________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
ગાથા – ૧ એ તો સમજી જાય તો સમજાય જાય. પણ “કાંઈ ' એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે આમ. સમજાય છે કાંઈ ” એનો અર્થ એ છે. આહાહાહા !
કહે છે આ ધ્રુવ, અચલ અને અનુપમ ત્રણ વિશેષણથી યુક્ત ગતિને પ્રાપ્ત થયા પરમાત્મા, સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. પરમાનંદ દશાને પ્રાપ્ત થયા, સંસાર દશાનો જેને નાશ થઈ ગયો. આ પરિભ્રમણના અવતાર જેનો અભાવ થઈ ગયો, કાંતિભાઈ ! નમો સિદ્ધાણં, એની વાત ચાલે છે. નમો સિદ્ધાણં કોઈ પક્ષ નથી વસ્તુનું સ્વરૂપ છે. આહાહા !
એવી “ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધોને ” અનંત પરમાત્મા થયા, કારણ કે અનંત અનંત કાળ થયો, એમાં અનંત કાળમાં, અનંત સંતો આદિ થયા, તો એણે આત્માનું સાધન કરી, આત્માના આનંદનું, અલ્પકાળમાં એ મુક્તિને પામે, એને અનંત કાળ મુક્તિ કરવા જોઈએ નહીં. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ, જેમ બીજમાંથી પૂનમ થવામાં તેર દિ'નો આંતરો રહે, અનંત કાળનો આંતરો ન રહે. બીજ-પૂનમ એમ આત્માનો અનુભવ, રાગથી ભિન્ન ચૈતન્યના આનંદના અનુભવનું બીજડું પાકયું જ્યાં બીજ થઈ બીજ, એની પૂરણ પ્રાપ્તિને માટે વધારે કાળ ન હોય હવે! બીજ ઉગી એ તેરમે દી એ પૂનમ થઈ, પૂનમ એટલે પૂરણ, અમાસ એટલે અર્ધમાસઅર્થોમાસ. એમ પૂરણ દશાને પ્રાપ્ત થવામાં એને વાર ન હોય, એથી અહીં કહે છે, એવા અનંતા સિદ્ધો થયા, આહાહા ! આત્માની દશાને પ્રાપ્ત કરતાં કરતાં અનંતા થયા છે.
જેને આત્માનું ભાન થયું સમ્યગ્દર્શન, સત્યદર્શન, પૂર્ણાનંદનો નાથ સત્ય છે તેનું દર્શન થઈ ગયું, અનુભવ થયો, હું તો શુદ્ધ છું, આ પુણ્ય પાપના ભાવ એ તો મેલ ને અશુદ્ધ ને દુઃખરૂપ છે, એવું જ્યાં ભાન થયું, હવે એને પૂરણ પ્રાપ્તિના કાળ અનંત ન જોઈએ, અલ્પકાળમાં એ પૂરણની પ્રાપ્તિ કરશે, તો એવા અનંતા સિદ્ધ થઈ ગયા. અનંત કાળના પ્રવાહમાં અનંત પરમાત્મ દશાને પામેલા થયા, માટે સર્વ સિદ્ધ” શબ્દ વાપર્યો છે, સર્વ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આહાહા ! છે? નમસ્કાર કરીને અહો ! અહો ! ભવ્ય જીવો. એમ કહે છે આચાર્ય સંત શ્રુતકેવલી ભણિત, શ્રુત કેવળીઓએ કહેલું, સર્વજ્ઞ પરમાત્માએ કહેલું અને શ્રુતકેવળી એટલે ભાવશ્રુતનું જ્ઞાન જેને થઈ ગયું એમણે કહેલું, આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ. આ શાસ્ત્રને હું કહીશ. જગતના હિતને માટે અને મને એ જાતનો વિકલ્પ ઉઠયો માટે હું કહીશ એમ કહે છે. આહાહા આકરું કામ છે, એકેક શબ્દ આકરા છે. (સમજવામાં!).
અભ્યાસ નહીં, આ ચીજ જ (આત્મદ્રવ્ય) અંતરની કોઈ, સચ્ચિદાનંદ પ્રભુ, વસ્તુ છે, વસ્તુ છે, તત્ત્વ છે તો વસ્તુમાં વસેલા ગુણો છે. એને વસ્તુ કહીએ. વસ્તુ એમાં અંદર અનંત શક્તિ વસેલી છે, માટે વસ્તુ કહીએ. એમ ભગવાન આત્મા વસ્તુ છે એમાં અનંતી અનંતી પવિત્ર શક્તિઓ વસેલી છે. એ શક્તિઓની જેણે પ્રગટ દશા કરી અને અજ્ઞાનનો નાશ કરી પરિભ્રમણ બંધ કર્યું એને અહીંયા પરમાત્મા કહેવામાં આવે છે. એવા અનંત પરમાત્માને નમસ્કાર કરે છે. આહાહા ! છે? એમ કહીને હવે હું આ શાસ્ત્રને કહીશ. હવે ટીકા.
ટીકાઃ- સંસ્કૃતમાં પહેલો શબ્દ “અથ” છે સંસ્કૃત છે. પહેલો “અથ', અથ કેમ કહ્યું છે? આ શાસ્ત્રની શરૂઆત છે આજ. આ શ્રુતપંચમીનો દિવસ છે આ શ્રુતની રચના થઈ હતી એ શ્રત પાંચમ, પખંડાગમની અંકલેશ્વરમાં બે હજાર વર્ષ થયા અને આજ આ સમયસારની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com