________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દિગંબર સંતો! મરી ગયેલા રાગથી છે. આહાહા! અરે! એકલી નિર્માન દશાથી (કહે છે) અમે ભગવાન પાસેથી સાંભળેલું કહીશું અને નિકટવર્તી ગણધરો, ગણધરોના નિકટવર્તી વર્તનારાએ એનાથી કહેલું કહેશું. પણ પ્રભુ-તમે અહીં છો ત્યાં તો ગણધર અને ભગવાન અહીં નહોતા ને? સાંભળ. સાંભળ. કુંદકુંદાચાર્ય તો હતા પણ અમૃતચંદ્રાચાર્ય કળશ-ટીકાકાર કહે છે હું એમ કહીશ પંડિતજી? (કાનજી સ્વામી તો કહે કે હું પણ કહું છું ) આહાહા!
અમૃતચંદ્રાચાર્ય તો નહોતા ગયા. ગયા'તા, ગયા'તા પ્રભુ સાંભળ તું. આહાહા ! ભગવાન કુંદકુંદાચાર્ય તો ત્યાં ગયા હતા બધી વાત એની સાચી, હવે એની ય શંકા કરે છે લોકોવિદ્યાનંદજી (કહે) કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા એનો આધાર શું? એવી શંકા, અરે પ્રભુ આમ ન હોય ભાઈ, હિતના પંથમાં આવી શંકાઓ ન હોય પ્રભુ. આહાહા ! બહારની મોટપ જગતને મારી નાખશે બાપા. આહાહા! આ કુંદકુંદાચાર્ય કહે છે કે કલ્પનાથી આગમ બનાવ્યા એમ કરીને, બધા નાખ્યા છે. દિગંબર સિદ્ધાંત સિવાય બધાએ કલ્પનાથી બાંધેલા છે. એ અપ્રમાણ હોય એમ નથી એમ કહે છે જેથી અપ્રમાણ હોય એવું આમાં નથી. આહાહા ! (એમ એ લોકો કહે છે)
વિશેષ કહેશે- પ્રમાણ વચનગુરુદેવ
પ્રવચન નં. ૮ ગાથા - ૧ તા. ૧૫-૬-૧૯૭૮ ગુરુવાર જેઠ સુદ-૯ સં. ૨૫૦૪
સમયસાર ભાવાર્થ છે પહેલી ગાથાનો ભાવાર્થ-ગાથાનો અર્થ થઈ ગયો છે. “ગાથા સૂત્રમાં આચાર્યે વક્ષ્યામિ કહ્યું છે વોચ્છામિ કહ્યું છે ને વાચ્છામિ એનો અર્થ વક્ષ્યામિ કર્યો છે. તેનો અર્થ ટીકાકારે વર્ચે પરિભાષણે ધાતુથી પરિભાષણ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે કે ચૌદ પૂર્વમાં જ્ઞાન પ્રવાદ નામનો પાંચમા પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે. તેમાં એકેકના વીસ વીસ પ્રાભૂત અધિકાર છે. તેમાં દસમાં વસ્તુમાં સમય નામનો પ્રાભૃત છે. તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન, શબ્દોનું નહીં. અર્થોનું જ્ઞાન, અર્થોનું જ્ઞાન, આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. અર્થ હોં? સૂત્ર શબ્દો નહિ, મૂળ શબ્દો નહિ, અર્થોનું જ્ઞાન હતું. શબ્દો જે હતા એ નહોતા એ વખતે. આહાહા ! તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. પણ હતું એટલે શું કે આચાર્યોને તો હતું પણ કુંદકુંદાચાર્યને પણ હતું.
તેમણે સમયપ્રાભૂતનું પરિભાષણ કર્યું. પરિભાષાસૂત્ર બાંધ્યું. એટલે? સૂત્રની દસ જાતિઓ કહેવામાં આવે છે તેમાં એક પરિભાષા જાતિ પણ છે. એટલે ? પરિભાષા એટલે? અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે, શબ્દની વાત અત્યારે અહીં નથી શબ્દો તો હતા જ નહિં, અર્થ દ્વારા જ્ઞાન થતું. અર્થને સૂચવે, એમ કહેવું છે. યથાસ્થાનમાં અધિકારને જ્યાં જોઈએ ત્યાં, તેના અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. સમજાય છે? મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો નહોતું... કુંદકુંદાચાર્યને એના અર્થનું જ્ઞાન હતું. અને એ અર્થને યથાસ્થાને રચવા એટલે પરિભાષા એને કીધા.. “વોચ્છામિ' યથાસ્થાને અર્થોને કહીશ. જે ઠેકાણે જેની જરૂર છે, તે સ્થાનમાં તે સૂત્રોના અર્થો આવશે એમ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com