________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૩ કહે છે મારા આત્મામાં ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિથી અને પરના આત્મામાં, શું કહે છે? એ શ્રોતાના આત્મામાં, એમ કહે છે, એવા શ્રોતાઓને હું સંભળાવીશ એમ કહે છે. છે પરના ! પોતાના અને પરના આત્મામાં સ્થાપીને અનંત સિદ્ધોને જે અનંત સિદ્ધ છે ધ્રુવ અચલ અને અનુપમ અર્થ કરી ગયા એ આવશે હજી તો મારા આત્મામાં સ્થાપું છું. વાર કવાર હોય છે ને
જ્યારે આપણે જયારે બહાર જવું હોય ને કોઈ ગામમાં પર ગામમાં ત્યારે શું કરે છે? (પ્રસ્થાનું) પ્રસ્થાનું મૂકે છે. બે ચાર ઘર છેટે ક્યાંક પ્રસ્થાનું મૂકે ઓલો-વાર કવાર હોય છે ને પછી એનો વાર આવે ત્યારે પ્રસ્થાને લઈને ચાલ્યો જાય. એમ અહીં કહે છે હું મારા આત્મામાં ભાવ નમસ્કારનું પ્રસ્થાનું મૂકું છું. મારે પૂરણ થાવું છે હવે, એ પૂર્ણ થશે એ મારી પૂર્ણ દશા અને એની સાથે વિકલ્પ છે એ રાગ છે, એ પૂર્ણ ઉપરનો મારો આદર છે. આહાહા ! સમજાણું કાંઈ?
પ્રસ્થાનું નથી મૂકતા વાર કવારે અને પછી લઈને ચાલતા થાય, પછી તે દિ' વારની જરૂર ન પડે એને. આહાહા ! એમ મારા આત્મામાં પ્રભુ આનંદનો નાથ છે એમાં, મારા આત્મામાં હું સિદ્ધને સ્થાપું છું, અનંતા પરમાત્માઓ થઈ ગયા, એનો હું મારી દશામાં સ્વીકાર કરું છું. મારી દશામાં સત્કાર કરું છું. આહાહાહાહા! અને એ રીતે અનંત પરમાત્માઓની આસ્થા જેને હોય, અને જેને પરમાત્મા થવાની જિજ્ઞાસા છે એવા શ્રોતાઓના આત્મામાં પણ હું સર્વ સિદ્ધોને સ્થાપું છું. એમ કહે છે, પછી હું તને સંભળાવીશ એમ કહે છે. આહાહા !
શું કહ્યું એ? (તું ભવિષ્યનો સિદ્ધ છો એમ માનીને સાંભળજો ) તું સિદ્ધ સ્વરૂપી જ તારો સ્વભાવ છે, અને અલ્પ કાળમાં તારે સિદ્ધ થવું હોય તો સાંભળ, અને સાંભળનારને પણ કહે છે કે અનંત સિદ્ધોને હું સ્થાવું છું તારી દશામાં પ્રસ્થાનું મૂકું છું. આહાહાહા ! અનંત અનંત સિદ્ધો થઈ ગયા અત્યાર સુધીમાં, અનંતકાળમાં. અનંતકાળમાં ક્ય કાળે પરમાત્મા ન હોય! એવા અનંત થઈ ગયા છે. એવા અનંત પરમાત્માઓને મારા આત્મામાં તો સ્થાપું છું પણ શ્રોતાઓને કહે છે પરના, છે ને? પરના આત્મામાં સ્થાપીને. આહાહા ! ઈ શ્રોતામાં અનંત સિદ્ધોને જ્યાં પર્યાયમાં સ્થાપે છે અને એ જ્યાં હું પડે છે. ત્યારે એ સાંભળવાને લાયક થઈ જાય છે. આહાહા ! ઝીણી વાતું છે બાપુ! આ લોજીક જ જુદી જાતના છે.
“નિ ધાતુ છે ને ન્યાયમાં, ન્યાયમાં “નિ ' ધાતુ છે. આ લોકો સરકાર ન્યાય કરે ને આપે એ જુદી વાત છે પણ આ તો સર્વજ્ઞથી નિ ' ધાતુ એટલે “નિ' લઈ જવું, જેવું સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય. “નિ' ધાતુ છે ન્યાયમાંથી “નિ' ધાતુ છે. જેવું સ્વરૂપ છે એમાં જ્ઞાનને લઈ જવું, દોરી જવું એનું નામ ન્યાય. એ ન્યાયે અહીંયા મારા આત્મામાં પણ અનંત સિદ્ધોને સ્થાવું છું. આહાહાહા ! તું પામર તરીકે તને માનતો હો, શ્રોતાને કહે છે, પણ તારી પર્યાયમાં અનંતા સિદ્ધને– મહેમાન(ને) સ્થાપુ છું કહે છે. આહાહાહા !
એવી રીતે અનંતા સિદ્ધોને દશામાં રાખીને, હું કહીશ તે વાત સાંભળ, હું આત્માની વાત કહીશ તે સાંભળ. વાતું બીજી જાતની જગત્તથી જુદી છે ચાલતી. આહાહા ! છે? પરના આત્મામાં સ્થાપીને “આ સમય નામનું પ્રાભૃત, આ સમય નામનું શાસ્ત્ર, સમયસાર એનું શાસ્ત્ર, ભાવ વચન અને દ્રવ્યવચન,” શું કહે છે ઈ ? અંદરમાં ભાવવચન એટલે જ્ઞાનની દશાનો વિકાસ થયો એનાથી હું કહીશ અને દ્રવ્યવચન એટલે વિકલ્પ ઉઠયો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com