________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૪૯ ત્યાં ગયા 'તા, આવ્યા'તા ને બહેન હતા ઘરેથી દીકરી મોઢા આગળ નાળીયેર મૂકયું ગયા'તા, અને એવા જ્યાં બે પાંચ લાખ ખર્ચે એટલે જાણે કે ધર્મ થઈ ગયો ! ધૂળેય નથી બાપુ. આહાહા! એક, હમણાં મદ્રાસ ગયા'તા આ લોહી લેવાય છે ને લોહી ઓલી શંકા છે ને? લોહી એમાં મદ્રાસમાં મોટું એક હોસ્પિટલ છે, એમાં એક નાનાલાલ ભટ્ટ કરીને છે મોટો ગૃહસ્થ, નરમ માણસ એને એમ ખબર પડી કે મહારાજ હોસ્પિટલમાં લોહી આપવા જવાના છે, આ જરી પંદર દી એ લે છે. એટલે એ પોતે સાથે આવ્યા બિચારા નરમ માણસ છે, છ લાખ રૂપિયા એણે પોતે આપ્યા છે. મદ્રાસની હોસ્પિટલમાં છ લાખ રૂપિયા આપ્યા છે. એકલા પોતે નાનાલાલ ભટ્ટ કરીને છે, એને એમ ખબર પડી કે મહારાજ લોહી દેવા મારી હોસ્પિટલમાં આવે છે, એટલે મારી સાથે આવ્યા, પંદર દિવસે લોહી લે છે તપાસ કાંઈક કરે છે, શંકા છે દાકતરોને લોહીમાં અહીંયા કાંઈ દેખાતું નથી. ઘણાં ઘણાં દાકતરો. (તેમાં છે) એક મોટો દાકતર છે નહીં ઓલો પારસી એક મોટો નામ શું? ભરૂચા દાકતર. ભરૂચા દાકતર મોટો દાકતર છે એ આવ્યો 'તો, આવે ત્યાં આવે જોવા માટે. બાપુ! અહીં હશે શરીરમાં ધૂળમાં કાંઈક, અમારા આત્મામાં કાંઈ નથી. આહાહા ! શરીરમાં તમને લાગતું હોય તો લાગે ભલે. એ લોકોને એમ જાણે કે પાંચ દસ લાખ રૂપિયા આપે એટલે, ભટ્ટે છ લાખ આપ્યા, લોકો જાણે, (મોટાં માને) બાપુ પૈસા તમારી ચીજ નથી પૈસા તો જડ છે, અજીવ છે અને તમે જીવ છો. જીવની ચીજ અજીવ હોઈ શકે નહિ. માટે અજીવ મેં આપ્યા એ અહંકાર છે. આહાહા !
એવો પર પ્રત્યેનો અહંકાર અને અંદર રાગ થાય એનો પણ અહંકાર, દયા દાનનો રાગ એ પણ વિકલ્પ રાગ છે. એનો અહંકાર એ મારા છે એને અહીંયા મમ્ કહીએ. મમ્ નામ અહંકારનું પાપ કહીએ. એ જે ગળે નામ ગાળે મં...ગ...ળ.. એ આત્માના આનંદનો આશ્રય કરીને એ અહંકારને ગાળે એને મંગળ કહીએ, એ મંગળિકની અહીં વાત છે. પંડિતજી ! છે?
“અથ” શબ્દ મંગળના અર્થને સૂચવે છે. “ગ્રંથના આદિમાં શરૂઆત કરતાં સર્વ સિદ્ધોને,” પરમાત્મા થયા જે અનંત સિદ્ધો ! સંસારની દશા વિકૃતનો નાશ કરી અને અવિકૃત દશા પૂર્ણાનંદની દશા પ્રગટ કરી એવા અનંત સર્વ સિદ્ધોને “ભાવ-દ્રવ્ય સ્તુતિથી.” ઝીણી વાત છે થોડી હવે, શું કહે છે? પૂરણ પરમાત્મા થયા સિદ્ધો અને મારે પણ થાવું છે. પણ આ થયા એને હું નમસ્કાર કરું છું, કઈ રીતે? નમસ્કારના બે પ્રકાર.
(૧) ભાવ (૨) દ્રવ્ય.
બેમાં શબ્દમાં ઝીણી વાત છે. ભાવ-દ્રવ્ય સ્તુતિ એટલે? ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પોતે આરાધક છે, સેવવા લાયક છે, અને સેવનારો પણ હું એવી નિર્વિકલ્પ દષ્ટિની સેવના નિર્વિકલ્પ શાંતિથી, આત્માનું મંગળિક કરે એને ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. ફરીને. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ, એને પુણ્ય પાપના વિકલ્પથી રહિત, નિર્વિકલ્પ વીતરાગી દશાથી સ્વરૂપની સેવા કરે, ત્રિકાળ સ્વરૂપમાં એકાગ્ર થાય, તેને ભાવતુતિ-ભાવસ્તુતિ કહેવામાં આવે છે. શબ્દો જુદી જાતના છે? “ભાવ” શબ્દ છે ને? સર્વ સિદ્ધોને અનંત પરમાત્માઓને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી ભાવ એટલે એ, કે હું પોતે પરમાત્મ સ્વરૂપ જ છું અને મારી નિર્મળ પર્યાય દ્વારા હું પરમાત્મ સ્વરૂપનો આદર કરું છું, એનું નામ ભાવ સ્તુતિ કહેવામાં આવે છે જેમાં રાગ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com