________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧
આ કહીશ એમ કહે છે.
કહે છે ને જુઓ ! હું ધ્રુવ, ધ્રુવ ૫૨માત્મ પદ છે એ તો ધ્રુવ છે પામેલની વાત છે, સિદ્ધ, સિદ્ધ. જેમ સકરકંદ છે ને સકરકંદ, એ સકરકંદની ઉ૫૨ની લાલ છાલ છે એ ન જુઓ તો એ સકરકંદ છે, સકરકંદ એટલે સાકરની મીઠાશનો પિંડ, પછી ભાષા શકરીયા ને શકરની એવી ભાષા થઈ ગઈ છે. મૂળ તો લાલ જે છાલ છે લાલ, એ ન જુઓ તો એ સાકરકંદ છે. સાકરની મીઠાશનું દળ છે. સાદી ભાષા છે. આ તો દૃષ્ટાંત છે. એમ આ આત્મા, કઠણ આ વાત છે. આ આત્મા અંદર જે ચીજ છે, એના પુણ્ય ને પાપના વિકલ્પો જે રાગ ઊઠે છે, એ તો છાલ છે, આ તો જડ છે, શરીર, આ તો કાંઈ આત્મા નથી. આ તો માટી જડ ધૂળ છે, પણ અંદર કોઈ દયાદાન – વ્રત– ભક્તિના ભાવ એ પુણ્ય રાગ છે. હિંસા, જૂઠું, વિષય, ભોગ, વાસના, કામ-ક્રોધ એ પાપ રાગ છે. એ પુણ્ય ને પાપના ભાવ એ લાલ છાલ જેવા સકરકંદની ઉ૫૨ છે. એ ભાવની પાછળ જુઓ તો આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આહાહાહા !
પ્રભુ ! પણ બેસવું ( કઠણ પડે) કોઈ દિ' અભ્યાસ ન મળે આ, દુનિયાના અભ્યાસ આગળ બહારના અભ્યાસ વધાર્યા આ દાકત૨ના એલ.એલ.બી.ના ને એમ. એ.ને પૂંછડા મોટા લાંબા કર્યા એનાં, પણ આ હું છું એની ખબરેય ન મળે ! આહાહા !
અહીં ઈ કહે છે. જે કોઈ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે. ઉપરની લાલ છાલની જેમ પુણ્ય ને પાપના ભાવો વિકાર અને વિકૃત છે. એને જેણે દૂર કરીને, જેણે પૂરણ અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, જેમ સક૨કંદ સાકરની મીઠાશનો પિંડ છે, એને ખૂલ્લો કર્યો જેમ છાલ કાઢીને, તેમ જેણે પૂરણ અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પૂરણ સત્તા હોવાવાળી ચીજ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ, એનું ભાન કરીને જેણે વિકા૨નો નાશ કર્યો, અને પૂર્ણાનંદની જેને પ્રાપ્તિ થઈ તેને અહીંયા સિદ્ધ ૫૨માત્મા ૫રમેશ્વર કહેવામાં આવે છે. એ પરમેશ્વરને નમસ્કાર કરે છે. આહાહા ! તો એમાં આસ્થાપણું તો એટલું આવ્યું. એક તો પૂરણ આનંદને પ્રાપ્ત અનંત પ૨માત્મા થઈ ગયા. કેમકે એકેક જીવ પણ પુરૂષાર્થ કરે તો થોડા કાળમાં પૂર્ણાનંદ પ્રાપ્ત થાય, તો અનંતકાળ થયો એમાં અનંતા થઈ ગયા છે. સિદ્ધપદને, ૫૨માત્મપદને પામેલા અનંત આત્માઓ થયા છે. તેથી અહીં કહે છે બધા સિદ્ધને, અનંત અનંત સિદ્ધો જે થયા. આહાહા ! પ્રતીતમાં કેટલી વાત છે એને ? કે અનંત આત્માઓ અને તે અનંત આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ હતા. એ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ દશામાં પ્રાપ્ત થયા અને મુક્ત થયા એટલે દુઃખ અને વિકા૨થી મુક્ત થયા. અને એના સ્થાનમાં અતીન્દ્રિય આનંદની પૂરણતાની પ્રાપ્તિ કરી એને અહીંયા સિદ્ધ અને ૫૨માત્મા કહેવામાં આવે છે. આહાહા ! એ એને નમસ્કાર કરે છે. એ ધ્રુવ થયા છે, છે ? ૫૨માત્મ દશા થઈ એ ધ્રુવ છે હવે. હવે એને ગતિમાં રખડવાનું નથી. જેમ ચણો કાચો હોય ત્યારે તૂરો લાગે અને વાવ્યો ઉગે પણ શેકવાથી તુરાશ જાય, મીઠાશ આવે અને વાવ્યો ઉગે નહીં ચણો. એમ ભગવાન આત્મા પુણ્ય ને પાપ અને શરીર મારા એમ માને ત્યાં સુધી અજ્ઞાનથી એને તુરાશ નામ દુઃખનું વેદન છે. ઓલા દેષ્ટાંતથી સિદ્ધ થાય, પણ જ્યારે એને શેકે છે જેમ ચણાને ત્યારે એ મીઠાશ અંદર હતી, એ હતી એ આવે છે, એ કાંઈ બહારથી આવતી નથી, એમ આત્મામાં રાગ ને દ્વેષ ને અજ્ઞાન ને, સ્વરૂપના ભાન દ્વારા નાશ કરે છે ત્યારે અજ્ઞાન બળી જાય છે અને એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૪૫