________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૫ નામ રાખ્યું છે. અહીં નથી, ત્યાં આવ્યું છે. હમણાં ભેટ આવ્યું છે ને?
અહીં કહે છે કુંદકુંદાચાર્ય, એ સિદ્ધ ભગવંતો કેવા છે, આહાહા ! પરમાત્મ થયેલી દશા અસ્તિપણે, શ્રધ્ધાના ઠેકાણાં ક્યાં હજી એને? આહાહા ! કે જેમ અનંત જીવો પરિભ્રમણ કરનાર છે એમ અનંત જીવો પૂરણ સિદ્ધને પ્રાપ્ત થયેલા પણ છે. કારણ કે હું જ્યારે શરૂઆત કરું છું પૂરણ થવાની, તો અલ્પકાળમાં મારી પૂર્ણતા થશે તો જેણે શરૂઆત કરી છે અને અલ્પ કાળમાં થઈ ગઈ છે, એવા અનંતા જીવો થઈ ગયા છે. લોજીક ન્યાયથી છે. આહાહા ! સમજાણું કાંઈ? એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સિદ્ધ પરમાત્મદશા, અશરીરી જેને શરીર નહિં, વાણી નહિં, વિકલ્પ નહિ રાગ નહિં, પૂર્ણાનંદનો નાથ પ્રભુ! એવા અનંતા પરમાત્મા બિરાજે છે જેને “નમો સિદ્ધાણં 'માં કહે છે. પાંચ નવકાર છે ને નમો અરિહંતાણં “અરિ’ નામ દુશ્મન. રાગ અને અજ્ઞાન એ દુશ્મન છે. એને “હંત' નામ હણ્યા અને જેણે પૂરણ આનંદ પ્રગટ કર્યો તેને અરિહંત કહીએ પણ શરીર હોય, એને વાણી હોય એને, શરીર વાણી રહિતને સિદ્ધ ભગવાન કહીએ, નમો સિદ્ધાણં બીજા પદમાં એ પાંચ પદના શબ્દના અર્થ છે ! કોઈ એમને એમ નથી. ઓલ્વે ઓથે નથી. એના ભાવ શબ્દોના અર્થ ઊંડા છે. કાંતિભાઈ ! નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં નમો આયરિયાણં લ્યો શું પણ? વાડામાં પડ્યા હોય એને ભાન ન મળે. આહાહા !
એવા અનંતા સિદ્ધોને, આહાહા ! સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા, શું કીધું? આત્મા સાધ્ય છે ને આત્મા સાધવો છે ને? એના સાધ્યમાં સિદ્ધ પ્રતિછંદ, પ્રતિછંદ એટલે હે ભગવાન, ત્યારે સામો અવાજ આવે, હે ભગવાન-એ પ્રતિછંદ એટલે સામો ઘડાકોપ્રતિઘાત આવે ને સામે ? હે ભગવાન તમે સિદ્ધ છો, તો સામો પ્રતિઘાત આવ્યો આમ ગુલાંટ ખાઈને “હે આત્મા તું સિદ્ધ છો” સમજાણું કાંઈ ? આહાહા ! છે? એ પ્રતિછંદના સ્થાને છે સામો ધ્વનિ ઊઠે છે. જેવો પરમાત્માને તું કહે કે તમે પૂરણ છો, પૂર્ણાનંદ છો તો એવો જ પ્રતિધ્વનિ (પડઘો ) તારામાં આમ પાછો આવે છે. તું પણ પૂરણ છો. પૂર્ણાનંદ છો. આહાહા! આવું છે. આમાં નવરાશ ક્યાં માણસને છે? આમાં સાધ્ય છે અને એ આત્મા તેના પ્રતિચ્છેદના સ્થાને છે, સિદ્ધો, સિદ્ધ પ્રતિચ્છેદના સ્થાને છે. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરી,” પૂરણ પરમાત્મ પદને પ્રાપ્ત થયા એના સ્વરૂપનું સંસારી જીવો ચિંતવન કરી, આહાહા ! એવું થવા માગે છે, જેને હવે સંસાર દશામાં રહેવું નથી. આહાહાહા ! એવા પ્રાણીને સિદ્ધ ભગવાન આત્માના સાધ્યમાં પ્રતિછંદ છે. એનું ધ્યાન કરે, વિચાર કરે કે આવા સિદ્ધ, આવા પરમાત્મા, આવા એવો હું છું. આહાહા ! સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો બેય વાત સિદ્ધ કરી, અનંતા સિદ્ધો સિદ્ધ કર્યા, પરમાત્મ દશા પ્રાપ્ત અનંત કાળમાં, અને સંસારી ભવ્ય જીવો પણ અનંત છે, ભવ્ય નામ લાયક મોક્ષ જવાને લાયક એવા જીવો, સિદ્ધ ભગવાનનું ચિંતવન કરી આહા ! તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી સિદ્ધના- પરમાત્મા જેવું મારું સ્વરૂપ છે. એમ ધ્યાન કરી, આહાહા ! છે? તેમના જેવા થઈ જાય છે.
સિદ્ધનું ધ્યાન કરી સિદ્ધ જેવા થઈ જાય છે. માટે સિદ્ધનું ધ્યાન કરીને સિદ્ધને સ્થાપે છે. વિશેષ કહેશે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com