________________
ઢોડ રાજસ્થાન, ભારતવિજેતા શાહબુદ્દીનના અભ્યસ્થાનની પૂર્વ રાજસ્થાનની ચતુસ માની હર કયાં સુધી હતી તે અનુમાનથી પણ સિદ્ધ થાય તેમ નથી. તે પણ મુસલમાન ઐતિહાસિક વિવરણ અને હીંદુ પૌરાણિક બીનાઓની સમાલોચનાથી માલુમ પડે છે જે રાજસ્થાનની હદ, ઉત્તરે, શત નદીના દક્ષિણ પ્રદેશ જંગલમય મરૂદેશ સુધી, પૂર્વે બુદેલખંડ સુધી, દક્ષિણે, વિધ્ય મેરૂના અચળ પાષાણમય પ્રાકારસુધી અને પશ્ચિમે, સિંધુ નદીની સિકતામય તીર ભૂમિ સુધી વિસ્તાર પામેલી હતી. એ ચતુસ્સીમાં બહુ વિશાળ ભૂ ભાગમાં રાજપુત નામની વીરજાતિ વસતી હતી. તેઓ, કેણ વશમાંથી પેદા થયા, તે વિષયમાં યથાયોગ્ય સમાવેચના કરવાને આપણે પ્રવૃત્ત થઈએ છીએ.
સર્ય વ ચંદ્રવંશ જગમાં બે ઘણા પ્રાચીન અને વિખ્યાત રાજવંશ ગણાય છે. સૂર્ય વ ચંદ્રવંશના પૂર્વ ભારતવર્ષમાં અને જગતના બીજા દેશમાં કઈ રાજવંશ પ્રતિષ્ઠા પામ્યું છે કે નહિ તેનું કોઈ રીતનું વિવરણ જગતના ઈતિહાસમાં લેવામાં આવતું નથી. ચીન, આસીરીયા અને મીસરના જે પ્રાચીન ત્રણ વંશનું વિવરણ મળી આવેલ છે, તે વિવરણથી માલુમ પડે છે જે તે ત્રણ પ્રાચીન રાજવંશ, ચંદ્ર વ સૂર્યવંશની પ્રતિષ્ઠા પછી ઘણું વર્ષ ઉપર પ્રતિષ્ઠિત થયેલ છે. સંક્ષેપમાં, સૂર્ય વ ચંદ્રવંશ, દુનિયાના બીજા પ્રાચીન રાજવંશમાં અત્યંત પ્રાચીન છે. ભગવાન સૂર્યનો પુત્ર મનુ, સૂર્યવંશનો પ્રતિષ્ઠાતા કહેવાય છે અને ભગવાન ચંદ્રને પુત્ર બુધ ચંદ્રવંશને પ્રતિષ્ઠાતા કહેવાય છે. આ બે મહા પુરૂષ, બરાબર એકજ સમયે પોતપોતાનું વંશતરૂ આ પુણ્યભૂમિ ભારતક્ષેત્રમાં રાખ્યું છે. વિશેષ વિવેચનાથી જોવામાં આવે તે બુધદેવ, ભગવાન મનુથી એક પુરૂષે પરવર્તી છે એમ મુકરર થાય છે, શાથી કે બુધદેવે, ભગવાન મનુથી એક પુરૂષે પરવતી પિદા થઈ તેની દુહિતા ઈલાનું પાણિગ્રહણ કરેલ છે. પુરાણમાં જે ભારતવર્ષીય જુદા જુદા રાજવંશનું વિવરણ જોવામાં આવે છે તે રાજવંશ, આ મહાવંશ વૃક્ષની શાખા પ્રશાખા છે.
આર્યાવર્તની ભૂમિમાં, એ સૂર્ય વ ચંદ્રવંશીય નરપતિનો આદિ પુરૂષ, કયા સમયમાં ઉપનિવિષ્ટ ૧ થયે, તેનું નિરૂપણ કરવું બીલકુલ સાધ્ય છે. પ્રસિદ્ધ પુરાણ, તે વંશના વિવરણની સમાલોચનાથી એટલું તે માલુમ પડે છે જે સર્ય વંશને પ્રતિષ્ઠાતા ભગવાન મનુ, સાતમા મવંતરના સમયમાં પેદા થયેલ છે.
1 જીતનાર ૨ ઉડવું-ઉદય પામવું ૩ જેવું–તપાસવું ૪ પથરમય ૫ કી ૬ રેતીથી ભરપુર ૭ પેઢીનામું ૮ હિંદુસ્તાન સંબંધી-હિંદુસ્તાનના ૮ ઝાડની ડાળમાંથી કળ. ૧૦ વસેલે ૧૧ મુશ્કેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com