________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૭
ગાથા – ૧
સર્વ સિદ્ધોને મારી પર્યાયમાં ભાવ સ્તુતિથી અને દ્રવ્ય સ્તુતિથી સ્થાપું છું એમ આવ્યું ને? છે ને? ભાવ-દ્રવ્ય સ્તુતિથી એટલે કે મારી પર્યાયમાં, હું મારો આત્મા પૂરણ શુદ્ધ એ આરાધક ને હું આરાધ્ય, હું આરાધ્ય એટલે વસ્તુ, ને આરાધક મારી પર્યાય. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ શાંતિ એ આરાધક અને ત્રિકાળી વસ્તુ આરાધવાને યોગ્ય; એવી નિર્વિકલ્પ સમાધિ એનું નામ અહીંયા ભાવતુતિ કહેવામાં આવે છે. આહાહા ! પર્યાયમાં અનંતા સર્વ સિદ્ધો, ભાઈ ! આ સંસાર ભૂલી જાય છે અહીંયા, આહાહા ! રાગેય ભૂલી જાય છે-મારી જ્ઞાન પર્યાયમાં હું, કુંદકુંદઆચાર્ય વંદિતુ કહ્યું એમાંથી અમૃતચંદ્રાચાર્યે એક હજાર વર્ષ પછી આ ભાવ આમાં છે એમ કાઢયું. આહાહા ! “વંદિતુ સવ્યસિદ્ધ ” માં ભગવાન કુંદકુંદાચાર્ય એમ કહેવા માગે છે તે હું અર્થ કરું છું. હજાર વર્ષ પહેલા થઈ ગયા.
કેમકે જ્યાં સમ્યગ્દર્શન અને જ્ઞાન ખીલ્યા છે, એ કળા બધાને કળી લ્ય છે. આહા! એ અહીંયા સીધું, એક તો સર્વ-સિદ્ધ, સિદ્ધ કર્યા એટલે કે કોઈ એક જ આત્મા માનનારા, પવિત્ર થાય એટલે બધા એક જ થઈ જાય છે, એનો નિષેધ કર્યો. (શ્રોતાઃ જ્યોતમાં જ્યોત ભળી ગઈ !) પવિત્ર થઈ ગયા, પરમાત્મા થઈ ગયા પછી જુદા શું રહે? એમ કહેનારનો નિષેધ કર્યો છે. બાપુ! દરેક પરમાત્મા અનંતા છે એની સત્તા ભિન્ન (ભિન) છે, સર્વ છે, એક છે એમ નહીં. આહાહા ! સર્વ સિદ્ધોને જે સંખ્યાતીત અનંત એ બધા સિદ્ધોને, આહાહા ! મારી અલ્પજ્ઞા પર્યાયમાં એને રાખું છું. આહાહાહા ! મારી પર્યાયની પેટીમાં અનંતા સિદ્ધોને પધરાવું છું. આહાહાહા ! મારી અલ્પજ્ઞ પર્યાયમાં અનંત સર્વ સિદ્ધોને બેસાડું છું. આમંત્રણ કરીને પ્રભુ અહીંયા પધારો. આહાહા ! મારી પર્યાય આપને અહીંયા રાખવા જેવી લાયકાત ધરાવે) છે. આહાહાહા ! ગજબ કામ કર્યું છે. (અમૃતચંદ્રાચાર્યે અમૃત ભર્યું છે સાક્ષાત).
વંદિતુ સવ્વ સિદ્ધ ગજબ કામ પ્રભુ. એક તો અનંત સિદ્ધોની સિદ્ધિ કરી. મારા પહેલાં અનંતા સિદ્ધ થઈ ગયા છે, એવા સિદ્ધોને સિદ્ધ કરી અને મારી પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં, એમાં અનંતા સિદ્ધોને સ્થાપું એટલી તાકાત છે. મારી પર્યાયની એટલી તાકાત છે કે અનંત સિદ્ધોને રાખી શકે, અનંત સિદ્ધો છે એમ પર્યાય રાખી શકે છે. આહાહા! સર્વ સિદ્ધોને ભાવસ્તુતિથી પર દ્રવ્ય છે સિદ્ધ માટે તેને એકલો દ્રવ્ય નમસ્કાર થાય છે, એમ નહિં એમ કહે છે. આહાહાહા! મારો ભાવ નમસ્કાર ભેગો છે. હું શુદ્ધ પૂર્ણાનંદ પ્રભુ એ આરાધવાને લાયક તે હું અને નિર્વિકલ્પ પર્યાયથી આરાધક પણ હું એવી ભાવ સ્તુતિથી મારી પર્યાયમાં સિદ્ધને સ્થાપું છું. આહાહા ! વંદન કરું છું. ગજબ ટીકા છે. આહાહા ! અત્યારે તો આવી ક્યાંય ( જોવા મળતી નથી) ટીકા, આત્મખ્યાતિ ટીકા ગજબ છે. ભાઈ ! ( એનું સ્પષ્ટીકરણ ગજબ કર્યું છે આપે) હા, એમાં છે કેટલુંક છેને એમાં. આહાહા ! એવા અનંત સિદ્ધોને મારી અલ્પજ્ઞ પર્યાયમાં એમ હું કહું એમ નહિં, પણ મારી પર્યાય અનંત સિદ્ધને સંઘરી શકે છે, અનંતા સિદ્ધો એટલે અનંતા કેવળજ્ઞાનીઓ, અનંતા સર્વજ્ઞો એક સર્વશને કબૂલે તો આંયા તો અનંત સર્વજ્ઞને કબૂલે એવી મારી અલ્પજ્ઞ પર્યાયની તાકાત છે. આહાહા ! ગજબ કામ કર્યું છે ને ! આહા! હું ભાવ સ્તુતિ (થી) તો સ્થાપું છું, પણ વિકલ્પ દ્વારા પણ સ્થાપું છું સિદ્ધને, વ્યવહાર. મારી પર્યાયમાં સ્થાપું છું. આહાહા ! આમ કુંદકુંદાચાર્ય જે પાઠમાં કહે છે તેને અમૃતચંદ્રાચાર્ય, એમાં આ ભાવ ભરેલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com