________________
એટલે અમે અહીં જે ષકાયમાં હિંસા માનનાર સંગ્રહનય બતાવ્યો તે દેશગ્રાહી સંગ્રહ જ ગણવો. શ્રી ઓધ
પ્રશ્ન : પણ તમે તો સંગ્રહની સાથે વ્યવહાર પણ લીધો છે. વ્યવહાર તો જીવે જીવે જુદી જુદી હિંસા માને ને ? તમે નિર્યુક્તિ ભાગ-૨
( એને સંગ્રહ ભેગો કેમ ગણી લીધો ?
1 ઉત્તર : વ્યવહાર અહીં સ્થૂલ વિશેષોને ગ્રહણ કરનારો લીધો છે અને એ લોકના અનુસાર વ્યવહાર કરવાના //૮૩૮ સ્વભાવવાળો છે. લોકો મોટાભાગે ષટ્ટાયમાં જ હિંસાને માને છે. એટલે આ વ્યવહાર પણ કાયમાં હિંસાને માનનારો
જ થયો.
| (જીવ તરીકે બધા જ જીવો સમાન છે. પણ એમાં કોઈક પૃથ્વી છે. કોઈક પાણી છે. આમ આ બધા જીવસામાન્યના જ વિશેષો છે. એ પૃથ્વીમાં પણ કોઈક કાળી પૃથ્વી....કોઈ લાલ પૃથ્વી... એ જીવવિશેષના પણ વિશેષ છે. એ કાળી પૃથ્વી ' વગેરેમાં પણ દરેકે દરેક જીવ તો પાછા સ્વતંત્ર અલગ-અલગ જ છે. એટલે એ પ્રત્યેક જીવો તો જીવસામા વિશેષવિશેષના પણ ન વિશેષ છે. અને માત્ર પૃથ્વી-અ, વગેરે તે સ્થૂલવિશેષો છે. અહીં સ્થૂલવિશેષોને ગ્રહણ કરનાર એવો વ્યવહારનય લીધો છે.
વળી જ્યારે પૃથ્વીની હિંસા થાય, ત્યારે લોકો એવો વ્યવહાર નથી કરતા કે આણે પૃથ્વીઓને મારી, આણે પાણીઓને * માર્યા.’ લોકો એમ જ બોલે કે આણે પૃથ્વીને મારી... આમ લોકમાં તમામ પૃથ્વી જીવો પૃથ્વી તરીકે એક ગણીને જ
એકવચનમાં વ્યવહાર કરાય છે. એટલે લોકના વ્યવહાર પ્રમાણે ચાલનાર વ્યવહારનય પણ કાયમાં જ હિંસા માને એ સ્વાભાવિક છે.)
:
૮૩૮