________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SO
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવી અનંતી પર્યાયનો ધરનાર ગુણનો ધરનાર પ્રભુ, આહાહા ! એના લક્ષમાં હવે રહીને અમારી વાત સાંભળ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
સમય નામના પ્રાભૂતનું ભાવવચન મારા ક્ષયોપશમના જે જ્ઞાનની દશા ઊઘડી છે. એ ઊઘડી દ્વારા હું કહીશ. જ્ઞાન નિમિત્ત છે ને વાણીને વિકલ્પને, પણ જ્ઞાનનું એ ભાવ વચન દ્વારા, ભાવવચન એટલે વિકલ્પ નહીં. અહીંયા ભાવવચન એટલે જ્ઞાનનો વિકાસ જે પર્યાયમાં છે. જે હું સમયસારને કહેવા માગું છું, એનું મને જ્ઞાન છે વિકાસમાં, એ વિકાસથી એને અમે ભાવવચન કહીએ છીએ. આહાહા !
જે કહેવાશે સમયસાર એનું મને અહીં જ્ઞાન છે તો હું કહીશ. તો એ ઉઘડેલા જ્ઞાનને ભાવવચન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કાલ તો ઓલા દાકતરને એ હતા ને એ સમજે નહીં ને એટલે સ્પષ્ટીકરણ વિશેષ ન આવ્યું એક તો માંડ ગુંચાઈ ગયેલા હોય બહારમાં. આહાહા ! આ વાતું બાપા, આ તો નિવૃત્તિની વાત છે તન. આહાહા.! એની સાથે એમ કહ્યું કે દ્રવ્યવચન એટલે કે વિકલ્પ આદિ. તો એમાંથી જે પુણ્ય બંધાશે તેમાં અમને ભવિષ્યના ભવમાં સંયોગ બધો ધર્મનો જ મળશે. દ્રવ્ય સ્તુતિ થઈને? આહાહા ! અમે ભગવાન પાસે, ગણધરો, સંતો પાસે કે વાણી તે સ્થાને જ અમે ભવિષ્યમાં જવાના અમારું પૂરું કરવા, આહાહાહા ! ભાવથી તો વર્તમાન અને નિર્વિકલ્પ સમાધિથી સ્તુતિ કરીએ છીએ, પણ વિકલ્પથી પણ કરીએ છીએ, કારણ કે અમને ખબર છે કે આ ભવમાં સર્વજ્ઞ નથી. આહાહા! સર્વશને સ્થાપીએ છીએ પણ પર્યાયમાં આ ભવે સર્વજ્ઞપણું નહિ થાય, એમ અમને ખબર છે, તેથી વિકલ્પમાંથી એવું પુણ્ય બંધાશે કે જ્યાં સર્વજ્ઞ પરમાત્મા હશે, સમોસરણ હશે, ગણધર હશે, એ વિકલ્પના ફળમાં એવું પુણ્ય બંધાશે ને એવો સંયોગ મળશે. આહાહા!
સ્વભાવની ધારાથી સ્વભાવ પૂર્ણ થશે અને વિકલ્પની ધારાથી પૂર્ણને સમજાવનારના સંયોગ પ્રાપ્ત થશે. આહાહા ! સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ! અરે ! પરમાત્માના સંતોના પેટ મોટા બહુ. આહાહા ! એની જ્ઞાનકળા, સમકિત કળા, ચારિત્ર કળા એની શું વાતું કરવી? આહાહા ! એ મુનિરાજ પોતે કહે છે આમ હોં! અમૃતચંદ્રાચાર્ય કહે છે, હજાર વર્ષ પછી થયેલા, પ્રભુ પણ તમે તો પ્રભુ પાસે ગયા નહતા ને? કુંદકુંદાચાર્ય તો ગયા હુતા, અને જેથી સમકિતની દશા ભલે ક્ષાયિક ન હો, પણ ત્યાં ગયા હતા માટે અપ્રતિહત દશા તો હો, પણ તમે ગયા નહોતા ને? અમે ભાવ ભગવાન પાસે ગયા છીએ. આહાહા! અને એમાંથી એ જ્ઞાનની ધારા આવે છે, એ દ્વારા કહેશું. આહાહાહાહા ! મારા વૈભવથી કહીશું એમ કહે છે, પછી કહેશે કે મને કેવળી અને શ્રુતકેવળીએ સંભળાવ્યું છે. નિમિત્તથી કહેશે, ભગવાને અમને સંભળાવ્યું છે, શ્રુતકેવળીઓ હારે ચર્ચા થઈને સાંભળ્યું છે, પ્રભુ! આહાહા! અમે એવા એકલા પ્રાણી પંચમઆરાના નથી. પણ અમે ભગવાન પાસે સાંભળ્યું છે. આહાહાહા ! અને સંતો પાસે ને શ્રુતકેવળીઓ પાસે મેં ચર્ચાઓ કરી છે. પ્રભુ મારો આત્મા પંચમકાળમાં ભલે હો પણ આવી સ્થિતિમાં હતો ત્યાંથી આવેલો છે. (આપનું પણ એમ જ છે સાહેબ) ગજબ ટીકા છે. આહાહા! ભાવ અને દ્રવ્યને સ્થાપીને. સમય નામ ભાવવચન ને દ્રવ્યવચનથી પરિભાષણ. પરિભાષણનો અર્થ કરશે, જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં તે સ્થાપન કરવું. શાસ્ત્રનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com