________________
પ્રશ્ન : તે પાપ કેવી રીતે આલોચવું ? શ્રી ઓઘ
ઓશનિયુક્તિ - ૮૦૩ : ટીકાર્થ : ઉત્તર : જેમ બોલતો બાળક કાર્ય કે અકાર્ય, સારું કે નરસું બધું જ સીધેસીધું બોલી નિર્યુક્તિ ન ભાગ-૨ ન જાય, સરળતાથી બોલી જાય, એમ સાધુએ માયા અને મદથી વિપ્રમુક્ત બનીને તે પાપની આલોચના કરવી જોઈએ.
ઓઘનિર્યુક્તિ-૮૦૪ : ટીકાર્થ : તે સાધુને ગુરુઓ તે પાપ બદલ જે પ્રાયશ્ચિત્ત આપે, તે પ્રાયશ્ચિત્ત તે જ વિધિ પ્રમાણે ૮૭પ = સાધુએ આચરવું જોઈએ. એમાં છૂટ-છાટ લેવી નહિ.
પ્રશ્ન : શા માટે ? ઉત્તર : અનવસ્થા પ્રસંગથી ગભરાયેલા સાધુએ આ પ્રમાણે આલોચના અને પ્રાયશ્ચિત્તનું આચરણ કરવું જોઈએ.
અનવસ્થા એટલે જો અકાર્યના આચરણ બાદ એનું પ્રાયશ્ચિત્ત ગુરુ વડે એ અકાર્ય કરનારા શિષ્યને ન અપાય કે એ જ અપાયેલું એ પ્રાયશ્ચિત્ત જો શિષ્ય વડે ન કરાય તો પછી તે સાધુ સિવાયના બીજા પણ સાધુ એ જ પ્રમાણે પાપ આચરે કે જીવહિંસાદિમાં કોઈ પ્રાયશ્ચિત્ત નથી. તેથી તે જીવહિંસાદિ આચરવામાં કોઈ દોષ ન લાગે.
આવા પ્રકારની અનવસ્થા ઉભી થવાનો પ્રસંગ આવે. એના ભયથી ગભરાયેલા સાધુએ ગુર દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત બરાબર આચરવું કે જેથી ઉપર બતાવેલ અનવસ્થા ઉભી ન થાય.
વળી આ પણ એક કારણ છે કે જે કારણસર આલોચના કરવી જરૂરી છે. ઓઘનિર્યુક્તિ - ૮૦૫ : ટીકાર્થ : શસ્ત્ર કે ઝેર, કે ખોટી રીતે પ્રયોજાયેલો વેતાળ કે ખોટી રીતે પ્રયોગ કરાયેલ યંત્ર Eu ૮૭પ ||