________________
TÉ E
*
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
:
vi
| ૮૭ll
સાંભળે. અને જો આ રીતે ભમરો હોવાની ખબર પડે તો એને યતનાપુર્વક દૂર કરીને તે પાત્રાનું પ્રતિલેખન કરે. (જો કાનથી ઉપયોગ ન મૂકે અને સીધો જ ઝોળી પકડવા જાય અને ત્યાં ભમરી હોય તો ભમરીને કિલામણા થાય, કદાચ એ ડંખ મારી દે...).
તથા એ પાત્રામાં ચક્ષ વડે ઉપયોગ આપે, અર્થાત ચક્ષુ વડે ધ્યાનથી એ પાત્રાનેeઝોળીને જુએ. ક્યારેક એવું પણ બને કે પાત્રાદિ ઉપર ઉંદરે જમીનમાંથી કોતરીને કાઢેલી ધૂળ ચોંટી હોય. જો દેખાય તો પછી યતનાથી એને દૂર કરી શકે. - તથા નાક વડે ઉપયોગ કરે. ક્યારેક એવું બને કે તે પાત્રાદિમાં સુરભકાદિ (જીવવિશેષ=અળસિયા જેવો કોઈક કીડો) ) | મર્દન કરાયેલો - ઘસાઈ ગયેલો હોય, અને ગંધ દ્વારા તેનો ખ્યાલ આવે એટલે યતનાથી એ સુરભકાદિને દૂર કરે.
એમ જીભ વડે ઉપયોગ મૂકી રસને જાણીને પણ એ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે. (પ્રશ્ન : જીભ દ્વારા ઉપયોગ મૂકવો એટલે શું ? શું એ સાધુ જીભ વડે પાત્ર ચાટે ? એ કંઈ ઉચિત ગણાય ?)
ઉત્તર : જીભથી પાત્રાને ચાટવાનું નથી, પણ એવો નિયમ છે કે જયાં ગંધ હોય ત્યાં રસ પણ હોય એટલે જયારે સાધુ સુંઘે અને એટલે ગંધના પુદ્ગલો વડે હોઠ વ્યાપી જાય, ત્યારે જીભ દ્વારા રસને જાણી લે. (આજે પણ રસોડામાંથી આવતી સુગંધથી ઘણીવાર ખબર પડી જાય કે આજે મગની દાળનો શીરો, પુરણપોળી કે જલેબી... છે. હવે ગંધ માત્રથી આવો ભેદ શી રીતે પકડાય ? હકીકત ત્યાં પણ આ જ છે કે ગંધના પુદ્ગલો હોઠ જીભને લાગે એટલે એનો સ્વાદ પણ પકડાય અને વસ્તુ ઓળખાય)
&
P
HE's
;
૮૭
=
=