________________
એક આચાર્ય હોય અને બીજો આલોચક સાધુ.... આમ સાધુ વર્ગમાં ચાર કાનવાળી આલોચના બને. સાધ્વીવર્ગમાં પણ શ્રી ઓઘ
ચારકાનવાળી બને. એક પ્રવર્તિની સાધ્વી અને તે પ્રવર્તિની પાસે જ આલોચના કરનાર બીજા સાધ્વી. આમ સાધુવર્ગમાં અને નિર્યુક્તિ
સાધ્વીવર્ગમાં ચારકાનવાળી આલોચના થાય. ભાગ-૨
અથવા બીજી રીતે અર્થ કરીએ તો મૂલગુણમાં કે ઉત્તરગુણમાં જો એકલા સાધુની કે એકલા સાધ્વીની અપેક્ષાએ | ૮૬ | s વિચારીએ તો ચતુષ્કર્ણા આલોચના થાય. જ્યારે સાધુ-સાધ્વી બે ય વર્ગ ભેગા થાય અને જે આલોચના થાય તે આઠ જ કાનવાળી થાય.
પ્રશ્ન : કેવી રીતે આ સંભવે ?
ઉત્તર : આચાર્ય અને બીજા સાધુ હોય, તથા પ્રવર્તિની અને બીજા સાધ્વી હોય અને એવા પ્રવર્તિની આચાર્ય પાસે આલોચના લે ત્યારે તે આઠકાનવાળી આલોચના થાય.
અથવા તો જો સામાન્યસાધ્વી આલોચના કરે, તો પણ આઠકાનવાળી જ આલોચના થાય.
અથવા છ કાનવાળી આલોચના પણ થાય. જયારે આચાર્ય વૃદ્ધ હોય ત્યારે એકલા આચાર્યની પાસે પણ બે સાધ્વીઓ આલોચના કરી શકે અને એટલે એ રીતે છ કાનવાળી આલોચના થાય.
સાર એ કે સર્વપ્રકારે સાધ્વીજીએ તો પોતાની સાથે બીજા સાધ્વી હોય ત્યારે જ એ રીતે જ આલોચના કરવી. એકલા સાધ્વીએ આલોચના ન કરવી.
': ૮૬૬ |