલે છે. પોતે અનુભવ કરનારા જાતે અનુભવ કરનારા બીજાએ કહ્યું એટલે હું કહું છું માનું છું, એમ નહીં. આહાહાહા ! પોતાના સ્વરૂપથી પ્રત્યક્ષ અનુભવ કરીને જાણનારા, જુઓ આ શ્રુતકેવળીઓ!! આહાહા! આ શાસ્ત્રની પ્રમાણતા સ્થાપે છે, કે આ શાસ્ત્ર કેવળીના શ્રીમુખે નીકળેલું છે અને નિકટવર્તી શ્રુતકેવળીઓએ કહેલું છે, એણે સાંભળ્યું છે અને અનુભવ્યું છે, એમનાથી કહેલું આ સમયસાર છે. આહાહાહાહા ! સાક્ષાત્ સાંભળનાર તેમજ પોતે અનુભવ કરનાર, આહાહા! વિતરાગી સ્વભાવનો પોતે અનુભવ કરનાર, ભગવાને વીતરાગભાવ તો કહ્યો પણ સાંભળીને પોતે વીતરાગભાવનો અનુભવ કરનાર, વીતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા તો વીતરાગ સ્વરૂપ છે દ્રવ્ય, જિન સ્વરૂપ છે પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com