________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા! આવું ક્યાં નવરાશ મળે નવરાશેય ક્યાં છે! નિવૃત્તિની, સંસારના પાપ આડે, બે પાંચ દસ હજારનો પગાર થાય ત્યાં તો જાણે કે, ઓહોહો ! વધી ગયા, ધૂળમાંય વધ્યા નથી, ધૂળમાં નથી એટલે? પુણ્યેય નથી ત્યાં, ધર્મ તો નથી પણ પુણ્યય નથી. આહાહા !
અહીં કહે છે. અનંત પરમાત્મા થયા એને હું શાસ્ત્રની શરૂઆત કરતાં, હું પણ પરમાત્મા થવાની અભિલાષાવાળો જીવ છું, સાધક છું આત્માના આનંદના અનુભવમાં આવેલો છું, પણ મારી હજી પૂર્ણ દશા નથી, એથી પૂર્ણ દશા પ્રાપ્ત જીવોને, અનંત જીવોને ભાવથી નમસ્કાર કરું છું. ભાવથી નમસ્કારની વ્યાખ્યા આ કે પોતે શુદ્ધ આનંદ છે, પોતે સેવવા લાયક છે, પોતે જ આરાધક છે અને પોતે આરાધ્ય છે. આરાધ્ય નામ સેવવા લાયક અને આરાધક સેવા કરનાર... આરાધક સેવા કરનાર, આરાધ્ય સેવવા લાયક. આહાહા!હું પોતે જ આરાધ્ય ને આરાધક છું. હું આરાધક ને આરાધ્ય મને પરમાત્મા, એ તો દ્રવ્ય નમસ્કારમાં જાય છે, વિકલ્પમાં જાય છે. ઝીણી વાત છે ભાઈ. આહાહા ! આ તો અગમ્ય ગમ્યની વાતું છે! ભાવ નમસ્કાર પંડિતજી? આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ તેને હું ધ્યેયમાં લઈ અને વર્તમાન મારી ધ્યાનની દશામાં તેને ધ્યેય બનાવી અને તેની સેવા કરું એનું નામ ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. જેમાં પરમાત્માય ન આવે, જેમાં વિકલ્પય ન આવે, વિકલ્પ નામ રાગ. આહાહા!
હું શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદ વસ્તુ છું ને! વસ્તુ છે ને ! અસ્તિ છે ને ! મોજૂદગી છે ને! મોજૂદગી ચીજ છે ને! અને જે ચીજમાં અનંત અનંત જણાય છે. એ જાણનારો અનંત છે. કેમ કે જેમાં અનંતુ જણાય છે, એ જણાય છે નિશ્ચયથી તો ખરેખર એ નહીં, પણ એ જાણનારની દશામાં અનંતુ જણાય છે, એ જાણનારની દશા જ જણાય છે. આહાહા ! આ પ્લાસ્ટિક નહીં, પણ આ પ્લાસ્ટિક સંબંધીનું જે અહીં જ્ઞાન છે, સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન, એ જ્ઞાન અહીં જણાય છે. એમાં એ જણાય છે એમ કહેવું એ વ્યવહાર છે. બાકી ખરેખર તો પોતાની જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાય જણાય છે. ઝીણી વાત છે પ્રભુ. આહાહા ! આ લોજીક જ જુદી જાતના છે પ્રભુ, આ તત્ત્વ જ જુદી જાતનું છે.
અહીં એ કહે છે, હું ભાવથી જ સ્તુતિ કરું છું. પછી દ્રવ્ય, દ્રવ્ય આવ્યું, હવે દ્રવ્યથી એટલે? અનંત પરમાત્માને મારો શુભ રાગ ઊઠે છે, વિકલ્પ ઉઠયો છે, એથી નમસ્કાર કરું છું એ દ્રવ્ય નમસ્કાર છે, પંડિતજી. સમજાય છે કાંઈ?
અંતરનો આત્મા પૂર્ણ ઈદમ્ પૂર્ણ સ્વરૂપે પ્રભુ બિરાજે છે એની વર્તમાન દશા નિર્મળ નિર્વિકારી દશા દ્વારા તેમાં એકાકાર થવું જેમાં રાગનો સંબંધ નહીં અને જેમાં નિર્વિકલ્પ રાગ વિનાની શાંતિ અને સમાધિ એને અહીંયા “ભાવ નમસ્કાર' કહેવામાં આવે છે. આહાહા ! અને હવે જે પરમાત્મા અનંત થયા, તેના ઉપર મારું લક્ષ જાય છે, ઓલું અંદરમાં લક્ષમાં હતું તેથી તે હું મારા આત્માને સેવતો, આરાધ્યેય હું અને આરાધકેય હું, હવે વિકલ્પ ઉઠ્યો છે, શુભ રાગતો આરાધક હું અને આરાધ્ય પરમાત્મા સિદ્ધ ભગવાન સેવવા લાયક છે એ શુભરાગ છે. આવી કઈ જાતની વાત, બાપુ મારગ એવો છે એ ધર્મની દશા અને ધર્મનો કોઈ પ્રકાર એવો અપૂર્વ છે બાપુ, અરેરે ! એને હાથ તો આવ્યો નથી પણ એને સાંભળવા મળતો નથી. આવું મનુષ્યપણું મળ્યું એમાં ભવના અભાવની વાત સાંભળવા ન મળે એ ભવ શું કામનો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com