________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે તેમ ખોલે છે. આહાહા! જેમ ભેંસના આઉમાં દૂધ ભર્યું હોય અને બળુકી બાઈ કાઢે, એમ આ પાઠમાં ભાવ ભર્યા છે એ અમૃતચંદ્રાચાર્ય તર્કથી, સ્પષ્ટ તર્કથી તે ભાવને બહાર ખોલે છે. આહાહા ! (વર્તમાનમેં આપ ખોલતે હૈ) આહાહા ! એની બલિહારી બાપા!
ભાવ સ્તુતિથી આદર કરું છું, એટલે કે ભાવ તિથી પણ મારી પર્યાયમાં નિર્વિકલ્પ દશામાં તેને સ્થાપું છું. આહાહાહાહા ! અને વિકલ્પની દશામાં પણ એ અનંતા સિદ્ધોને હું વંદન, પર તરીકે છે એટલે વંદન કરું છું અને વિકલ્પ છે પણ એ વિકલ્પમાં પણ અનંતા સિદ્ધોને હું સ્થાપું છું. આહાહા! આવી વાત. આહા! એક વાત.
ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં, મારા આત્મામાં, આહાહા ! જુઓ તો ખરા મંગલિક કર્યું. અમે સિદ્ધ થવાના છીએ અલ્પકાળમાં હોં એમ કહે છે. અમે અનંતા સિદ્ધોનું પ્રસ્થાનું પર્યાયમાં મૂક્યું. અમે પણ સિદ્ધ ભવિષ્યમાં થવાના છીએ, આહાહા! તો અનંતા અનંતા અનંતા અનંતા સિદ્ધો, એને નિર્વિકલ્પ દશા દ્વારા અને વિકલ્પ દ્વારા મારી અલ્પજ્ઞ પર્યાયમાં અને રાગમાં એને સ્થાપું છું. આહાહા! જ્ઞાનમાં તો જાણીને સ્થાવું અને રાગમાં, વિકલ્પમાં બહુમાન, બહુમાન આવ્યું તેથી સ્થાપું છું. કારણ રાગ કાંઈ જાણતો નથી. આહાહા ! એવા અનંતા સિદ્ધ ભગવાનને ભાવ દ્રવ્ય સ્તુતિ દ્વારા પોતાના આત્મામાં એક વાત, તથા પરના આત્મામાં, આહાહા ! ગજબ કર્યો પ્રભુ સમયસારે તો. આહાહા !
શ્રોતાની પર્યાયમાં, શ્રોતા ભલે અપ્રતિબદ્ધ હો હજી અજ્ઞાની છે, છતાં પ્રભુ તું શ્રોતા તરીકે આવ્યો છે! અમે ક્યાંય સંભળાવવા જતા નથી, પણ શ્રોતા તરીકે સાંભળવા આવ્યો છો. આહા ! આ સ્થિતિને સાંભળવા આવ્યો છો તો તમારી પર્યાયની પણ એટલી લાયકાત અમને લાગે છે કે તે પર્યાયમાં અનંતા સિદ્ધોને અમે સ્થાપીએ છીએ. આહાહાહા ! અને તમારા વિકલ્પ દ્વારા પણ અનંતા સિદ્ધોને તમારી પર્યાયમાં સ્થાપીએ છીએ. આહાહા ! ભાવદ્રવ્ય બેયથી છે ને ! સ્વમાં ને પરમાં બેયમાં! આહાહાહા ! ઓહોહો ! સિદ્ધને હેઠે ઊતાર્યા છે. સિદ્ધ તો ત્યાં છે. પ્રભુ તમે અમારાથી દૂર ન રહી શકો હવે. આહાહાહા ! અમારી પર્યાયમાં અમે પ્રસ્થાનું મૂકીએ છીએ ને, એનો કાળ આવશે એટલે અમે પૂરણ સિદ્ધ થઈ જશું. એમ અહીંયા તો એટલું જોર આપે છે શ્રોતા માટે પણ, એવા જ શ્રોતાઓને, શ્રોતા તરીકે ગણવામાં આવ્યા છે. આહાહા! કે જેની અલ્પજ્ઞ પર્યાયમાં પણ સાંભળવા માટે આવ્યા છે સિદ્ધનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સાંભળવા આવ્યા છે, તો એની પર્યાયમાં પણ અમે તો અનંતા સિદ્ધને સ્થાપીએ અને એ સ્થાપી શકે છે એવી એની યોગ્યતા જોઈએ છીએ. આહાહાહા !
પરના આત્મામાં સ્થાપીને પ્રભુ પણ પર આત્મા છે એને ને તમારે શું? બાપુ! વિકલ્પ ઊઠયો છે ને !વોચ્છામિ એમ છે ને ! કહીશ એમ થયું ને! “વોચ્છામિ' શબ્દ પડયો છે ને? કહીશ એમ છે, તો કહીશ કોને? શ્રોતાને, આહાહા ! હું એને કહીશ. “વોચ્છામિ” એનો અર્થ કરશે ભાવાર્થમાં યથા સ્થાને જે શબ્દો આવવા જોઈએ તે સ્થાને શબ્દો આવ્યા છે, એનું નામ પરિભાષણ સૂત્ર કહેવામાં આવે છે, ભાવાર્થમાં આવશે. આહાહા ! આત્મામાં સ્થાપીને. પરના આત્માની પર્યાયમાં સ્થાપીને. એવા જ શ્રોતાઓને લીધા છે. આહાહાહાહા! કે જેની પર્યાયમાં અનંતા સિદ્ધો સંઘરી શકશે. આહાહા ! એની પર્યાય અનંતા સિદ્ધોને કબૂલશે અને આદર કરશે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com