________________
6
P
*
F
શ્રી ઓઘ-ળ પાત્ર હોય તો એ ઉપર-નીચે સરખા માપવાળું અને વચ્ચે નાના માપવાળું થાય અને જો
આવા આકારે હોય નિયુક્તિ ન ભાગ-૨ | તો ઉપર નાના માપનું, વચ્ચે મધ્યમ અને નીચે વધુ માપનું થાય. આ ત્રણેય પ્રકારના પાત્રા ન ચાલે. અહીં તો ઉપર-નીચે
વચ્ચે ત્રણ જગ્યાએ જે સરખા માપવાનું હોય તે જ લેવાય તથા દોરીથી જે માપવાનું છે તે આ પ્રમાણે કે પાત્રાની ગોળાઈને I ૭૬૩ = અનુસારે દોરો મૂકતા જવાનું અને એ રીતે એનું માપ કાઢવાનું છે.
તથા પાત્રનું આ બીજું પણ પ્રમાણ છે, અથવા તો એમ કહો કે બીજા પ્રકાર વડે પણ પાત્રકનું પ્રમાણ કહી શકાય છે. તેની *ી એ જ વાત ગાથામાં કરે છે કે આ બીજું પ્રમાણ એ પોતાના આહાર વડે નિષ્પન્ન જાણવું. | આશય એ છે કે કાંજી વગેરે દ્રવથી યુક્ત એવા ભોજનનું ભરેલું જે પાત્ર ઉપરથી ચાર અંગુલ ખાલી હોય અને એ જ 'પાત્ર ભોજન કરનારા તે સાધુને પર્યાપ્ત હોય, એટલે કે જે પત્રુ ચાર અંગુલ ખાલી રાખી બાકીનું બધું જ ભોજનકાંજીથી 11 ભરી દેવાથી એક સાધુનું ભોજન થઈ રહે તે પાત્રક-મધ્યમ પ્રમાણવાળું ગણાય.
તે આવા પ્રકારના પાત્રને શાસ્ત્રકારો કાલપ્રમાણ વડે ગ્રીષ્મકાળમાં પ્રમાણસિદ્ધ પાત્ર કહે છે. અને ઉદરપ્રમાણ વડે સિદ્ધ પાત્ર કહે છે. (એટલે કે મધ્યમ પાત્રકનું જે માપ આપ્યું છે, તે સીધેસીધું નહિ સમજવું. પણ આગળ કહેવાશે તેમ જેઠ-અષાઢ કાળમાં બે ગાઉ વિહાર કરીને આવેલા સાધુની અપેક્ષાએ જ એ મધ્યમપાત્રકની ગણતરી કરવાની. બાકી તો દરેક કાળમાં સાધુનો ખોરાક ઓછો-વત્તો થતો હોવાથી મધ્યમપાત્રકનું માપ નિશ્ચિત પ્રકારનું થઈ ન શકે.).
:
=
*
= =
=
ht
૭૬૩ II.
1*
લી