Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 863
________________ શ્રી ઓથ-, ઓઘનિર્યુક્તિ-૭૭૧ : ટીકાર્થ : ભાવથી લોકોત્તર અનાયતન આ જાણવું કે જેઓ દીક્ષા લીધા બાદ સમર્થ હોવા છતાં પણ સંયમયોગોની હાનિ કરે, તેઓ લોકોત્તર અનાયતન છે. આવા પ્રકારના સાધુઓ સાથે સંસર્ગ = સંપર્ક ન કરવો. નિયુક્તિ ન કેમકે – ભાગ-૨ || ૮૫૪ | ઓઘનિર્યુક્તિ - ૭૭૨ : ટીકાર્થ : આંબો અને લીમડો એ બે યના મૂળીયા ભેગા થયા. આ સંપર્કના કારણે આંબો જ વિનાશ પામ્યો અને કડવાશ પામ્યો = લીમડાપણાને પામ્યો. ઓઘનિર્યુક્તિ-૭૭૩: ટીકાર્થ : પ્રશ્ન : જો તમારા મનમાં સંસર્ગ પ્રમાણભૂત હોય તો કહો તો ખરા કે વાંસડાનો સ્તંભ ઘણો લાંબો કાળ શેરડીના વાડની વચ્ચે રહેવા છતાં શા માટે મીઠો થતો નથી ? || ઓઘનિર્યુક્તિ-૭૭૪: ટીકાર્થ : લાંબા કાળ સુધી વૈડર્યરત્ન કાચમણિની સાથે રહેવા છતાં પણ પોતાની પ્રધાનતા રૂપ જ " ગુણ વડે એ કાચપણાને પામતો નથી. ઓઘનિર્યુક્તિ-૭૭૫ : ટીકાર્થ: ઉત્તર : દ્રવ્યો બે પ્રકારના છે. ભાવુક અને અભાવુક. તેમાં આંબો ભાવુક છે. નલતંબ અભાવુક છે અને એટલે તમારી બધી વાતો અભાવુકને આશ્રયીને જાણવી. જે વળી ભાવક દ્રવ્યો છે, તેઓનો નાનો છેક સોમો ભાગ હોય, તો પણ એ જો મીઠા વડે વ્યાપી જાય, તો તે દ્રવ્ય આખા ચર્મને લવણ રૂપે પરિણાવી દે. આ જ વાત કરે છે કે –

Loading...

Page Navigation
1 ... 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894