________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અતીન્દ્રિય આનંદનો સિંઘુ છે કેમે બેસે? બે બીડી પીવે ત્યારે સવારમાં દિશા ઉતરે પાયખાને ભાઈ સા બને આવા તો અપલખણ હવે એને આવો આત્મા. બાપુ બધી ખબર છે. દુનિયાની તો બધી ખબર છે ને! આ તો ૮૯ મું વર્ષ બેઠું ઘાટકોપર. ૮૯ વૈશાખ સુદ બીજ ૮૮ પૂરા થઈ ગયા શરીરને હોં આત્માને વર્ષ નથી આત્મા તો અનાદિ અનંત છે, એમાં તો બધું ઘણું જોયું. ઘણું જોયું ને ઘણું જાણ્યું ૮૯ વર્ષ શરીરને નેવુંમાં એક કમ એ પણ જનમની અપેક્ષાએ, બાકી માતાના પેટમાં સવા નવ મહિના રહ્યા છે પણ અહીંના છે. એ ગણો તો હવે એક મહિનો દોઢ મહિનો રહ્યો નેવાશી પૂરા થવાને સવા નવ મહિનાનું અહીંનું છે ને? આયુષ્ય અહીંનું છેને? માતાના પેટમાં આવ્યો એ-પણ લોકો જનમથી ગણે ક્યારે આવ્યો એ ન ગણે. આહાહાહા ! અરેરે ! એવા અવતાર અનંત કર્યા છે. પ્રભુ !
અહીં તો કહે છે કે મારે હવે અવતાર કરવો નથી એવો જે મારો આત્મા એને મેં ઓળખ્યો, મેં આરાધ્યો, મેં સેવા કરી છે–મેં ભાવ સ્તુતિ કરી છે, મારા સ્વરૂપની. આહાહા ! પણ હજી હું અલ્પજ્ઞ છું, પૂર્ણ વીતરાગ થયો નથી તેથી મને પરમાત્મા થયા તેના પ્રત્યે મને બહુમાનનો વિકલ્પ-રાગ આવે છે. એ રાગ શુભ રાગ છે તેને દ્રવ્ય સ્તુતિ કહેવામાં આવે છે અને નિર્વિકલ્પ સમાધિ અંદર શાંતિ તેને ભાવતુતિ કહેવામાં આવે છે. પંડિતજી! આવી વાતું છે. સંસ્કૃતમાં છે બધું હોં સંસ્કૃત છે ને? જયસેનાઆચાર્યની ટીકા એમાં બધું છે. સહરાનપુરના પંડિત છે. સહરાનપુર છે ને? (હાજી સહરાનપુર)
ભાવ-દ્રવ્ય સ્તુતિથી, શું કહે છે હવે “પોતાના આત્મામાં અને પરના આત્મામાં સ્થાપીને,” બાપુ! આ વાર્તા નથી આ કથા કાંઈ નથી આ તો આત્મકથા છે. કહે છે કે હું એક આત્મા પૂર્ણાનંદનો નાથ એ મને અનુભવમાં આવ્યો, તેથી મારા અનુભવથી તેને એવું છું. નિર્વિકલ્પ શાંતિ છે તે મારી ભાવ સ્તુતિ છે. પણ જ્યારે હું એમાં રહી શકતો નથી કેમકે અલ્પજ્ઞ છું પૂર્ણ સર્વજ્ઞ થયો નથી, તેથી પૂર્ણ પરમાત્મા થયા તેને હું શુભ વિકલ્પ નામ રાગથી તેને નમસ્કાર કરું છું એ શુભ રાગ છે એ વ્યવહાર નમસ્કાર છે, એ દ્રવ્ય નમસ્કાર અને અંદર નિર્વિકલ્પ શાંતિ છે એ ભાવ સ્તુતિ છે. અરે! આવું વાંચવા કયાં નવરા હોય. ૪૧૫ તો ગાથા છે અને સાડા ત્રણ હજાર જેટલી તો સંસ્કૃત ટીકા છે–સાડા ત્રણ હજાર શ્લોકની આત્મખ્યાતિ નામ છે. એનું ટીકાનું નામ આત્મખ્યાતિ. આત્મ પ્રસિદ્ધિ આત્મા કેવો છે એની પ્રસિદ્ધિ. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ !!
અહીં કહે છે પોતાના આત્મામાં, આહાહા! મારા આત્મામાં પણ હું ભાવ સ્તુતિથી નમસ્કાર કરું છું અને વિકલ્પ આવ્યો છે તો વ્યવહારથી પણ નમસ્કાર પરમાત્માને કરું છું. એવા સિદ્ધ ભગવાનને પૂર્ણ પરમાત્મ દશાને પ્રાપ્ત થયા તેને મારા આત્મામાં સ્થાપું છું. મારી વર્તમાન દશા છે તેમાં અનંતા પરમાત્માનો સત્કાર કરું છું એટલે કે સ્થાપું છું. આહાહા ! પ્રભુ અનંત પરમાત્માઓ જે સિદ્ધ થઈ ગયા એ મારી પર્યાયમાં આવો એટલે કે વસો. એટલે કે એટલા અનંત પરમાત્મા, અનંત સર્વજ્ઞ થયા એ બધાને મારી પર્યાયમાં આદર આપું, એનો અર્થ એ થઈ ગયો કે મારી દૃષ્ટિ દ્રવ્ય ઉપર ઢળી ગઈ છે, ત્રિકાળ ઉપર ઢળી ગઈ છે. આહાહાહાહા !
જરી ઝીણી વાત છે બાપુ બહુ આ તો. આ કથા નથી કંઈ ! આ વાર્તા નથી. આ તો અનંત કાળના જનમ મરણને નાશ કરવાની ભાવ દશા છે, બાકી તો બધું મળ્યું ધૂળને અનંત વાર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com