________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
/ ૮૭૩ |
ઓઘનિર્યુક્તિ-૭૯૬ : ટીકાર્થ : જાતિ, કુલ, બલ, રૂપ વગેરે ૩૬ ગુણોથી યુક્ત તથા જ્ઞાનક્રિયાના વ્યવહારમાં અત્યંત કુશલ એવા પણ સાધુએ પણ અવશ્ય પરની સાક્ષીએ શુદ્ધિ = આલોચના કરવી જોઈએ.
અહીં દૃષ્ટાન્ત અપાય છે.
ઓઘનિર્યુક્તિ-૭૯૭ : ટીકાર્થ : જેમ કુશલ પણ વૈદ્ય બીજા વૈદ્યને પોતાની વ્યાધિ કહે છે અને તે વૈદ્યની તે વ્યાધિ w સાંભળીને તે પણ વૈદ્ય કે જેને વ્યધિ કહેવાયેલી છે, તે પ્રતિકર્મનો આરંભ કરે છે.
- ઓઘનિયુક્તિ-૭૯૮ : ટીકાર્ય : આમ પ્રાયશ્ચિત્તવિધિને જાણનારા આચાર્યાદિએ પણ પોતાને સમ્યફ રીતે કરીને અત્યંત પ્રગટપણે અવશ્ય આલોચના કરવી જોઈએ. s) ઓઘનિર્યુક્તિ-૭૯૯ : ટીકાર્થ : સુગમ છે. (ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ કરીને તમામે તમામ વ્યક્તિઓએ આત્મશુદ્ધિ કરવી જોઈએ, આ ઉપદેશ છે.)
ઓઘનિર્યુક્તિ-૮૦૦ : ટીકાર્થ : શલ્યવાળો પુરુષ શુદ્ધ થતો નથી. પ્રશ્ન : કેવી રીતે શુદ્ધ થાય ? ઉત્તર : જે રીતે જિનેશ્વરોના શાસનમાં કહેવાયેલું છે, તે રીતે શુદ્ધ થાય. પ્રશ્ન : પણ શાસનમાં શું કહ્યું છે ? કે જે પ્રકારે શુદ્ધ થવાય.
Tu ૮૭૩ II