________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શરૂઆત થાય છે ઓગણીસમી વાર સભાની અંદર, અહીં કહે છે “અથ' એ મંગળના અર્થે છે, એટલે શું? “ અથ ” હવે કહું છું. એટલે કે અનાદિનો જે સંસાર છે એનો નાશ થાય છે અને અથ” હવે નવી શરૂઆત આનંદની થાય છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ અનાદિથી દુઃખને વેદે છે. રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવને વેદે છે એ તો દુઃખ છે એને અતીન્દ્રિય આનંદનો અંશ નથી.
ત્યારે અહીં કહે છે કે મંગળિક અર્થે અથ' શબ્દ કરી દે છે અથનો અર્થ મંગળિક કર્યો, શરૂઆત થઈ ગઈ, આત્માના અનુભવની શરૂઆતને માટે અથ શબ્દ મંગળને અર્થે વાપર્યો છે. આહાહાહા! ઘણી શરતું સહિત શબ્દો છે બાપુ! માર્ગ કોઈ અલૌકિક છે. આહાહાહા! છે? શરૂઆત થઈ ગઈ છે માર્ગની હવે એમ કહે છે. પ્રભુ ! આનંદનો નાથ અંદર સચ્ચિદાનંદ પ્રભુ! ચૈતન્ય ઝળહળ જ્યોતિ, જેના પ્રકાશની સત્તામાં જગત જણાય છે. જેના પ્રકાશની સત્તામાં જગત જણાય છે. એ જાણનારો જાગ્યો છે તેથી એને “અથ' નામ મંગળિક કહેવામાં આવે છે. આહાહા ! છે? એક અથ' શબ્દનો આટલો અર્થ છે.
“અથ” મંગળના અર્થે મંગળનો અર્થ એ છે મમ-ગળ, મંગ ને લ. એવા બે અક્ષર છે. મંગ એટલે પવિત્રતા અને “લ” એટલે લાતિ પ્રાપ્તિ, ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ સ્વભાવ એ પવિત્ર છે, એને “મંગ’ કહીએ અને “લ” નામ એની દશામાં પ્રાપ્તિ કરીએ, તેને મંગલ કહે છે. આરે ! દુનિયા તો આ પાંચ પચાસ લાખ મળે ને મંગળિક કહે, વાસ્તુ કરે અને પાંચ પચાસ હજાર ખર્ચે ને મંગળિક કહે. કુટુંબીઓને ભેગાં કરીને જમાડે લાપશી વિગેરે. છોકરાના લગન કરે અને પાંચ દશ હજાર ખર્ચે અને મંગલિક કહે, એ બધા અમંગળિક છે, નાશવાન છે. એ મંગળિક નહીં, મંગળ તો એને કહીએ જેમાંથી પવિત્રતા પ્રગટ થાય આત્મામાં, એને મંગળિક કહીએ. પ્રભુ પોતે આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ એનો સ્વભાવ છે. એનામાંથી સત્ આનંદમાંથી અતીન્દ્રિય આનંદની પવિત્ર “મંગ' નામ પવિત્રતા અને “લ” નામ પ્રાતિ. એવી પવિત્રતાની પ્રાપ્તિ કરે એ ભાવને મંગળિક કહે છે. દાકતર? દરેકના શબ્દ ફેર છે. આહાહા! અથવા મમ્ ને ગલ પહેલા “મંગ ને
લ” લીધો. એમાં મંગ પવિત્ર પ્રભુ, શુદ્ધ સ્વરૂપ ચૈતન્યઘન એની પવિત્રતા જેણે અંતર્મુખ થઈને બહિર્મુખની દૃષ્ટિ છોડીને, અંતર્મુખ થઈને જેણે આનંદને પ્રગટ કર્યો, એણે પવિત્રતા પ્રગટ કરી માટે એને મંગળિક કહીએ. મં...ગલ એ તો પ્રત્યય છે સંસ્કૃત. બીજો અર્થ મમ્ ને ગલ. ઓલું “મંગ” ને “લ' હતું, આ મમ્ ને ગલ, આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન છે, એને આ પુણ્ય-પાપ ને આ શરીર મારા, એવો જે મમ્ નામ અહંકાર છે, એવો જે મિથ્યાત્વ ભાવ છે એને “ગલ” નામ ગાળે એને મંગળિક કહેવામાં આવે છે.
આ ચોપડીમાં ક્યાંય આવ્યું નો હોય દાકતરી અભ્યાસમાં ક્યાંય. આહાહાહા! માર્ગ આખો જુદી જાતનો છે, પ્રભુ શું કહીએ? આહાહા ! અંતરની ચીજ, જનમ મરણ રહિત થવાની રીત કોઈ આખી જુદી ચીજ છે. અત્યારે તો લોકો કંઈક કંઈક ધર્મને નામે પણ પાંચ પચીસ લાખ ખર્ચો થઈ ગયો ધર્મ! ધૂળેય ધર્મ નથી તારા લાખ શું કરોડ આપને. આહાહા ! કાંપમાં(વઢવાણ કેમ્પમાં) ગયા 'તા નૈ! તમારા જમાઈ પાસે, ઓલા રૂપિયા આપ્યા 'તા ને ઓલા ચીમનભાઈએ દામનગરવાળા ચીમનભાઈ ખબર છે ને? આવ્યા'તાને, હમણાં આવ્યા 'તા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com