________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૂતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.
આ ગ્રંથનાં અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્ય-વાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
પ્રવચન નં-૫ ગાથા - ૧ તા.૧૧-૬-૭૮ રવિવાર જેઠ સુદ-૫ સં. ૨૫૦૪ શ્રુતપંચમી
- આ એક સમયસાર સિદ્ધાંત છે. સમયસાર એટલે શુદ્ધાત્માનું કથન. અંદર ભગવાન આત્મા દેહથી ભિન્ન, દેહ તો જડ છે, અંદર પુણ્ય પાપના ભાવ થાય, શુભ-અશુભ વિકલ્પો રાગ એ પણ વિકાર છે, એનાથી રહિત અંદર પૂરણ શુદ્ધ ચૈતન્યઘન, અનાદિ અનંત, ઉત્પત્તિ અને નાશ વિનાની ચીજ જે છે આનંદધન એને અહીંયા સમયસાર અથવા આત્મા કહે છે. એ આત્માની આમાં વ્યાખ્યા છે.
પ્રથમ અહીં છે, મૂળ ગાથા સૂત્રકાર, એક, એક ગાથા છે ને! એક ઉપર કુંદકુંદાચાર્ય ગ્રંથની આદિમાં મંગળિક પૂર્વક પ્રતિજ્ઞા કરે છે. આજે શ્રુત-પંચમીનો દિવસ છે ને શરૂઆત આજ ઓગણીસમી વાર શરૂઆત થાય છે સમયસાર. ઓગણીસમી વાર અઢાર વાર તો દરેક શબ્દનો અર્થ કરીને અઢાર વાર તો વંચાઈ ગયું. તેંતાલીસમું વર્ષ હાલે છે અહીં (સોનગઢમાં) અઢાર વાર તો થઈ ગયું આ ઓગણીસમી વાર છે. શું કહે છે સૂત્ર અવતાર
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं।।१।।
(હરિગીત) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી-કથિત આ સમયપ્રાભૂત અહો! ૧. ગાથાર્થ લઈએ, “આચાર્ય કહે છે” સંત છે મુનિ છે. અતીન્દ્રિય આનંદના અનુભવી છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. અનાદિથી એની એને (અજ્ઞાનીને) ખબર નથી. છે? “સ” “ચિ” “આનંદ” છે. જ્ઞાન, આનંદ એવું એનું સ્વરૂપ છે, એનું કાયમી એવા સ્વરૂપને અહીં આચાર્ય કહે છે, હું અનુભવું છું અને અનુભવીને જગતના પ્રાણી માટે અને મારા હિતને માટે અને પૂર્વ પરમાત્મા જે થયા એને હું વંદન કરીને શરૂઆત કરું છું. પૂરણ પરમાત્મા આત્મદશાને પામ્યા, આનંદ પ્રભુ પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ આનંદ છે. આહાહા ! એ અતીન્દ્રિય આનંદના સ્વભાવનું જેને વર્તમાન દશામાં પ્રાપ્ત થયું, એને પરમાત્મા કહેવામાં આવે છે, એને સિદ્ધ કહેવામાં આવે છે. એ સિદ્ધને નમસ્કાર કરીને હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com