________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૬૫
પ્રવચન નં. ૭ ગાથા - ૧ તા. ૧૩-૬-૧૯૭૮ મંગળવાર જેઠ સુદ-૭ સં.૨૫૦૪
સમયસાર! પહેલી ગાથા ચાલે છે, અહીં સુધી આવ્યું છે. “પંચમગતિ મોક્ષ તેને પામે છે” ત્યાં સુધી આવ્યું છે. હવે એ ગતિ કેવી છે, એ વાત ચાલે છે, વિશેષણો પહેલાં આપ્યા છે, ધ્રુવ, અચલ અને અનુપમ એનાં વિશેષણો હવે સ્પષ્ટ કરે છે. અંદરમાં સ્થાપીને પોતાની પર્યાયમાં, અનંત અનંત સિધ્ધોને સ્થાપીને અને વાચ્છામિ કીધું છે ને? કહીશ, તો કો'કને કહે છે ને? વાચ્છામિ કીધું છે ને? કહીશ તો એને પણ કહે છે હું કહીશ, એને પણ હું સિદ્ધોને સ્થાપું છું.
એવા સિદ્ધનું ધ્યાન કરીને, પોતાના સ્વરૂપને ધ્યાવે, અને તેથી તે સિદ્ધપદને પામે, તેને અહીંયા સિદ્ધગતિ કહે છે, એ સિદ્ધગતિ કેવી છે? એ કહે છે, કેવી છે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે. સ્વભાવરૂપ છે એમ નથી કીધું કેમકે પર્યાય છે ને !સિદ્ધની પર્યાય છે એટલે સ્વભાવભાવરૂપ છે, સ્વભાવભાવભૂતતયા” એમ શબ્દ છે ને! મૂળ સંસ્કૃત શબ્દ એમ છે–સ્વભાવભાવભૂતતયા, સ્વભાવભાવરૂપ- ભૂતનો અર્થ રૂ૫. આહાહા! સિદ્ધ ગતિને પામ્યા એ અનંતા સિદ્ધોને મારા અને તમારા આત્મામાં સ્થાપું છું. આહાહા ! તે સિદ્ધ કેવા છે? કે પંચમ ગતિને પામેલા છે. આહાહાહા ! સ્વભાવભાવરૂપ થઈ ગયેલા છે. સ્વભાવ તો ત્રિકાળ છે પણ અહીંયા તો સ્વભાવભાવની પર્યાયરૂપ થયા છે દશામાં, સિદ્ધ ભગવાન એની પર્યાયમાં સ્વભાવભાવરૂપ થયા છે. સ્વભાવભાવરૂપ છે. વસ્તુ તો સ્વભાવ છે, ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપ જ છે, તેથી તો પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપીને કહીશ, તો કહેનારને અને સાંભળનારને- બેયને સ્થાપીને એમ કહ્યું. આહાહા ! અને તે ગતિ કેવી પામે છે? કે સ્વભાવભાવરૂપ- જેવો એનો સ્વભાવ છે એવો જ એની દશામાં સ્વભાવભાવરૂપ દશા પામે છે. સ્વભાવ ભાવ એટલે એની પર્યાય બતાવે છે. સ્વભાવ ત્રિકાળ, વર્તમાન એનો સ્વભાવભાવરૂપ થઈ ગયા છે. આહાહા ! પંડિતજી! આહાહા !
જેવો એનો સ્વભાવ હતો એવી જ દશા પર્યાયમાં- એના ભવનરૂપી ભાવમાં, સ્વભાવભાવરૂપ દશા થઈ છે. આહાહા ! તેથી એને ધ્રુવ કહે છે. પર્યાયને ધ્રુવ કહે છે. ધ્રુવ સ્વભાવ જે હતો, સ્વભાવ ધ્રુવ હતો એમાંથી પર્યાયને સ્વભાવભાવરૂપ પરિણમાવી, એને ધ્રુવ કહીએ છીએ. આહાહા! (બે ધ્રુવ થયા ત્રિકાળ ધ્રુવ અને એક વર્તમાન ધ્રુવ) હા, ધ્રુવ એ પર્યાય છે અહીંયા. કારણ તો એમ કહેવું છે ને કે સ્વભાવરૂપ દશા થઈ ગઈ, હવે એને ત્યાંથી ફરવાનું નથી, ધ્રુવ થઈ ગયું. આહાહા! ચાર ગતિમાં તો બદલી જાય છે ગતિ, એક ગતિમાંથી બીજી ગતિ આ તો ધ્રુવ (પર્યાય!) આહાહા ! એ કહે છે. જુઓ.
સ્વભાવભાવરૂપ છે તેથી, સ્વભાવભાવરૂપ છે તેથી, “સ્વભાવભાવભૂતતયા ધ્રુવન્ત' એમ તેથી ધ્રુવપણાને અવલંબે છે સંસ્કૃત છે ને? “સ્વભાવભાવભૂતતયા ધ્રુવન્ત’ આહાહા ! એમ કરીને સ્વભાવ પણ જેનો હતો ઈ. એ કાંઈ નહતો એમ નહિ. એમ એ આવ્યું તો એ કાંઈ બહારમાંથી કોઈ ચીજ નથી આવી. આહાહા! એનો એ સ્વભાવભાવ હતો, તે સ્વભાવભાવરૂપ પર્યાયમાં ભાવ થઈ ગયો. આહાહા ! સ્વભાવભાવ તો ત્રિકાળ હતો. એમાંથી વર્તમાન પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com